• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • દુનિયાના 5 લોકો જેમનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ ઘણો વધારે છે, કોણ છે આ પાંચ બુદ્ધિજીવો જાણો....

દુનિયાના 5 લોકો જેમનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ ઘણો વધારે છે, કોણ છે આ પાંચ બુદ્ધિજીવો જાણો....

12:25 PM June 11, 2022 admin Share on WhatsApp



આલ્બર્ટ આઈન્સ્ટાઈન તેજ બુદ્ધિનો પર્યાય ગણવામાં આવે છે. આઈન્સ્ટાઈનને વિશ્વના સૌથી મહાન ભૌતિકશાસ્ત્રી માનવામાં આવે છે. તેમના દિમાગના સંશોધન માટે લોકો ખુબ આતુર હતા. માટે આઈન્સ્ટાઈનના મૃત્યુ પછી તેમના મગજના 170 ટુકડા બનાવીને થોમસ હાર્વેએ વિવિધ વૈજ્ઞાનિકોને સંશોધન માટે મોકલ્યા હતા. આ પરથી કહી શકાય કે દુનિયાભરના લોકો આઈન્સ્ટાઈનના મગજ વિશે જાણવા માટે કેટલા આતુર હતા...

(Intelligence Quotien) IQ દ્વારા વ્યક્તિના બૌદ્ધિક સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આનું મૂલ્યાંકન કરવા માટે ઘણા પરીક્ષણો છે, જેમ કે- Wechsler Adult Intelligence Scale, Stanford-Binet Intelligence Scale, અને Peabody Individual Achievement Test. જેમાં 100 અંકને સરેરાશ IQ કહેવામાં આવે છે અને જે લોકોનો IQ 140 થી વધુ હોય તેમને જીનિયસ કહેવામાં આવે છે. આઈન્સ્ટાઈનનો આઈક્યુ 160 હોવાનું માનવામાં આવે છે. ત્યારે દુનિયામાં એવા પણ લોકો છે જેમનો IQ આઈન્સ્ટાઈનના 160 અંક કરતા પણ વધારે છે... 

આ પાંચ લોકો જેમનો IQ આઈન્સ્ટાઈન કરતા પણ વધારે છે

1.જેકૉબ બાર્નેટ (IQ- 170) 

જ્યારે જેકૉબ બાર્નેટ માત્ર 2 વર્ષના હતા, ત્યારે ડોકટરોએ તેમને કહ્યું કે તેમને મધ્યમથી ગંભીર ઓટિઝમ છે. ડૉક્ટરોએ કહ્યું કે, તે ક્યારેય તેના શૂઝની લેસ પણ બાંધી નહીં શકે. જે વ્યક્તિનો આઈક્યુ 170 છે, તે  શીખી જશે અને જેકૉબે આ કરીને બતાવ્યું... માત્ર એક જ વર્ષની અંદર, તેણે ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને માત્ર 10 વર્ષની ઉંમરે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 11 વર્ષની ઉંમરે, તેમણે એક પ્રખ્યાત વૈજ્ઞાનિક જર્નલમાં તેમનો લેખ પ્રકાશિત કર્યો. 13 વર્ષની ઉંમરે તેને TEDex Talks નો સ્ટેજ મળ્યો અને હાલમાં તે પીએચડી કરી રહ્યો છે.

2. ઇવાન્ગેલોસ કેટસિઓલિસ (IQ- 198)

વર્લ્ડ જીનિયસ ડિક્શનરી અનુસાર, ઇવાન્ગેલોસ કેટસિઓલિસ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી વધુ IQ ધરાવનાર વ્યક્તિ છે. તેણે IQની ઘણી ટેસ્ટમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. ઇવાન્ગેલોસ ગ્રીક ચિકિત્સક અને મનોચિકિત્સક છે. રીડર્સ ડાયજેસ્ટના એક લેખ અનુસાર, ઇવાન્ગેલોસનો IQ 198 છે. તેણે MD, Msc, MA, PhDની ડિગ્રીઓ મેળવી છે. તેમની પાસે ફિલોસોફી અને મેડિકલ રિસર્ચ ટેક્નોલોજીમાં પણ અનેક ડિગ્રી છે.

3. અધારા પેરેઝ (IQ- 162)

અધરા પ્રેઝનો IQ 162 છે, જ્યારે અધરા પ્રેઝ ત્રણ વર્ષની હતી ત્યારે ડૉક્ટરોએ તેને કહ્યું હતું કે તેને એસ્પર્જર નામની બીમારી છે. પેરેઝને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તે શાળામાં પણ દાદાગીરીનો શિકાર બની. તેને 'વિયર્ડ ગર્લ' જેવા નામોથી બોલાવવામાં આવતી હતી. જ્યારે પેરેઝ માત્ર 8 વર્ષની હતી ત્યારે તેનો આઈક્યુ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેનો આઈક્યુ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ કરતા પણ વધુ હતો. 6 વર્ષની ઉંમર સુધીમાં, તેણે મિડલ સ્કૂલ અને માત્ર 8 વર્ષની ઉંમરે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. મેક્સિકોની આ છોકરી અવકાશયાત્રી બનવા માંગે છે અને મંગળ પર જવા માંગે છે.

4. મેરિલીન વોસ સાવંત (IQ-228)

જ્યારે મેરિલીન વોસ સાવંત માત્ર 10 વર્ષની હતી, ત્યારે તે પુખ્ત વયના IQ ટેસ્ટમાં તેનો આંક 228 આવ્યો હતો. આ રેકોર્ડબ્રેક પરિણામને કારણે તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. આ શ્રેણી 1990માં દૂર કરવામાં આવી હતી કારણ કે IQ પરિણામો અનિશ્ચિત માનવામાં આવતા હતા. મેરિલીન એક અમેરિકન મેગેઝિનમાં કટાર લેખક, જર્નાલિસ્ટ અને લેક્ચરર છે.

5. રિક રોઝનર (IQ- 192 થી 198)

રિક રોઝનરે 30 થી વધુ IQ પરીક્ષણો આપ્યા અને તેમનો IQ દરવખતે 192-198 ની વચ્ચે જ આવ્યો. ટીવી લેખક બનતા પહેલા તેઓ બાઉન્સર, સ્ટ્રીપર અને ન્યુડ મોડલિંગનું કામ કરતા હતો. તેમની ગણના વિશ્વના સૌથી તેજ દિમાગવાળા લોકોમાં થાય છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us