
મહેસુલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, 2389 જગ્યાઓ પર કરાશે ભરતી
મહેસૂલી તલાટીની પરીક્ષાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
મહેસૂલી તલાટીની પરીક્ષાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. મહેસૂલી તલાટીની પરીક્ષા 14 સપ્ટેમ્બરે લેવામાં આવશે. તલાટીની 2389 જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાશે.
મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ 26000 રૂપિયા પ્રતિ માસ મળશે ત્યાર બાદ સંતોષકારક કામકીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગારપંચના ધારાધોરણ પ્રમાણે નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.
ગુજરાત સરકારે નવી કેડર રેવન્યુ તલાટી નામે બનાવી છે. મહેસૂલી તલાટી અને ગ્રામ પંચાયત મંત્રી હવે બંને અલગ અલગ સ્થાન છે. તલાટી-કમ-મંત્રી હવે પંચાયત મંત્રી તરીકે ઓળખાશે. પંચાયત મંત્રી પંચાયત હેઠળ છે અને મહેસૂલ તલાટી મહેસૂલ વિભાગ હેઠળ છે. રેવન્યુ તલાટી મામલતદાર કચેરીના કર્મચારી છે, જેની નિમણૂક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાતના નવા જોબ ચાર્ટ મુજબ, હાલ મહેસૂલી તલાટીઓ પાસેથી કારકૂન તરીકેની કામગીરી લેવામાં આવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Revenue Talati Exam date 2025 - gsssb exam date 2025