• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • Sleep Tips: શું તમને રાત્રે ઊંધ નથી આવતી ? અપનાવો સ્લિપ એક્સપર્ટની આ 5 સરળ ટિપ્સ, પથારીમાં પડ્યા ભેગી જ આવશે ઘસઘસાટ ઉંઘ...

Sleep Tips: શું તમને રાત્રે ઊંધ નથી આવતી ? અપનાવો સ્લિપ એક્સપર્ટની આ 5 સરળ ટિપ્સ, પથારીમાં પડ્યા ભેગી જ આવશે ઘસઘસાટ ઉંઘ...

01:41 PM June 11, 2022 admin Share on WhatsApp



ઊંઘ ન આવવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. દર 10માંથી એક વ્યક્તિ ચોક્કસપણે ઊંઘને ​​લઈને ચિંતિત છે. આવો અમે તમને ઝડપી અને સારી ઊંઘ મેળવવાની આ પાંચ સરળ ટિપ્સ જણાવીએ. આજની ખૂબ જ વ્યસ્ત જીવનશૈલીમાં આપણે આપણી ઊંઘ પર ધ્યાન આપતા નથી. જ્યારે સ્વસ્થ જીવન માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે વ્યક્તિએ 24 કલાકમાં 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આવી સ્થિતિમાં સમસ્યા એવા લોકોને આવે છે જેમને જરા પણ ઊંઘ નથી આવતી અથવા તો આવે છે તો તે પથારી પર સૂઈને લાંબા સમય સુધી ઊંઘી શક્તા નથી... ત્યારે અમે તમને ઝડપી ઊંઘ મેળવવાની પાંચ સરળ ટિપ્સ જણાવીએ.

5 સરળ ઊંઘ ટીપ્સ

સ્લીપ એક્સપર્ટ એન્ડ્રીયા ગ્રેસ 'ધ મિરર'ના અહેવાલમાં જણાવે છે કે, “પુખ્ત વયના લોકો કેટલીકવાર તેમની ઊંઘની જરૂરિયાતોને અવગણે છે, જેથી તેઓ બેડ પર સૂતાની સાથે જ સૂઈ શક્તા નથી તેમને ઊંઘ માટે ઘણી રાહ જોવી પડે છે. ત્યારે સારી ઊંઘ માટે આ પાંચ સરળ નુસખા અજમાવી શકાય છે.

1. સૂવાના અડધા કલાક પહેલા તમામ સ્ક્રીન બંધ કરો

આનાથી તમારા શરીરને સૂતા પહેલા આરામ કરવાનો સમય મળશે. આ નિયમ બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પુખ્ત વયના લોકોએ પણ આ ટેવ પાડવી જોઈએ. આ માટે, તમે તમારા બેડરૂમમાંથી ટીવી અથવા કમ્પ્યુટર સ્ક્રીનને દૂર કરી શકો છો. અથવા બંધ કરી શકો છો. એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સૂતી વખતે તમારે તમારા મોબાઈલ તરફ પણ ન જોવું જોઈએ.

2. સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરો અથવા ֥‘શાવર’ લો

સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, સૂતા પહેલા સ્નાન કરવાથી હાથ અને પગમાં લોહીનો પ્રવાહ વધે છે. સ્નાન કર્યા પછી તમે સીધા જ સૂઈ જાઓ છો. પરંતુ જો તમે સ્નાન કર્યા પછી ફરીથી લિવિંગ રૂમમાં પાછા આવો અને ટીવી જોવાનું શરૂ કરો, તો તમે તમારી જાતને ફરીથી સક્રિય કરી દેશો અને ફરીથી લોહીનુ પરિભ્રમણ ધીમુ પડી જશે.

 

3. બેડરૂમમાં અંધકાર અને શાંતિનો માહોલ બનાવો

વધુ પડતો પ્રકાશ તમારા શરીરના મેલાટોનિન(સ્લીપ હોર્મોન)ના ઉત્પાદનમાં દખલ કરશે. માટે બેડરૂમની બારીઓમાં પડદા બંધ કરી દો. અથવા રૂમમાં લાઈટ આવતી હોય તો આઈ માસ્ક પહેરીને સૂઈ જાઓ. અને બિનજરૂરી તમામ અવાજોને દુર કરીને સુવાનો પ્રયત્ન કરવો.

 

4. પથારીમાં ફોન, કમ્પ્યુટર અથવા ટીવી જોવાનું ટાળો

ઘણા લોકો માટે, તેમનો ફોન સુતા પહેલા અને ઊઠીને સૌથી પહેલા જોવાનુ રાખે છે. આજકાલ આ રીત સામાન્ય થતી જાય છે, પરંતુ આ રીતથી તમે તમારુ જ નુકસાન કરી રહ્યા છો. કેટલાંક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૂતા પહેલાના સ્ક્રીન ટાઈમથી ઊંઘનો સમય વધે છે પરંતુ ઊંઘની ગુણવત્તા ઘટાડી દે છે અને બીજો દિવસ સ્ટ્રેસ ફુલ બને છે. માટે બને ત્યાં સુધી સુવાના અડધા કલાક પહેલા તમામ ગેજેટ્સ તમારાથી દુર કરી દેવા જોઈએ. સાથે જ સવારમાં પણ તમામ ગેજેટસથી દુર રહેવુ જોઈએ.

5. કેફીન(ચા, કૉફિ)નું સેવન નિયંત્રણમાં રાખવું

સ્લીપ એજ્યુકેશન મુજબ, સૂવાના સમયના છ કલાક પહેલા કેફીનનું સેવન કરવાથી ઊંઘમાં એક કલાકનો ઘટાડો થાય છે. આ સમસ્યાઓ વૃદ્ધો અને પુખ્ત વયના લોકોમાં વધુ જોવા મળે છે. કારણ કે તેમનું શરીર કેફીન પચાવવાની પ્રક્રિયામાં વધુ સમય લે છે. માટે કેફિ પદાર્થ રાત્રે લેવા જ ન જોઈએ.

gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us