
Ambalal Patel forecast : ગુજરાતમાં સચોટ ભવિષ્યવાણી કરનાર અંબાલાલ પટેલે એક આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે માછીમારો અને દરિયા ખેડૂઓને દરિયામાં ન જવા અને સાવધ રહેવાની સલાહ આપી છે. તોફાની પવનો અને ઊંચા મોજાંના કારણે દરિયામાં જવું જોખમી સાબિત થઈ શકે છે. આ સિસ્ટમ મુંબઈને પ્રભાવિત કર્યા બાદ આગળ વધશે, જેના કારણે તેના પ્રભાવ હેઠળ મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગોમાં આજે વરસાદ થવાની શક્યતા પણ છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. 23થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે. દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી આવી ગઈ છે. તેમના મુજબ, આજથી 26 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તારીખ 23 થી 26માં ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, પૂર્વ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહે છે. તો તારીખ 26 થી 28 માં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો કોઈ કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે. 28 તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
આ સાથે જ અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને પણ ચેતવ્યા છે. તેમણે કહ્યું કે, આ વખતે જે વરસાદ થયો છે તે મઘા નક્ષત્રમાં પડ્યો છે જે ખેતી માટે સારો ગણાય છે. મઘા નક્ષત્રમાં વરસાદ ખેડૂત માટે શરૂ ગણાય. મઘા નક્ષત્રના કારણે કૃષિ પાકો નો ઉગાવો સારું થતો હોય છે. ઉભા કૃષિ પાકોમાં ઈયળનો ભારે ઉપદ્રવ મળ્યા છે. ખેડૂત ભાઈઓને સારો પાક હોવા છતાં પાકને મોટું નુકસાન જવાની બીક રહે છે. તેમણે કહ્યું કે, હાલ મોન્સૂન સિસ્ટમ ઉપર નીચે થઈ રહી છે. સેપ્ટેમ્બર માસમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીના આસપાસના દિવસો દરમિયાન પણ વરસાદ વરસી શકે છે. દાંતાના ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, હાલમાં મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલમાં 2 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા છે. જે વરસાદી સિસ્ટમ બની હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે જેની ગુજરાત પર અસર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે અતિભારે વરસાદની શકયતા ઓછી છે. પરંતુ 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. બીજી તરફ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, રાજ્યનાં દરિયાકાંઠે સિગ્નલ નં-3 લગાવવામાં આવ્યું છે. ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસશે. ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે. જો કે, હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rain Forecast News In Gujarati - ગુજરાતી સમાચાર - Gujarat Rain Data - Gujarat Rain Weather Forecast Update -