ધોરણ 8ના NCERT પુસ્તકમાં ન્યાયપાલિકા સંબંધિત વિવાદાસ્પદ ચેપ્ટર મુદ્દે PM મોદીએ કેબિનેટ બેઠકમાં નારાજગી વ્યક્ત કરી અને બાળકોને શું ભણાવવામાં આવે છે તેનું ધ્યાન રાખવાની સૂચના આપી.
ધોરણ 8ના NCERT ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ન્યાયપાલિકામાં કરપ્શન સંબંધિત ચેપ્ટર સમાવેશ થવા મામલે દેશની રાજનીતિ અને શિક્ષણ ક્ષેત્રમાં ભારે હલચલ મચી છે. હવે આ મુદ્દે વડાપ્રધાન મોદીએ પણ નારાજગી વ્યક્ત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જણાવ્યા અનુસાર મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાળકોને શું ભણાવવામાં આવે છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન PM Modi એ પ્રશ્ન ઉઠાવ્યો કે 8th Class ના વિદ્યાર્થીઓને આપાતી સામગ્રી કેટલી સંવેદનશીલ અને જવાબદાર રીતે તૈયાર થાય છે તે સુનિશ્ચિત થવું જોઈએ. આ બેઠક બાદ જ તેઓ ઇઝરાયેલ પ્રવાસે રવાના થયા હતા અને તેઓ ગુરુવારે પરત ફરી રહ્યા છે. આવા સંજોગોમાં હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવી શકે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી Dharmendra Pradhan એ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જવાબદારી નક્કી કરવામાં આવશે અને વિવાદાસ્પદ અંશ તૈયાર કરવામાં સામેલ રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ન્યાયપાલિકાનો સંપૂર્ણ સન્માન કરે છે અને કોઈપણ રીતે તેની અવમાનના કરવાનો ઈરાદો નહોતો. વિવાદનું કેન્દ્ર એ હતું કે NCERT ની 8th Class ની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર, કેસોની મોટી સંખ્યામાં લંબિત સ્થિતિ અને ન્યાયાધીશોની અછત જેવી બાબતોને પડકાર તરીકે રજૂ કરવામાં આવી હતી. આ સંદર્ભોને લઈને ભારે વિરોધ થયો અને દેશની સર્વોચ્ચ અદાલત Supreme Court of India એ મામલે કડક વલણ અપનાવ્યું.
સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું કે એવું લાગી રહ્યું છે કે ન્યાયિક સંસ્થાને નબળી પાડવા અને તેની ગૌરવને ઠેસ પહોંચાડવા માટે એક સુનિયોજિત પ્રયાસ કરવામાં આવ્યો છે. ટોચની અદાલતે 8th Class ની આ સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક પર “complete ban” લગાવી દીધો છે. અદાલતે પુસ્તકની તમામ Copy જપ્ત કરવાનો અને તેની Digital Version પણ દૂર કરવાનો આદેશ આપ્યો છે.
CJI Surya Kant ની અધ્યક્ષતાવાળી બેન્ચે કડક શબ્દોમાં જણાવ્યું કે ન્યાયપાલિકા આઘાતમાં છે અને તેની ગૌરવને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ સહન નહીં કરવામાં આવે. આ બેન્ચમાં જસ્ટિસ Joymalya Bagchi અને જસ્ટિસ Vipul M. Pancholi પણ સામેલ હતા. અદાલતે NCERT ના Director અને School Education Department ના Secretary ને કારણ બતાવો નોટિસ જારી કરી અને પૂછ્યું કે તેમની સામે Contempt proceedings શા માટે શરૂ ન કરવામાં આવે. એક દિવસ અગાઉ NCERT એ સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકમાં ‘અનુચિત સામગ્રી’ માટે માફી માંગી હતી અને જણાવ્યું હતું કે યોગ્ય સત્તાધિકારીઓ સાથે પરામર્શ કરીને તેને ફરીથી લખવામાં આવશે. NCERT એ પોતાની વેબસાઇટ પરથી પુસ્તક હટાવી દીધું છે અને માહિતી મળતા જ પાઠ્યપુસ્તકોનું વિતરણ રોકી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.
જમશેદપુરમાં પત્રકારો સાથે વાત કરતાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત જેવા લોકશાહી દેશમાં ન્યાયપાલિકા સર્વોચ્ચ છે અને સરકાર તેનું સંપૂર્ણ સન્માન કરે છે. અદાલતના દરેક નિર્દેશનું પાલન કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાઠ્યક્રમમાં સમાવાયેલા વિવાદાસ્પદ સંદર્ભોને લઈને સરકાર અત્યંત નારાજ છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સમીક્ષા પ્રક્રિયા વધુ કડક બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ શિક્ષણ પ્રણાલી અને પાઠ્યક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. ખાસ કરીને 8th Class જેવા સંવેદનશીલ સ્તરે વિદ્યાર્થીઓને આપવામાં આવતી સામગ્રીની જવાબદારી અને ચોકસાઈ હવે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , PM Modi Expresses Anger Over Ncert Book Row says what children are taught must be monitored
#WATCH | Seraikela Kharsawan, Jharkhand: Union Education Minister Dharmendra Pradhan says, "The mention of Supreme Court and India's judicial system in the NCERT is a matter of concern. When this came to our knowledge, we made NCERT review the books. The observations by the… pic.twitter.com/cjSLwtoLwt
— ANI (@ANI) February 26, 2026
