જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો, શૈક્ષણિક વર્ષ 2025-26ના ઉમેદવારોને મળશે લાભ
જ્ઞાન સહાયકોના કરારને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Gyan Sahayak Karar Renew : રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સેવા આપતા તમામ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવાની મંજૂરી આપી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત હજુ પણ યથાવત હોવાથી સરકારે હાલ કાર્યરત જ્ઞાન સહાયકોની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હજારો જ્ઞાન સહાયકોને રોજગારીની સતત તક મળશે તેમજ શાળાઓમાં શિક્ષણકાર્યમાં અવરોધ સર્જાશે નહીં.
શિક્ષણ વિભાગના અગાઉના ઠરાવ મુજબ જ્ઞાન સહાયકનો કરાર મહત્તમ 11 મહિનાનો રહેવાનો છે. આ જ નિયમને આધારે આગામી શૈક્ષણિક વર્ષ માટે પણ કરાર રિન્યુ કરવામાં આવશે.
આ અંગે શિક્ષણ કમિશનરે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા અને લાયક જ્ઞાન સહાયકોના કરાર સમયસર રિન્યુ કરવાની સૂચનાઓ આપી છે.
ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા ઉમેદવારોને જ આ કરાર રિન્યુનો લાભ મળશે. સરકારના આ નિર્ણયને જ્ઞાન સહાયકોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેને શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવતું પગલું માનવામાં આવી રહ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gyan Sahayak Karar Renew : જ્ઞાન સહાયક કરાર રિન્યુ
