ગોડાઉન સહાય યોજના 2026 | મેળવો ₹1,00,000 ની સહાય | Godown Sahay Yojana Gujarat
godown sahay yojana 2026, ikhedut portal godown sahay, pak sangrah yojana gujarat, ખેડૂત ગોડાઉન સહાય યોજના, પાક સંગ્રહ યોજના ગુજરાત
Godown Sahay Online Form, Ikhedut Portal Yojana : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પોતાના પાકનો સુરક્ષિત સંગ્રહ કરી શકે તે માટે ગોડાઉન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ) બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે.
ઉદાહરણ ૧: જો ગોડાઉન બનાવવાનો ખર્ચ ₹૧,૮૦,૦૦૦ થાય, તો તેના ૫૦% એટલે કે ₹૯૦,૦૦૦ ની સહાય મળશે. (કેમ કે તે ૧ લાખ કરતાં ઓછા છે)
ઉદાહરણ ૨: જો ગોડાઉન બનાવવાનો ખર્ચ ₹૨,૫૦,૦૦૦ થાય, તો ૫૦% લેખે ₹૧,૨૫,૦૦૦ થાય, પરંતુ મહત્તમ મર્યાદા મુજબ પ પૂરેપૂરા ₹૧,૦૦,૦૦૦ મળશે.

• સમયમર્યાદા: ફોર્મ મંજૂર થયા પછી (પૂર્વ મંજૂરી મળ્યા બાદ) ૧૫૦ દિવસ (૫ મહિના) ની અંદર ગોડાઉનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
• સાઇઝ: ગોડાઉનની સાઇઝ ઓછામાં ઓછી ૩૩૦ ચોરસ ફૂટ હોવી ફરજિયાત છે.
► બાંધકામ પદ્ધતિ:
• પાયો જમીનથી ૨ ફૂટથી વધુ ઊંડો અને જમીન સ્તરથી ૨ ફૂટ ઊંચી પ્લિન્થ (Plinth) બનાવવી
• પ્લિન્થથી ફાઉન્ડેશન સુધીની દીવાલનું ચણતરકામ તથા છત પર પાકું PCC કામ કરવાનું રહેશે
• દીવાલની ઊંચાઈ લગભગ ૧૦ ફૂટ અને પ્લિન્થ લેવલથી છતની મોભની ઊંચાઈ ૧૨ ફૂટ હોવી જોઈએ
• ગોડાઉનમાં ઓછામાં ઓછો ૧ દરવાજો અને ૧ બારી રાખવી જરૂરી છે
• છત માટે ગેલ્વેનાઇઝ્ડ શીટ, સિમેન્ટના પતરાં કે નળિયાનો ઉપયોગ કરી શકાય છે
► પાત્રતા:
• તમામ જમીનધારક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે
• આજીવનમાં એક જ વાર આ સહાય મળવાપાત્ર છે
૮-અ ખાતામાં ગમે તેટલા ખાતેદારો હોય, તેમાંથી માત્ર એક જ ખાતેદારને લાભ મળશે
૧. ઓનલાઈન ભરેલી અરજીની સહી કરેલી પ્રિન્ટ
૨. જાતિનું પ્રમાણપત્ર (SC/ST કેટેગરી માટે)
૩. જમીનના ૭/૧૨ અને ૮-અ ની નકલ
૪. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક (Cancelled Cheque)
૫. આધાર કાર્ડની નકલ
૬. બાંધકામ સામગ્રીના બિલ/પાવતીઓ અને સેલ્ફ ડિકલેરેશન
૭. રૂ. ૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવેલું બાંહેધરી પત્રક
• બાંધકામના ચકાસણી પુરાવા માટે નીચે મુજબના 4x6 સાઇઝના ફોટા જમા કરાવવાના રહેશે:
• ગોડાઉન બનાવતા પહેલાની ખુલ્લી જગ્યાનો ફોટો
• પાયાનું કામ પૂર્ણ થયાનો ફોટો
• પ્લિન્થ લેવલ સુધી કામ પૂરું થયાનો ફોટો
• ગોડાઉન પૂર્ણ થયા પછી ખેડૂત (લાભાર્થી) સાથે ગોડાઉનનો ફોટો
• અરજી i-Khedut Portal (આઈ ખેડૂત પોર્ટલ) પરથી ઓનલાઈન કરવાની રહેશે.
• ખેડૂત પોતે મોબાઈલ/કોમ્પ્યુટરથી અથવા ગ્રામ પંચાયતના VCE (વી.સી.ઈ.) પાસે જઈને ફોર્મ ભરાવી શકે છે.
• પસંદગી ડ્રો (Draw) સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Godown Sahay Online Form, Ikhedut Portal Yojana
