Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક
તહેવારોની સીઝનમાં રેલવેમાં મુસાફરોની સંખ્યા વધે છે. આ દરમિયાન કન્ફર્મ ટિકિટ મેળવવાનો મોકો નથી મળતો. આજે તમને ઓછા સમયમાં તત્કાલ ટિકિટ બુક કરવાની ઝડપી પ્રોસેસ વિષે જાણીશું.
Railways Tatkal Ticket This Trick Will Book In minutes : તહેવારો અથવા રજાઓની મોસમમાં જ્યારે પણ આપણે કોઈ ટ્રિપનું આયોજન કરીએ છીએ ત્યારે આપણે ઘણીવાર કન્ફર્મ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જઈએ છીએ જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ટ્રેન ટિકિટ મેળવવી મુશ્કેલ બની જાય છે. જોકે IRCTC યુઝર્સને 'તત્કાલ' (ઇમરજન્સી ક્વોટા) ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે, પરંતુ તત્કાલ વિંડો દ્વારા પણ ટિકિટ મેળવવી ઘણીવાર મુશ્કેલ હોય છે.
તત્કાલ વિંડો પર બુકિંગ શરૂ થયાના થોડીક સેકન્ડમાં જ બધી સીટો બુક થઈ જાય છે. આથી લોકો એજન્ટો પાસે દોડે છે. આવી સ્થિતિમાં આજે અમે એક સરળ ટીપ્સ જણાવીશું જે તમારો સમય બચાવશે અને કન્ફર્મ ટિકિટ મેળવવાના મોકા વધારશે. જેમાં તત્કાલ કે સામાન્ય ક્વોટામાં બુકિંગ કરવામાં સમય વધુ લાગે છે. જ્યારે આપણે આ માહિતી સબમિટ કરીએ છીએ ત્યારે ઉપલબ્ધ સીટો ઘણીવાર વેઇટિંગ લિસ્ટમાં શિફ્ટ થઈ ગઈ હોય છે. આ સમસ્યાને ટાળવા માટે IRCTC એપ અને વેબસાઇટમાં 'માસ્ટર લિસ્ટ' તરીકે ઓળખાતું બિલ્ટ-ઇન ટૂલ આવે છે. આ રીતે ઉપયોગ કરીને તમે તમારી ટિકિટ બુકિંગ પ્રોસેસને ફાસ્ટ બનાવી શકો છો.
• Read Also : શું હોટલમાં પોલીસ રેડ કરીને કપલની ધરપકડ કરી શકે? જાણો પ્રાઈવસીના નિયમો શું કહે છે?
જ્યારે પણ આપણે IRCTC પર ટિકિટ બુક કરીએ છીએ ત્યારે ફર્સ્ટ સ્ટેપમાં મુસાફરનું નામ, ઉંમર, લિંગ અને બર્થ પસંદગી જેવી ડીટેલ દાખલ કરવાની રહે છે. જે પ્રક્રિયાઘણો સમય લે છે. 'માસ્ટર લિસ્ટ' એક અતિ સરળ ટીપ્સ તરીકે કામ કરે છે જે ખાસ કરીને આ મૂલ્યવાન સમય બચાવવા માટે રચાયેલ છે.
માસ્ટર લિસ્ટ ડિજિટલ ડાયરીની જેમ કાર્ય કરે છે. તે તમને ટિકિટ બુકિંગ વિન્ડો ખુલતા પહેલા તમારી પોતાની વિગતો તેમજ તમારા પરિવારના સભ્યો કે મિત્રોની વિગતો જેમાં નામ, આધાર કાર્ડ નંબર, ઉંમર અને અન્ય સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. જેને અગાઉ સેવ કરી શકાય છે. આથી જ્યારે બુકિંગ વિન્ડો ખુલે છે ત્યારે તમને આ બધી માહિતી મેન્યુઅલી ટાઇપ કરવાનું કામ બચી જાય છે. તમારે માત્ર 'Add existing passengers પર ક્લિક કરવાની અને તમારી માસ્ટર લિસ્ટમાંથી નામો પસંદ કરવાની જરૂર પડે છે. ત્યારબાદ બધી ડીટેલ તરત જ ઓટ પોપ્યુલેટ થઈ જાય છે.
1. IRCTC એપ કે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તમારા યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
2. હોમ સ્ક્રીનના તળિયે અથવા મેનુમાં દેખાતા 'માય એકાઉન્ટ' વિકલ્પ પર ક્લિક કરો.
3. અહીં તમને 'માય માસ્ટર લિસ્ટ' વિકલ્પ દેખાશે; તેના પર ટેપ કરો.
4. હવે, 'એડ પેસેન્જર' પર ક્લિક કરો. અહીં પેસેન્જરનું નામ, જન્મ તારીખ, લિંગ અને બર્થ પસંદગી દાખલ કરો.
5. વેરીફીકેશન પર્પસ માટે પેસેન્જરનો આધાર કાર્ડ અથવા પાન કાર્ડ નંબર દાખલ કરો અને 'સબમિટ કરો' પર ક્લિક કરો.
આમ તમારી માસ્ટર લિસ્ટ તૈયાર થશે. તમે તેમાં એક સાથે અનેક મુસાફરોના નામ ઉમેરી અને સ્ટોર કરી શકો છો. જેમાં ટિકિટ બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ 'બુક નાઉ' પર ક્લિક કરો. પેસેન્જર ડિટેલ્સ પેજ પર જવા પર, એપ ઓટોમેટીક એક પોપ-અપ શો કરશે જેમાં તમને 'સ્કિપ' કે 'સિલેક્ટ ફ્રોમ માસ્ટર લિસ્ટ' કહેવાનું કહેવામાં આવશે. જેમાં તમારે માત્ર તે મુસાફરોના નામની બાજુમાં બોક્સ પર ટિક કરવાની જરૂર પડશે જેમના માટે તમે ટિકિટ બુક કરવા માંગો છો. પેસેન્જર ડિટેલ્સ ઓટોમેટીકભરાઈ જશે. ત્યાર બાદ, સીધા પેમેન્ટ પેજ પર જઈને પેમેન્ટ કરવાનું રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Railways Tatkal Ticket This Trick Will Book In minutes
