ગોંડલમાં જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીની નેતા જિગીષા પટેલ પર પથ્થરમારો અને હુમલો થયો. ઈજાગ્રસ્ત નેતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
AAP Politician Jigisha Patel injured In Stone Pelting Incident In Gondal : રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટીની પ્રદેશ સંયુક્ત સચિવ જિગીષા પટેલ પર હુમલાની ઘટના સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ઘોઘાવદર રોડ પર સરગમ પાર્ક નજીક તેમની કારને રોકી મહિલાઓના ટોળાએ ઘેરી લીધી હતી. આ દરમિયાન એક મહિલાએ મોટો પથ્થર મારી કારનો કાચ તોડી નાખ્યો હતો, જેના કારણે જિગીષા પટેલને ગંભીર ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ જિગીષા પટેલ જનતા સાથે સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક સમસ્યાઓ સાંભળવા ગયાં હતાં. તે સમયે 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ અચાનક હુમલો કર્યો હોવાનું કહેવાય છે. હુમલા દરમિયાન લાફાવાળી અને ધકકામુક્કી પણ થઈ હતી. ડ્રાઈવરે પરિસ્થિતિ ગંભીર બનતાં તાત્કાલિક કાર આગળ દોડાવી દીધી હતી.
ઘટનામાં જિગીષા પટેલના માથાના ભાગે ઈજા પહોંચી છે અને હાથમાં ફ્રેક્ચર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક સારવાર માટે તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પથ્થરમારાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. 31 ઓક્ટોબરથી ગોંડલ શહેર અને તાલુકાના વિસ્તારોમાં લોકોની રજૂઆતો સાંભળવા નીકળેલા કાર્યક્રમ દરમિયાન આ બનાવ બન્યો હતો. બનાવને લઈને ‘આપ’ કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હુમલો રાજકીય અદાવતના કારણે થયો છે કે અન્ય કોઈ કારણસર તે દિશામાં તપાસ ચાલી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , AAP Politician Jigisha Patel injured In Stone Pelting Incident In Gondal : આપ નેતા જિગિષા પટેલ પર હુમલો
