• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • રિવૅન્જ પોર્ન વીડિયોનો કેસ: આરોપીને છ વર્ષની સજા, 3 વર્ષથી કરતો હતો બ્લેકમેઈલ...

રિવૅન્જ પોર્ન વીડિયોનો કેસ: આરોપીને છ વર્ષની સજા, 3 વર્ષથી કરતો હતો બ્લેકમેઈલ...

10:44 AM July 19, 2023 admin Share on WhatsApp



ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતમાં પીડિતાની સહમતી વગર તેની અગંત પળોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ હતી. પીડિતાના ભાઈએ એક બાદ એક કરેલા ટ્વીટમાં કહ્યું કે, "તેમની બહેનની સાથેના બળાત્કારનો વીડિયો જાહેર કરીને તેને ફેલાવી દેવાની ધમકી ત્રણ વર્ષથી અપાઈ રહી હતી." આરોપી પીડિતાના પોર્ન વીડિયો સોશિયલ મીડિયામાં મુકવાની ધમકી આપતો હતો જેને લઈને પીડિતાના ભાઈએ પોલીસ કેસ કર્યો હતો. અને લાંબી તપાસ બાદ છેલ્લે 21 ફેબ્રુઆરી 2023ના દિવસે આરોપીની ધરપકડ થઈ હતી. અને થોડા દિવસ પૂર્વે જ આરોપીને ઐતિહાસિક સજા સંભળાવવામાં આવી છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, 14 ડિસેમ્બર 2022ના દિવસે પીડિતાને એક અજાણ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટથી એક મૅસેજ આવ્યો હતો. જેમાં તેની બેભાન હાલતમાં રેકૉર્ડ કરાયેલો એક વીડિયો હતો. આ સમગ્ર બાબત તેની બહેને રડતાં-રડતાં તેના ભાઈને કહ્યું. ત્યાર બાદ પરિવારે પોલીસમાં કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો.

accused of rape case Indonesian porn video

પાંડેલાંગ જિલ્લા કોર્ટમાં ચુકાદો આપતા જજે કહ્યું હતું કે આરોપીએ જાણી જોઈને આપત્તિજનક સામગ્રીનું ઇન્ટરનેટ પર વિતરણ કર્યું હતું. માટે તેને છ વર્ષ જેલની સજા સિવાય તેના પર આવનારા આઠ વર્ષ સુધી ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ઇન્ડોનેશિયામાં એક મિસાલ સાબિત થશે. આ પહેલીવાર છે કે જ્યારે કોઈ આરોપીનો ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર રદ કરાયો છે.

પીડિતાના ભાઈએ કહ્યું કે, "મારી બહેનને જબરદસ્તીથી ખેંચવામાં આવી, માર મારવામાં આવ્યો, મુક્કા મારવામાં આવ્યા, પગમાં માર મરાયો. અપરાધીએ વારંવાર મારી બહેનના ગળા પર ચપ્પું મૂક્યું અને તેને મારવાની ધમકી આપી હતી અને આરોપી વીડિયોની ધમકી આપીને મારી બહેન પર (તેનો) બૉયફ્રેન્ડ બનવાનું દબાણ કરતો હતો."

porn video case

પીડિતાના ભાઈએ પોતાની બહેન સાથે થયેલી ઘટના અંગે ત્રણ ભાગમાં ટ્વીટ કર્યા અને તેને લાખો લોકોએ જોયા. જે બાદ આ કેસમાં આરોપી અલ્વી હુસૈન મુલ્લા વિરુદ્ધ અનેક આરોપો ઘડાયા હતા. જે અંતર્ગત છ વર્ષની સજાની જ જોગવાઈ હતી. પીડિતાના ભાઈએ દાવો કર્યો કે "કેસની પહેલી સુનાવણી અંગે તેમને કે તેમના વકીલોને કોઈ જાણકારી નહોતી મળી. બીજી તારીખે જ્યારે તેમની બહેનને જુબાની માટે બોલાવાયાં ત્યારે તેમને તેની સુનાવણી અંગે ખબર પડી."

પીડિતાના ભાઈના જણાવ્યા અનુસાર, તેમની બહેન પર કોર્ટમાં વારંવાર આરોપીને માફ કરી દેવાનું દબાણ કરાયું. અને કોર્ટમાં તેમને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો. આરોપીએ ઘટનાના વીડિયોને પોતાના લેપટૉપમાં ખોલવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સાથે જ પીડિતાનો કોર્ટમાં પક્ષ લેનારા પ્રૉસિક્યૂટર તેમની બહેનને ડરાવી રહ્યા હતા અને યોગ્ય રીતે તેનું પ્રતિનિધિત્વ નહોતા કરી રહ્યા. કોર્ટે પોર્ન વીડિયોના કેસમાં તો આરોપીને સજા આપી પણ તેના પર બળાત્કારનો આરોપ ન ઘડાયો હતો. પરંતુ પીડિતાનો ભાઈ કહે છે કે, તેમની બહેનનું હંમેશા માટે એ કહેવું છે કે તેની સાથે બળાત્કાર થયો છે અને એટલા માટે જ તેઓ આ અંગે નવો કેસ દાખલ કરાવશે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - International News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ

  • 08-05-2026
  • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel
  • રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી
    • 07-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-05-2026
    • Gujju News Channel
  • ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના
    • 06-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us