• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • પ્રવાસી શિક્ષકોના ભરોસે ભાવી ! કચ્છ જિલ્લાની સરકારી શાળામાં 1692 શિક્ષકોની ઘટ...

પ્રવાસી શિક્ષકોના ભરોસે ભાવી ! કચ્છ જિલ્લાની સરકારી શાળામાં 1692 શિક્ષકોની ઘટ...

11:35 AM July 07, 2023 admin Share on WhatsApp



ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટા અને સરહદી જિલ્લા કચ્છમાં શિક્ષણની કમર ભાગી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. અહીં દરેક સરકારી વિભાગમાં કર્મચારીઓની ઘટ જોવા મળતી હોય છે, પરંતુ કચ્છના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ(Teacher Shortage) સૌથી ગંભીર બાબત બની ગઈ છે. હાલમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં ફરી આ જિલ્લામાં બે હજારથી વધારે શિક્ષકોની ઘટ છે. તેમાં તો ખાસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરાયેલ જગ્યાઓ કરતા ખાલી જગ્યાઓ વધારે પડી છે.

► 300 શિક્ષકોની બદલી(Transfer)ની સંભાવના

કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 9462 શિક્ષકોના મહેકમની મંજૂરી છે જેની સામે જિલ્લામાં 1692 શિક્ષકોની ઘટ સાથે હાલ માત્ર 7810 શિક્ષકો ફરજ બજાવે છે. કચ્છની અનેક પ્રાથમિક શાળાઓ ફક્ત એક એક શિક્ષક પર નિર્ભર છે જ્યારે કે 10 શાળાઓમાં તો એક પણ શિક્ષક નથી. તેમાં પણ ટૂંક સમયમાં શિક્ષકોની જિલ્લા બદલીનો કેમ્પ આવતા 300 જેટલા શિક્ષકો કચ્છમાંથી બદલી લેશે તેવું અનુમાન છે. બીજી તરફ કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં 630 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે જેમાં 236 શિક્ષકોની ઘટ છે. તો હાલમાં કચ્છની માધ્યમિક શાળાઓમાં ફક્ત 394 શિક્ષકો જ ફરજ બજાવે છે. તેમાં પણ હાલના જિલ્લા બદલીના કેમ્પમાં 98 શિક્ષકોની અરજી કરતા 30 લોકોની બદલી કરવામાં આવતા શિક્ષકોની ઘટનો આંકડો વધીને 266 પહોંચ્યો છે.

shortage of teacher in gujarat

► પ્રવાસી શિક્ષકોના ભરોસે વિદ્યાર્થીનું ભાવી

ત્યારે જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિસ્થિતિ તો વધુ ગંભીર છે. સામાન્ય પ્રવાહમાં 326ના મહેકમ સામે માત્ર લગભગ 55 ટકા શિક્ષકોની ઘટ સાથે હાલ માત્ર 148 શિક્ષકો હાજર છે. તો વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 53 શિક્ષકોનું મહેકમ છે અને તેમાં પણ ફક્ત 23 શિક્ષકો હજાર હોતાં લગભગ 57 ટકા જેટલી ઘટ છે. આટલી ઓછી સંખ્યામાં શિક્ષકો હોવા છતાંય હાલમાં જ 15 શિક્ષકોની બદલી જિલ્લા બહાર કરવામાં આવી છે. જિલ્લાભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ હજારો શિક્ષકોની ઘટ હોતાં હવે ફરી કચ્છનું શિક્ષણ તંત્ર પ્રવાસી શિક્ષકો પર નિર્ભર બનશે. રાજ્ય સરકાર દ્વારા નવી ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોના આશરે જ કચ્છના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.


આ પણ વાંચો : SBI Asha Scholarship 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, અત્યારે જ કરો અરજી...


કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે, "હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ટાટ પરીક્ષા લેવામાં આવી હતી જેના આધારે ભરતી પણ કરવામાં આવશે. જ્યાં સુધી તે ભરતી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારની યોજના મુજબ પ્રવાસી શિક્ષકોને નિમણુંક કરી અભ્યાસ ચાલુ રાખવામાં આવશે. અને પ્રવાસી શિક્ષકોના આધાારે વિદ્યાર્થીનો અભ્યાસ થશે."

પરંતુ અહીં સવાલ એ છે કે, 2017થી ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે અત્યાર સુધી કોઈ ભરતી પ્રક્રિયા થઈ નથી. અને તેવા ઉમેદવારો ખાનગી શાળાઓમાં નોકરી કરવા માટે મજબૂર બન્યા છે. જો રાજ્ય શિક્ષણ વિભાગે આ ભરતી કરી હોત તો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ન થયું હોત. પરંતુ હવે જાગ્યા ત્યારથી સવાર, ઝડપથી શિક્ષણ વિભાગ નવા શિક્ષકોની ભરતી કરે અને બાળકોને શ્રેષ્ઠ અને કાયમી શિક્ષકો મળે તેવા પગલા લે તે જરૂરી બન્યું છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - સૌરાષ્ટ્ર કચ્છ સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

  • 06-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
    • 04-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-05-2026
    • Gujju News Channel
  • Rajasthan Royals Ownership: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર
    • 03-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-05-2026
    • Gujju News Channel
  • T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
    • 02-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us