• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • સામાજિક કુરિવાજો પર પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું?

સામાજિક કુરિવાજો પર પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું?

07:32 PM January 17, 2026 Gujju News Channel Share on WhatsApp

Parshottam Rupala: હાલમાં રાજ્યમાં વધી રહેલા પ્રેમ લગ્ન કે ભાગી થતાં લગ્ન અંગે સાંસદ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મુદ્દો સંવેદનશીલ હોવાની વાત કરી સાથે જ કહ્યું કે આ વિશેષ ચર્ચા માગે તેવો વિષય છે, આ અંગે વહેલી તકે નિયમો બને તે જરૂરી છે.



MP (Minister Of Parlament) Parshottam Rupala Statement on Love Marriages : વર્તમાનમાં ગુજરાતભરમાં પ્રેમ લગ્ન કે ભાગીને થતાં લગ્ન વિશે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે દરેક સમાજના આગેવાનો આના પર એક પછી એક નિવેદન આપી રહ્યા છે અને સમાજમાં ચાલી રહેલા કુરિવાજો વિશે પોતાના મંતવ્યો આપી રહ્યા છે. એવામાં હવે પાટીદાર સમાજના આગેવાન એવા સાંસદ પરશોત્તમ રૂપાલાએ પણ સમાજમાં વધી રહેલા પ્રેમ લગ્નો કે ભાગી થતાં લગ્નો વિશે નિવેદન આપ્યું છે.


► ભાગેડુ લગ્ન વિષય પર રૂપાલાનું મોટું નિવેદન


સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ પરશોત્તમ રૂપાલાએ આ અંગે ખૂલીને વાત કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેમણે પ્રેમ લગ્ન અને ભાગેડુ લગ્ન જેવા વિષય પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાગીને થતા લગ્ન અને પ્રેમ લગ્ન ખૂબ સંવેદનશીલ મુદ્દો હોવાનું કહ્યું. સાથે જ તેમણે ભાગેડુ લગ્નની સમાજ જીવન પર વિપરીત અસર થતી હોવાની વાત પણ કરી. પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાનો વિષય વિશેષ ચર્ચા માગી લે તેવો છે, એવું પણ તેમણે કહ્યું. સાથે જ તેમણે આ અંગે સરકારનું સમર્થન કરતાં કહ્યું કે સરકારને મારું સમર્થન છે અને વહેલી તકે આ મુદ્દે કોઈ નિયમો બને અને અમલી થાય તે આવશ્યક છે.


► જાણો સાંસદ પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું ?


ભાગીને થતાં લગ્ન અંગે સાંસદ પરશોતમ રૂપાલાએ કહ્યું, "આ મુદ્દો ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. સમાજ જીવન પર તેની ઘણી વિપરીત અસરો પણ જોવા મળે છે. પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા અને એને પ્રેમ લગ્નનું સ્વરૂપ આપવું એ વિષય વિશેષ ચર્ચા માગી લે તેવો વિષય છે. સરકાર જે દિશામાં વિચારી રહી છે એને મારું સમર્થન છે. જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં નિયમોનું અસ્તિત્વ આવે અને રેગ્યુલર થાય તે આવશ્યક છે. આ પ્રેમ લગ્ન અને ભાગી જેવાનું છે એને તો કોઈ સામાજિક મર્યાદા હોય એવું હું માનતો નથી." નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં પ્રેમ લગ્ન અને ભાગીને કરાતા લગ્ન અને દરેક સમાજમાં ભારે ચર્ચાઓ ઉઠી અને ઘણા વિવાદ થયા છે. ત્યારે આ અંગે દરેક સમાજના આગેવાનો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Parshottam Rupala Statement on Love Marriages 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us