• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ઉત્તરાયણે લીધો 5 જિંદગીનો ભોગ, કોઈનું ગળું કપાવાથી તો કોઈનું પતંગ પકડવા જતા મોત

ગુજરાતમાં ઉત્તરાયણે લીધો 5 જિંદગીનો ભોગ, કોઈનું ગળું કપાવાથી તો કોઈનું પતંગ પકડવા જતા મોત

09:30 PM January 14, 2026 Gujju News Channel Share on WhatsApp

આજે ગુજરાતમાં ઉત્તરાયણ પર દોરી પતંગના કારણે 5 લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈનું ગળા પર દોરી વાગવાથી તો કોઈનું પતંગ પડકવા જતા મોત થયું હતું.



આજે ઉત્તરાયણ પર્વ પર અમુક જગ્યાએથી દુખદ સમાચારો આવ્યા હતા. જેમાં પતંગના કારણે એક બાળક સહિત 5 લોકોએ જિંદગી ગુમાવી છે. આ તહેવારની વચ્ચે તેમના પરિવારમાં દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં 3 જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના દોરીથી ગળા કપાતા મોત થયા છે. તો પતંગ પકડવા જતા 1 બાળક સહિત 2ના મોત થયા છે.  


► અરવલ્લીના બાયડ પાસે 1 યુવકનું ગળું કાપતાં મોત


અરવલ્લીના બાયડ પાસે 1 યુવકનું ગળું કાપતાં મોત થયું હતું. આ જીવ ચાઈનીઝ દોરીએ લીધો હતો. આ સાથે ભરૂચના જંબુસરમાં બાઈક-સવાર યુવકનું ગળું કપાતાં મોત થયું હતું. વડોદરામાં પતંગ પકડવા જતા એક 10 વર્ષના બાળક અને 1 યુવક મળી 2ના મોત થયા છે.


► જંબુસરના પીલુદરા ગામે એક યુવકનું કરુણ મોત


જંબુસરના પીલુદરા ગામે એક યુવકનું કરુણ મોત થયું હતું. આ મોત દોરી વાગવાથી થયું હતું. આ ઘટના બપોરે આશરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં મૃતક યુવકની ઓળખ રાહુલ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. રાહુલ નામનો યુવક જ્યારે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે તેના ગળામાં પતંગની દોરી વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરીને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.


► પતંગ પકડવા જતા વડોદરામાં 2ના મોત


વડોદરામાં 2ના દુ:ખદ મોત થયા છે. આ બંનેની બોડીને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાઈ હતી. જેમાં વાઘોડિયા રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે એક બનાવ બન્યો હતો. અહીંયા 33 વર્ષીય શંકર રાઠવા નામનો વ્યક્તિ ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે તેમનો પતંગ વીજ લાઈનમાં ફસાયો હતો. આ પતંગની દોરી પકડવાનો ટ્રાય કરવા જતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો અચાનક નીચે પટકાયા હતા. પછી તેમને સયાજી સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતુ.


► તંત્રની કામગીરી પર સવાલ


સરકાર અને વહીવટી તંત્રએ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં માર્કેટમાં આ દોરીનું વેચાણ ચાલી રહ્યું છે. આથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં સવાલ થઈ રહ્યો છે કે, વહીવટી તંત્રએ આ અંગે કડક ચેકિંગ કર્યું હોત તો લોકોના જીવ બચી શક્યા હોત. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ

  • 08-05-2026
  • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel
  • રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી
    • 07-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-05-2026
    • Gujju News Channel
  • ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના
    • 06-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us