• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદમાં હાઇપ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં મહિલાઓ સહિત 80થી વધુ લોકો પકડાયા

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં મહિલાઓ સહિત 80થી વધુ લોકો પકડાયા

10:03 AM February 05, 2026 Gujju News Channel Share on WhatsApp

Ahmedabad Sanand Police Raid : સાણંદ નજીક નિર્માણા ગ્રીનમાં એક બંગલોમાં દરોડો પાડતા હાઈપ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે. લગ્નના 25 વર્ષ થયા તેની ઉજવણીના ભાગે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે 20 જેટલી ગાડીઓ કબ્જે કરી છે આ સાથે કરોડોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.



Ahmedabad Sanand Police Raid on HighProfile Liquer Raid : દારૂબંધીવાળા ગુજરાતમાંથી ફરીવાર મસમોટી દારૂની મહેફિલ ઝડપાઇ છે. અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં ગત રાત્રે બાતમીના આધારે પોલીસે ગોરસ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સના એક વિકેન્ડ હોમમાં દરોડો પાડી દારૂ અને હુક્કાની મહેફિલનો ભાંડાફોડ કર્યો હતો. આ કાર્યવાહીમાં અંદાજે 80 જેટલા યુવક અને યુવતીઓની સાણંદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.


► લગ્નની 25મી એનિવર્સરીની પાર્ટીનું હતું આયોજન


મળતી માહિતી મુજબ નિર્વાણા ગ્રીન્સના પ્રાઈવેટ બંગલામાં આદર્શ નામના એક વ્યક્તિની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું. પાર્ટીમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને દારૂ તથા હુક્કાની ખુલ્લેઆમ વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 11 જેટલા ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવી રહ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ પાર્ટીમાં અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ ટીમે સ્થળ પરથી 10 જેટલા હુક્કા, અનેક દારૂની બોટલો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પાર્ટીમાં આવનાર યુવક-યુવતીઓ આશરે 18 જેટલી લક્ઝરી કારમાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.


Gujarat Sanand High profile Liquer and hookah Party where ladies and gents arrested - eye mask party


દરોડા બાદ તમામ 80 લોકોની રાત્રી દરમિયાન જ મેડિકલ તપાસ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, મહિલાઓને વહેલી સવારે મેડિકલ ટેસ્ટ બાદ નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે, જ્યારે પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. કુલ 38 જેટલી યુવતીઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવી છે. પોલીસે આ મામલે તમામ સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાણંદ પોલીસ દ્વારા આ હાઈપ્રોફાઈલ પાર્ટી અંગે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.


► 38 યુવતીઓને જવા દેવાઈ!


સાણંદના નળસરોવર પાસે આવેલા ગ્રીન રિસોર્ટમાં આદર્શ નામના વ્યક્તિની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતાં. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે રાતે અચાનક રેડ પાડતા 80થી વધારે મહિલાઓ અને પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકોને સાણંદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. માહિતી અનુસાર મહિલાઓને સાડા ત્રણ વાગ્યે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગ્યે વહેલી સવારે જ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad Sanand Police Raid on HighProfile Liquer Raid



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us