• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Marriage Registration Rules: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

Marriage Registration Rules: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

09:17 PM February 20, 2026 Gujju News Channel Share on WhatsApp

Marriage Registration Rules In Gujarat : લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે ગુજરાત સરકારે નવા નિયમ જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે વર વધુએ માતાપિતાનું ડિક્લેરેશન આપવાનું રહેશે.



Marriage Registration Certificate Rules In Gujarat : ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર કર્યા છે. હવે લગ્ન નોંધણી માટે વર વધુના માતાપિતાના ડિક્લરેશનની પણ જરૂર પડશે. લગ્ન નોંધણી પ્રમાણપાત્ર માટે અરજી કરનાર યુવક યુવતીના માતાપિતાને આ મામલે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. નિયમોનું સંતોષજનક રીતે પાલન થયા બાદ જ 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે. અહીં લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા અને માન્ય દસ્તાવેજ વિશે સંપૂર્ણ વિગત આપી છે.


Marriage Registration Certificate Rules In Gujarat : કોર્ટ મેરેજ કરવા માટે નવા નિયમો, મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર - લવ મેરેજ સર્ટિફિકેટ મેળવવા ક્યા ડોક્યુમેન્ટ જોઈશે ?


► મેરેજ સર્ટિફિકેટ માટે દસ્તાવેજ - Certificate for Court Marriage


• વર, વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ

• વર અને વધુનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપ્તર

• લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા

• વર, વધુ અને સાક્ષીના બે - બે પાસપોર્ટ ફોટા

• વર- વધુની લગ્ન વિધિનો ફોટો

• મેરેજ સર્ટિફિકેટની અરજી સાથે વર - વધુ એ તેમના માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે તેનું ડિક્લેરેશન


► વર - વધુ એ માતાપિતાના ડિક્લેરેશન માટે આ દસ્તાવેજ રજૂ કરવાના રહેશે


• માતા પિતાના આધાર કાર્ડ

• પિતાનું પુરું નામ

• પિતાના ઘરના સરનામાંની વિગત

• પિતાનો મોબાઇલ નંબર

• માતાનું પુરું નામ

• માતાનો મોબાઇલ નંબર

• માતાના સરનામાંની વિગત


► લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા


લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની અરજી માટે બંને પક્ષકાર વર - વધુ અને બે સાક્ષીઓની સહી સાથે નિર્ધારિત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપેલા ઓળખના પુરાવા જેવા કે - ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

પ્રત્યેક લગ્ન નોંધણીની અરજીની આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો -I (આઈ) મુજબ વિગત અને દસ્તાવેજો સાથે રજૂ કરવાનો રહેશે.

મેરેજ સર્ટિફિકેટ માટે અરજી મળ્યા બાદ આસિસ્ટન્ટ રજસ્ટ્રાર કામકાજના 10 દિવસની અંદર વર - વધુના માતાપિતાને જાણ કરશે. આ જાણકારી ઇલેક્ટ્રોનિક કે રૂબરૂ રીતે આપવામાં આવશે.(સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)

આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી મળ્યા બાદ સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે. સંતોષજનક નિયમ પાલન અને પુરતી ખાતરી થયા બાદ આ રજિસ્ટ્રાર સમક્ષ પેટા નિયમો ( 1 થી 7)માં દર્શાવ્યા મુજબ 30 દિવસ સમાપ્ત થયા બાદ લગ્ન નોંધણી કરવામાં આવશે. 

રજિસ્ટ્રાર આ તમામ વિગતો સરકારના ઓનલાઇન પોર્ટલ ઉપર અપલોડ કરશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યૂમ સહિતની વિગતો અપલોડ કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફોર્મ - 2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપ્તર વ્યક્તિગત કે પોસ્ટ દ્વારા પક્ષકારો સુધી પહોંચડવામાં આવશે.  


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Marriage Registration Certificate Rules In Gujarat : કોર્ટ મેરેજ કરવા માટે નવા નિયમો, મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર - લવ મેરેજ સર્ટિફિકેટ મેળવવા ક્યા ડોક્યુમેન્ટ જોઈશે ?



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા

  • 20-02-2026
  • Gujju News Channel
  • Marriage Registration Rules: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે
    • 20-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-02-2026
    • Gujju News Channel
  • ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ
    • 19-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-02-2026
    • Gujju News Channel
  • આ 3 કારણથી શેર બજાર અચાનક થયું ક્રેશ, સેન્સેંક્સ 800 પોઈન્ટ તો નિફટી 365 પોઈન્ટ તૂટ્યો....
    • 19-02-2026
    • Gujju News Channel
  • Gujarat Budget 2026: ગુજરાત બજેટ 2026ની 10 મહત્વપૂર્ણ ઘોષણા, જાણો સામાન્ય માણસને શું મળ્યું?
    • 18-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-02-2026
    • Gujju News Channel
  • IRCTC Alert: હવે સ્ટેશન જતું રહેશે તેવો ડર ખતમ, ટ્રેનમાં નિંરાતે મુસાફરીનો આનંદ માણો, રેલવે પોતે જ ફોન કરીને તમને જગાડશે!!
    • 17-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us