• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ધોનીના ફેન્સમાં ખુશી! 2026ની IPLમાં રમશે મહેન્દ્રસિંહ ધોની, CSKના CEO કાશી વિશ્વનાથને કરી પુષ્ટિ

ધોનીના ફેન્સમાં ખુશી! 2026ની IPLમાં રમશે મહેન્દ્રસિંહ ધોની, CSKના CEO કાશી વિશ્વનાથને કરી પુષ્ટિ

09:11 PM February 22, 2026 Gujju News Channel Share on WhatsApp

MS Dhoni In IPL 2026 : કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, કદાચ ધોની આગામી સિઝનમાં ભાગ નહીં લે, પરંતુ ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ધોની...



MS Dhoni In IPL 2026 : ભારતીય ક્રિકેટના દિગ્ગજ એમ એસ ધોનીને લઈ સૌથી મોટા અને તેમના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Chennai Super Kings (CSK)ના CEO કાશી વિશ્વનાથને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, ધોની વર્ષ 2026ની Indian Premier League સિઝનમાં રમતા જોવા મળશે. કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, કદાચ ધોની આગામી સિઝનમાં ભાગ નહીં લે, પરંતુ ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ધોની ફરી એકવાર મેદાનમાં ઉતરશે. આ સમાચાર મળતા જ તેમના કરોડો ચાહકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે.


► છેલ્લી સિઝન રહી નિરાશાજનક


નોંધનીય છે કે, ગત IPL સિઝનમાં CSK માટે પરિસ્થિતિ અનુકૂળ રહી નહોતી. શરૂઆતમાં કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડ ટીમને નેતૃત્વ આપી રહ્યા હતા, પરંતુ ઈજાને કારણે તેઓ ટૂર્નામેન્ટની વચ્ચે બહાર થઈ ગયા. ત્યારબાદ ધોનીએ ફરીથી કમાન સંભાળી હતી. છતાં પણ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. 14 મેચમાંથી માત્ર 4 જીત સાથે CSK પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. IPLના ઇતિહાસમાં પ્રથમ વખત ટીમ તળિયે પહોંચતા ચાહકો માટે આ સિઝન નિરાશાજનક સાબિત થઈ હતી.


► ધોની અને CSK એકબીજાના પર્યાય


ધોની અને CSK એકબીજાના પર્યાય બની ગયા છે. 2016 અને 2017માં ટીમ પર પ્રતિબંધને કારણે તેઓ Rising Pune Supergiant માટે રમ્યા હતા, પરંતુ બાકી તમામ સિઝનમાં તેઓ ચેન્નાઈ સાથે જ જોડાયેલા રહ્યા છે. ધોનીએ અત્યાર સુધી IPLમાં 278 મેચ રમીને 5,439 રન બનાવ્યા છે. તેમની શાંત સ્વભાવની કેપ્ટનશીપ અને મેચ ફિનિશ કરવાની કળાએ તેમને લીગના સૌથી સફળ ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - MS Dhoni In IPL 2026

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વિવાદીત કીર્તિ પટેલને લઈને પોલીસ જૂનાગઢ પહોંચી, રાજસ્થાનથી કરી ધરપકડ, 3 ગુના સામે ચાલશે કેસ

  • 22-02-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-02-2026
    • Gujju News Channel
  • ધોનીના ફેન્સમાં ખુશી! 2026ની IPLમાં રમશે મહેન્દ્રસિંહ ધોની, CSKના CEO કાશી વિશ્વનાથને કરી પુષ્ટિ
    • 22-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 22 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 21-02-2026
    • Gujju News Channel
  • ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા
    • 20-02-2026
    • Gujju News Channel
  • Marriage Registration Rules: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે
    • 20-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-02-2026
    • Gujju News Channel
  • ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ
    • 19-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-02-2026
    • Gujju News Channel
  • આ 3 કારણથી શેર બજાર અચાનક થયું ક્રેશ, સેન્સેંક્સ 800 પોઈન્ટ તો નિફટી 365 પોઈન્ટ તૂટ્યો....
    • 19-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us