• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • સ્‍માર્ટફોનની ખરીદી સાથે ૨ કિલો ટામેટાં ફ્રી, ભોપાલના મોબાઈલ શોપની ખાસ ઓફર...

સ્‍માર્ટફોનની ખરીદી સાથે ૨ કિલો ટામેટાં ફ્રી, ભોપાલના મોબાઈલ શોપની ખાસ ઓફર...

03:15 PM July 10, 2023 admin Share on WhatsApp



તકવાદી લોકો હંમેશા મુશ્કેલીઓમાં પણ તકને ઝડપી જ લેતા હોય છે. હાલ ટમેટાનો ભાવ(Tomato Price Hike) માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ટોચ પર છે. ત્યારે લોકો ટમેટા ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. તે વચ્ચે અમુક લોકો પોતાની મોંઘી વસ્તુઓ વેંચવા ટમેટા ફ્રીમાં આપવાની ઓફર આપી રહ્યા છે. તો ક્યાંક ટમેટાની સુરક્ષા માટે બો઼ડિગાર્ડ્સને પણ રાખવામાં આવ્યા છે. એવામાં મફત ટામેટાં (Tomato Free)ની આ ઓફર મધ્‍યપ્રદેશના ભોપાલના એક દુકાનદારે મૂકી છે. આ દુકાનદારનો મુખ્‍ય વ્‍યવસાય સ્‍માર્ટફોન વેચાણનો છે. તે ગ્રાહકોને આકર્ષવા માટે મફત ટામેટાંની ઓફર લઈને આવ્‍યો છે. આ ઓફર અનુસાર, જેઓ તેમની દુકાનમાંથી સ્‍માર્ટફોન ખરીદશે, તે ગ્રાહકોને મફતમાં ટામેટાં મળશે. આ યોજના ઘણી સફળ પણ રહી છે. દુકાનદારના કહેવા પ્રમાણે, તેમણે લગભગ એક ક્‍વિન્‍ટલ ટામેટાં લોકોને મફતમાં આપ્‍યા છે.

tomato bhopal mobile shop free

મધ્‍યપ્રદેશના આ દુકાનદાર અભિષેક અગ્રવાલે જણાવ્‍યું કે ફ્રી ટામેટાંની ઓફરથી લોકોનો ઉત્‍સાહ વધી ગયો છે. તેમણે કહ્યું, ‘હાલમાં ટામેટાં ખૂબ મોંઘા થઈ રહ્યાં છે. સ્‍પર્ધાના આ યુગમાં અમે એક એવી ઓફર લઈને આવ્‍યા છીએ જેણે ગ્રાહકોનો ઉત્‍સાહ વધાર્યો છે. અમે દરેક સ્‍માર્ટફોનની ખરીદી પર અમારા ગ્રાહકોને મફતમાં ૨ કિલો ટામેટાં આપી રહ્યા છીએ. અમને આ ઓફરથી ઘણો ફાયદો થયો છે. આ ઓફર પછી ઘણા લોકો અમારી સાથે જોડાયા છે. અમે લોકોને ટામેટાં આપીને ખુશ છીએ. આ ફ્રી ટામેટાની ઓફરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો તેનાં મીમ્‍સ પણ બનાવી રહ્યા છે.

મહત્વનું છે કે હાલ મધ્યપ્રદેશમાં ટમેટાનો એક કિલોનો ભાવ રૂપિયા 160 એ પહોંચ્યો છે. તે સિવાય ગુજરાતમાં પણ ટમેટાનો ભાવ 120 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે. જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અને કેટલાય લોકોની રસોઈમાંથી ટમેટા પણ ગાયબ થઈ ચૂક્યા છે.

tomato price hike

વરસાદથી શાકભાજીની આવક ઘટી

શાકભાજી વિક્રેતાએ જણાવ્યું હતું કે, વરસાદના દિવસોમાં શાકભાજી(Vegitables) બગડી ગયા છે, આવી સ્થિતિમાં બહારથી શાકભાજીની આવક પણ ઘટી છે, જેના કારણે હોલસેલ માર્કેટમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લીધે ભાવમાં વધારો થયો છે. બજારમાં ટામેટાં(Tomato Price) રૂ.160, આદુ રૂ.300, મરચા રૂ.100, ભીંડા અને રિંગણા રૂ. 50-60 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યાં સુધી શાકભાજીની આવક વધશે નહીં ત્યાં સુધી ભાવમાં પણ ઘટાડો થશે નહીં.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National Viral News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

  • 22-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us