• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • દિલ્હીમાં યમુના નદીના પુરનો કહેર: કેજરીવાલના ઘર અને ઓફિસ સુધી પહોંચ્યું પૂરનું પાણી...

દિલ્હીમાં યમુના નદીના પુરનો કહેર: કેજરીવાલના ઘર અને ઓફિસ સુધી પહોંચ્યું પૂરનું પાણી...

02:28 PM July 13, 2023 admin Share on WhatsApp



જમ્મુ કાશ્મીરમાં આવેલા પુરને લીધે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. જેના લીધે યમુના નદીમાં આવેલા પુરના પાણી દિલ્હી(Delhi)માં ઘુસ્યા છે. કાશ્મીરી ગેટ, આઈટીઓ જેવા વિસ્તારો બાદ હવે સિવિલ લાઈન્સ સુધી પુરનું પાણી પહોંચી ગયું છે. યમુના(Yamuna River)નું જળસ્તર 208.46 મીટરે પહોંચતાં, પુર(Flood)નું પાણી દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની ખૂબ નજીક આવી ગયું છે. મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલું છે, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સીએમ આવાસ ઉપરાંત સચિવાલયમાં પણ પાણી પહોંચી ગયું છે. તો બીજી તરફ સનલાઈટ કોલોની વિસ્તારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.

દિલ્લીમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ

હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાના કારણે યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. બુધવારે જ 45 વર્ષનો રેકોર્ડ તોડીને યમુનાએ દિલ્હીમાં તબાહીના સંકેત આપ્યા છે. ગુરુવારે સવાર સુધીમાં પાણી 208.46 મીટરે પહોંચી ગયું હતું. આ સાથે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પુરના પાણી ઘરોમાં ઘુસી ગયા છે. પૂરના કારણે ઘણા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે, જ્યારે યમુના કિનારે આવેલી કોલોનીઓ પાણીમાં ગરકાવ થઈ છે. જેને લીધે હજારો લોકોએ જીવ બચાવવા માટે કેમ્પમાં ભાગવું પડ્યું હતું. મયુર વિહાર ફેઝ વન, વજીરાબાદ, ખજુરી, રાજઘાટ જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ડઝનબંધ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. દિલ્હીના જેતપુર વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી પહોંચી ગયા છે. યમુના કિનારે આવેલા NCRના અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

શાકભાજી વેચવા ગયેલો વ્યક્તિ પૂરમાં ડુબ્યો

દિલ્હીની યમુના નદીમાં આવેલા પૂરમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુનામાં બે દિવસ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. 40 વર્ષીય મનોજ સોમવારે મંડાવલી વિસ્તારમાં યમુના કિનારે શાકભાજી વેચવા ગયો હતો. બુધવારે તેનો મૃતદેહ સરાય કાલે ખાન વિસ્તારમાં યમુનામાંથી મળી આવ્યો હતો. સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશને મનોજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એઈમ્સમાં રાખ્યો છે. મનોજ સરાઈકલે ખાન ફ્લાયઓવર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો.

કેજરીવાલની જનતાને અપીલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Kejarival) લોકોને પૂરગ્રસ્ત(Flood Area) વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે અને એકબીજાને મદદ કરવાની પણ અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, 'યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવે પાણી 208.46 મીટરે પહોંચી ગયું છે. જળસ્તર વધવાને કારણે યમુનાની આસપાસના રસ્તાઓ પાણીમાં આવી ગયા છે. તમને આ માર્ગો પર ન જવા વિનંતી છે. જ્યાં પાણી છે ત્યાં વસ્તીવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યાં રહેતા લોકોને વહીવટીતંત્રને સહકાર આપવા અનુરોધ કરાયો છે. લોકોનો જીવ બચાવવો સૌથી મહત્વપૂર્ણ છે. તમામ દિલ્હીવાસીઓને આ કટોકટીમાં દરેક શક્ય રીતે એકબીજાને સહકાર આપવાની અપીલ છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Delhi Weather News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us