• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ભારતના નેતા ભણેલા-ગણેલા નથી, તો બોલિવૂડ સ્ટાર્સ કેટલું ભણેલા છે? કાજોલના નિવેદનથી શરૂ થઈ ચર્ચા...

ભારતના નેતા ભણેલા-ગણેલા નથી, તો બોલિવૂડ સ્ટાર્સ કેટલું ભણેલા છે? કાજોલના નિવેદનથી શરૂ થઈ ચર્ચા...

01:45 PM July 14, 2023 admin Share on WhatsApp



કાજોલ (Kajol) હિન્દી બોલિવુડ ફિલ્મોમાં તેના ઉત્કૃષ્ટ અભિનયની સાથે નિર્ભિકપણે તેના મંતવ્યો રજૂ કરવા અને તેના બિંદાસ એટીટ્યુડ માટે જાણિતી છે. ઓટીટીના જમાનામાં હવે કાજોલ પણ ફિલ્મોમાંથી બ્રેક લઈને ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે. તેની વેબ સીરીઝ 'ધ ટ્રાયલ'ના પ્રમોશન માટે કાજોલ પૂરા જોશમાં છે. આ સમયે તેણે એક મુલાકાતમાં દેશના નેતાઓના ભણતર અને ધીમી વૃદ્ધિ પર ટીપ્પણી કરી દીધી, જેનાથી મોટો વિવાદ સર્જાયો છે. બોલિવૂડ અભિનેત્રીએ કહ્યું, ભારત જેવા દેશમાં પરિવર્તન ખૂબ જ ધીમું છે. આપણે આપણી પરંપરાઓ અને વિચારોમાં જ ડૂબેલા રહીએ છીએ. આપણા નેતાઓ ભણેલા નથી. એટલું જ નહીં તેમની પાસે દેશને આગળ લઈ જવા માટેનું વિઝન પણ નથી. આ વિઝન માત્ર શિક્ષણથી જ આવે છે. ભારતીય નેતાઓ અંગે કાજોલના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા છે. એક યુઝરે કાજોલને ટ્રોલ કરતા લખ્યું, ડિયર કાજોલ, નિશ્ચિત શૈલીમાં અંગ્રેજીમાં બોલવું એ શિક્ષણ નથી. તે માત્ર એક સ્કીલ હોઈ શકે. તમારી જાણ માટે આપણા પર અશ્વિની વૈષ્ણવ, ડૉ. જયશંકર, નિર્મલા સીતારમણ, કિરણ રિજિજૂ, પીયુષ ગોયલ, નિતિન ગડકરી જેવા શિક્ષિત નેતાઓનું શાસન છે. અન્ય એક યુઝરે કાજાલોને ટ્રોલ કરતાં યાદ અપાવ્યું કે તે પોતે સ્કૂલ ડ્રોપઆઉટ છે જ્યારે તેનો પતિ અજય દેવગણ કોલેજ ડ્રોપઆઉટ છે.

જોકે, આ સાથે કેટલાક યુઝર્સે બોલિવૂડ સ્ટાર્સના ભણતર ઉપર સવાલ ઉઠાવ્યા છે. બોલિવૂડના ટોચના કલાકારો ક્યાં તો કોલેજ ડ્રોપ-આઉટ છે અથવા તેમણે સ્કૂલમાંથી જ અભ્યાસ છોડી દીધો છે. જોકે, મોટાભાગે બોલિવૂડ પરિવારનું બેકગ્રાઉન્ડ ધરાવતા કલાકારોએ સ્કૂલ અથવા કોલેજમાંથી જ અભ્યાસ છોડી દીધો છે. જ્યારે પહેલી પેઢીના મોટાભાગના કલાકારોએ ગ્રેજ્યુએશન અથવા તેનાથી વધુનો અભ્યાસ કર્યો છે. ત્યારે આવો જાણીએ બોલિવૂડ સ્ટાર્સ ક્યાં સુધી ભણ્યા છે ?

કાજોલનો અભ્યાસ

kajol devgan

કાજોલે મહારાષ્ટ્રના પંચગીનીની પ્રખ્યાત સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે સ્કૂલમાંથી જ અભ્યાસ છોડી દીધો અને બોલિવૂડની વાટ પકડી હતી. વર્ષ 1992માં આવેલી તેની પહેલી ફિલ્મ બેખુદી બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. પરંતુ પછીના વર્ષે 1993માં રજૂ થયેલી બાઝીગરથી તે કમર્શિયલ ફિલ્મોમાં ટોચની હિરોઈન બની ગઈ હતી.

આમીર ખાનનો અભ્યાસ

amir khan

આમીર ખાન પણ બોલિવૂડ પર રાજ કરતી ખાન ત્રિપુટીમાં સ્થાન મેળવ્યું છે. જોકે, મી. પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમીર ખાને 12 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો. આમીર ખાને યાદો કી બારાત અને મદહોશ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી તેણે કેતન મહેતાની પ્રયોગાત્મક ફિલ્મ હોલીમાં પણ કામ કર્યું. જોકે, તેણે 1988માં 'કયામત સે કયામત તક' ફિલ્મથી બોલિવૂડમાં હિરો તરીકે પદાર્પણ કર્યું હતું.

સલમાન ખાનનો અભ્યાસ

salman khan

સલમાન ખાને વર્ષ 1988માં 'બીવી હો તો ઐસી' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા સલમાને કોલેજ પૂરી કર્યા વિના જ અભ્યાસ છોડી દીધો અને ફિલ્મોમાં પ્રવેશ કર્યો. હાલ તે બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં સ્થાન ધરાવે છે.

અનિલ કપૂરનો અભ્યાસ

anil kapoor

અનિલ કપૂર બોલિવૂડનો 'સૌથી યુવાન' અભિનેતા માનવામાં આવે છે. બોલિવૂડમાં લાંબી કારકિર્દી પછી પણ તેના દેખાવમાં કોઈ ફેરફાર દેખાતા નથી. અનિલ કપૂરે પણ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ નજર દોડાવી. અનિલે 1980માં તેલુગુ ફિલ્મ વમસા રૂક્ષમણ અને કન્નડ ફિલ્મ પલ્લવી અને અનુપલ્લવી (1983)માં કામ કર્યું હતું. બોલિવૂડમાં અનિલ કપૂરની એન્ટ્રી 1983માં મસાલા ફિલ્મથી થઈ. 1985માં મેરી જંગ ફિલ્મની સફળતા પછી અનિલ કપૂર સ્ટાર બની ગયો હતો.

સૈફ અલી ખાન અને કરીનાનો અભ્યાસ

saif ali khan kareena kapoor

સૈફ અલી ખાને વર્ષ 1993માં ફિલ્મ પરંપરાથી બોલિવડમાં ડેબ્યુ કર્યું. સૈફે વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે ડિગ્રી મેળવી કે નહીં તે જાણી શકાયું નથી. સૈફ 90ના દાયકામાં ફિલ્મી પડદે સોલો અભિનેતા નામના મેળવી શક્યો નથી. જોકે, સૈફની અનેક મલ્ટી સ્ટારર ફિલ્મો સુપરહીટ થઈ છે. કરીના કપૂરે મુંબઈની મિઠિબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. કરીનાએ વર્ષ 2001માં અભિષેક બચ્ચન સામેની રેફ્યુજીથી બોલિવૂડમાં આગમન કર્યું. એ જ વર્ષે રજૂ થયેલી તેની મુઝે કુછ કહૈના હૈ સફળ રહી હતી. ત્યાર પછી તેણે સફળ અભિનેત્રી તરીકે નામના મેળવી હતી.

કેટરિના કૈફનો અભ્યાસ

katrina kaif

કેટરિના કૈફ બ્રિટિશ અભિનેત્રી છે, જેણે 2003માં 'બૂમ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું. જોકે, તેણે 2005માં આવેલી 'મેંને પ્યાર ક્યું કિયા'થી નામના મેળવી હતી. કેટરિના પણ કોલેજ ડ્રોપઆઉટ છે. 2006માં અક્ષય કુમાર સાથેની 'હમકો દિવાના કર ગયે' ફિલ્મે તેને એ ગ્રેડની અભિનેત્રીઓમાં સ્થાન અપાવ્યું હતું.

શ્રદ્ધા કપૂરનો અભ્યાસ

shradhdha kapoor

શ્રદ્ધા કપૂરે કોલેજના અભ્યાસ માટે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તે કોલેજ પૂરી કર્યા વિના જ મુંબઈ પાછી ફરી ગઈ. તેણે 2010માં તીન પત્તીથી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. જોકે, 2013માં આવેલી આશિકી-2થી શ્રદ્ધાએ ફિલ્મ ઉદ્યોગમાં તેનો પગ જમાવ્યો હતો અને સફળ અભિનેત્રી બની હતી.

આલિયા ભટ્ટનો અભ્યાસ

alia bhatt

આલિયા ભટ્ટે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આલિયા સ્કૂલ ડ્રોપઆઉટ છે. તેણે 2012માં સ્ટૂડન્ટ ઓફ ધ યર ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં કરણ જોહરે એક સાથે બોલિવૂડ પરિવારના ત્રણ કલાકારોનું ડેબ્યુ કરાવ્યું હતું, જેમાં આલિયા ઉપરાંત વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. જોકે, આલિયાએ 2014માં 'હાઈવે' ફિલ્મથી અભિનેત્રી તરીકે તેનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. આ ફિલ્મમાં તેના અભિનયના જબરજસ્ત વખાણ થયા હતા.

ટાઈગર શ્રોફનો અભ્યાસ

tiger shroff looks

બોલિવૂડની વર્તમાન પેઢીમાં ટાઈગર શ્રોફ 12મા ધોરણ સુધી ભણેલો છે. તેણે નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ કોલેજ પૂરી કરી નહોતી. 2012માં હિરોપંતિ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, 2016માં રજૂ થયેલી બાગી ફિલ્મથી તે એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયો હતો.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us