• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતના આ ગામમાં ક્યારેય કોઈ ઘરમાં નથી સળગતો ચૂલો, આખુ ગામ કેમ સાથે જમે છે...

ગુજરાતના આ ગામમાં ક્યારેય કોઈ ઘરમાં નથી સળગતો ચૂલો, આખુ ગામ કેમ સાથે જમે છે...

01:47 PM July 06, 2023 admin Share on WhatsApp



સમયની સાથે હવે પરિવાર પણ ન્યુક્લિઅર થવા માંડ્યા છે. સામુહિક કુંટુંબમાંથી હવે લોકો એકલા રહેવા માંડ્યા છે. અને ધીરેધીરે સંબંધોની પરિભાષા પણ બદલાઈ ગઈ છે. પહેલાં એક જ ઘરમાં એક જ કુંટુંબમાં વધારે લોકો એક સાથે જમવા બેસતા હતા. આજે આ પ્રથા જ ધીરે ધીરે દૂર થઈ રહી છે. હવે વહુ આવે કે તુરંત એને અલગ ફ્લેટ લેવાની અલગ રહેવાની વાત મનમાં આવતી હોય છે. આવી સ્થિતિમાં આખું ઘર એક સાથે જમવાની વાત વિચારે પણ ક્યાંથી. જોકે, આવી બધી વિપરિત પરિસ્થિતિમાં પણ ગુજરાતના એક અનોખા ગામે કરોડો લોકોને પ્રેરણા પુરી પાડવાનું કામ કર્યું છે. 

અહીં વાત થઈ રહી છે રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલાં ચાંદણકી ગામની. ચાંદણકી ગામે અનોખું દ્રશ્ય જોવા મળે છે. કારણકે, આજના કોસ્મોપોલિટન કલ્ચરમાં એક તરફ પોતાના ઘરમાં જ બે ભાઈઓ સંપીને રહી નથી શકતા. એક સાથે જમવા બેસવાની તો વાત જ ક્યાંથી આવે. એક સાથે બેસીને જમવું એ પણ એક લાહવો છે. સામાન્ય રીતે સામૂહિક ભોજન કોઈ પ્રસંગમાં હોય છે. પણ અહીં તો સવાર સાંજ એક ગામના તમામ લોકો એક બીજાને મળીને એક જ સ્થળ પર એક સાથે બેસીને ભોજનનો લાભ લેતા હોય છે.

chandkani village in gujarat

► કઈ રીતે એક સાથે રોજ આખું ગામ કરે છે ભોજન?
મહેસાણાના જિલ્લામાં આવેલું ચાંદણકી ગામ ખરેખર એક અનોખું ઉદાહરણ પુરુ પાડે છે. અહીં બપોરે અને સાંજ બે ટાઈમ ગામના તમામ લોકો સાથે બેસીને સામુહિક ભોજન કરે છે.  સામૂહિક ભોજન માટે પહેલાંથી જ સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. ગામની દરેક વ્યક્તિએ નક્કી કરાયેલાં સમયનું ધ્યાન રાખવાનું હોય છે. નક્કી કરાયેલાં સમય મુજબ બધા લોકો એકજૂથ થઈને ભોજન લે છે.

► બહુચરાજી નજીકના ચાંદણકી ગામમાં શું છે ખાસ?
ચાંદણકી ગામમાં કુલ 150 કરતાં વધુ પરિવારો વસવાટ કરે છે. એક અંદાજ મુજબ ચાંદણકી ગામની કુલ વસ્તી 11000 જેટલી કરે છે. ધંધા રોજગારને કારણે ગામના મોટાભાગના યુવાઓ બહાર રહે છે. તેથી તેમના માતા-પિતા એક મેકને મળીને ભોજન કરતા હોય છે. રોજગાર ધંધાને કારણે ઘરના મોટાભાગના સભ્યો તો બહાર રહી રહ્યાં છે. ગામમાં હાલ અંદાજે 100 જેટલાં જ વડીલો રહે છે. જે ખેતીના આધારે પોતાનું ગુજરાન ચલાવે છે. આવા સમયે જમવાની કોઈ તકલીફ ન પડે અને આખુ ગામ એક સાથે મળી જમે તે માટે સામૂહિક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

► જમવાનો સમય અને નિયમોઃ
ગામના દરેક લોકો બપોર અને સાંજ એમ બન્ને ટાઈમનું ભોજન એક સાથે લે છે. અને જો ગામમાં કોઈ મહેમાન આવે તો પણ તેનું જમાવાનું ગામના જ રસોડામાં થાય છે. આ ભોજનમાં સૌ પ્રથમ મહિલાઓ ભોજન લે છે અને બાદમાં પુરુષો જમે છે.

► સામૂહિક ભોજનાલય-
બહુચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી એક એવું ગામ છેકે, જ્યાં ગામ વચ્ચે એક સામૂહિક ભોજનાલય તૈયાર કરાયું છે. વાર તહેવારો આ ગામમાં બહાર ગામથી લોકો આવતા હોય છે. જોકે, તેમણે પણ ઘરના બદલે આ સામૂહિક ભોજનાલયમાં એક સાથે જમવું પડે છે. ગામના કોઈ પણ ઘરમાં ચૂલો સળગતો નથી. જોકે ગામના દરેક લોકો ને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન મળે તે માટે ગામના સરપંચ અને યુવાનો એ એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધા પૂરી પાડે છે. ગામના પાદરમાં જ એક આધુનિક ભોજનલય તૈયાર કર્યું છે જેમાં તમામ પ્રકાર ની સુવિધા પૂરી કરવામાં આવી છે. છેલ્લા 12-13 વર્ષ થી આજ રીતે ચાંદણકી ગામ લોકો રોજ સામૂહિક ભોજન લઈ રહ્યા છે. જોકે બદલતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહયા છે ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામોને, શહેરોને, ખાસ કરીને સંયુક્ત કુંટુંબમાં રહેતા લોકોને ખુબ સારી પ્રેરણા આપી રહ્યું છે. આ ગામ ખરેખર સંયુક્ત કુટુંબમાં રહેવા લોકોને પ્રેરિત કરે છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us