• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • આબુ-સાપુતારાને ભૂલવાડે તેવી જગ્યા! ચોમાસામાં ખીલી ઊઠે છે અદ્દભૂત નજારો,જાણો કેવી રીતે પહોંચશો..?

આબુ-સાપુતારાને ભૂલવાડે તેવી જગ્યા! ચોમાસામાં ખીલી ઊઠે છે અદ્દભૂત નજારો,જાણો કેવી રીતે પહોંચશો..?

01:30 PM July 06, 2023 admin Share on WhatsApp



ચોમાસાની સીઝનમાં જ્યારે પણ ગુજરાતીઓની ફરવા જવાની વાત આવે ત્યારે પર્યટકોને સૌથી પહેલાં આબુ-સાપુતારા જેવા હિલ સ્ટેશનની યાદ આવે છે. આ બંને હિલ સ્ટેશન સિવાય ગુજરાતમાં અનેક એવા સ્થળો છે જે ચોમાસામાં ભરપૂર ખીલી ઉઠે છે. અને ત્યાંનો નજારો આબુ અને સાપુતારાને પણ ઝાંખો પાડે તેવો છે.ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બંને હિલ સ્ટેશનોને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લાની બોર્ડર પર આવેલું છે. જેનું નામ છે 'ડોન'.

► ક્યાં આવેલું છે આ હિલ સ્ટેશન?

આહવાથી ડોનગામ માટે 38 કિલોમીટર દૂર છે, જે સાપુતારાથી 17 મીટર ઊંચું અને 10 ગણો વધારે વિસ્તાર ધરાવતું છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણા બધું જ ધરાવે છે. એટલે જ પ્રકૃતિની મોજ માણવા માટે ડોન હિલ સ્ટેશન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ડોનની ઊંચાઈ 1000 મીટર છે. સાથે જ ડોન હિલ સ્ટેશનને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.

don hill station

► હનુમાનજી સાથે ગાઢ સંબંધ

અહી અંજની પર્વત અને કુંડ પણ આવેલો છે, જેને હનુમાનજીનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. અહી માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, જેને કારણે અહી એક શિવલિંગ પણ છે. માત્ર એટલું જ નહીં અહી ભગવાન રામ અને માતા સીતાનાં પગલાં અને ડુંગરનાં નીચલા ભાગ પર પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહી અદ્ભુત પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે છે. ઝરણાં પર્વત પરથી વહીને નીચે 'સ્વયંભૂ શિવલિંગ' રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ શિવમંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.

► ટ્રેકિંગ માટેનું ઉત્તમ સ્થળ

1000 મીટરની ઊંચાઇએ આવેલ આ જગ્યા સાપુતારા કરતાં 100 મીટર વધારે ઊંચાઇ ધરાવે છે. એમાંય પર્વતના ઢોળાવ અને ખડકોનો આકાર એવો છે કે ટ્રેકિંગ માટે ઉત્તમ રહે છે. એટલે જ જો તમને ટ્રેકિંગમાં રસ હોય તો એક વખત ડોન જરૂર જવા જેવું છે. હિલ સ્ટેશન તરીકે વિકાસ થઇ રહ્યો હોવાથી અહીં પેરાગ્લાઇડિંગ પેરા રોઇલિંગ ઝોર્બિંગ એટલે કે પારદર્શક ગોળામાં ગબડવાની મજા ઝિપલાઇનિંગ એટલે કે ઊંચા દોરડા પર સરકવાનો રોમાંચ કંઇક અનોખો જ હોય છે. પર્વતાળ વિસ્તારમાં રોમાંચક એક્ટિવિટી માટે અહીં સગવડ મળી રહે છે.

don hill station

► ડાંગી નૃત્યોની જમાવટ

અહીં આદિવાસીઓના ઉત્સવ પ્રસંગે વિવિધ ડાંગી નૃત્યોની રમઝટ જામે છે. અહીં વિવિધ પ્રકારનાં ભોજન આપતી રેસ્ટોરાંની સગવડ થઇ ગઇ છે. છતાં ચેન્જ ખાતર ચાહો તો અહીંના આદિવાસી લોકોનું વિશિષ્ટ ભોજન નાગલીનો રોટલો અને વાંસના શાકની મઝા પણ માણી શકાય છે. અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે.

► ડોન નામ 'દ્રોણ' પરથી પડ્યું

ગામના લોકો કહે છે કે એમણે તેમના વડીલો પાસેથી સાંભળ્યું હતું કે અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરૂ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઇને 'ડોન' તરીકે ઓળખાવા લાગી છે.

► આદિવાસી સંસ્કૃતિની ઝાંકી

ડાંગ મુખત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહી આદિવાસી સમુદાયની વસ્તી વધારે છે એટલે કે તેમની રહેણીકહેણી, તેમના ઘર, તેમનું ભોજન જોઇને તમે કંઈક નવું જાણી શકો છો. અહીં આદિવાસી સમુદાયના 1700 લોકો વસવાટ કરે છે. તેઓ એકબીજાની સાથે ડાંગ ભાષામાં વાત કરે છે જે કુકણાં બોલી તરીકે પણ ઓળખાય છે. મહુડો ખાખરા સાગ શાલ શીસમ ટીમરૂ વાંસ અને કરંજ જેવા વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - best place to visit in Gujarat

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us