અમૂલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે, જે આવતીકાલથી અમલી બનશે. આ વધારા સાથે અમૂલ ગોલ્ડનો લિટરનો ભાવ ₹70 અને ભેંસના દૂધનો ભાવ ₹57 થયો છે. અમૂલ તાજામાં પણ ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય જનતાના ઘરખર્ચમાં વધારો થશે.
પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની શક્યતા વચ્ચે દુધના ભાવમાં વધારો થયો છે. ગુજરાત સહિત દેશભરના કરોડો ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડેરી ઉદ્યોગની દિગ્ગજ કંપની અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવો ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે, જેના કારણે સામાન્ય માણસના રસોડાના બજેટ પર સીધી અસર પડશે.
અમૂલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, દૂધના પ્રતિ લિટર ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગમાં સૌથી વધુ વપરાતા 'અમૂલ તાજા'ના ભાવમાં પણ લિટર દીઠ 2 રૂપિયા વધી ગયા છે. પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના પ્રાપ્તિ મૂલ્ય અને પ્રોસેસિંગ ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.

આ ભાવ વધારા બાદ હવે દૂધના વિવિધ પેકેટ્સ માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. અમૂલ ગોલ્ડ: પ્રીમિયમ ગણાતા અમૂલ ગોલ્ડના ભાવમાં વધારો થતા હવે એક લિટરનો ભાવ 70 રૂપિયા પર પહોંચી ગયો છે. અમૂલના ભેંસના દૂધના ભાવમાં પણ ફેરફાર થયો છે, જે હવે પ્રતિ લિટર 57 રૂપિયા લેખે મળશે.
આવતીકાલ સવારથી જ ડેરી પાર્લરો અને છૂટક દૂધ વિક્રેતાઓ પાસે નવો ભાવ વધારો અમલી બની જશે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે દૂધ જેવી પાયાની જરૂરિયાત મોંઘી થતા સામાન્ય નાગરિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અમૂલ દ્વારા સમયાંતરે ભાવ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ આ લેટેસ્ટ વધારાથી ચા-નાસ્તો અને દૂધની બનાવટોના ભાવ પણ વધવાની શક્યતા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Amul milk price hike 14 may 2026 - Amul Gold, Taaza and Tea Special Price Hike
