
Online Gaming Bill 2025 : સત્રના છેલ્લા દિવસે 'ઓનલાઈન ગેમ્સ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025' ચર્ચા વિના ધ્વનિ મત દ્વારા પસાર થઈ ગયું.
Online Gaming Bill 2025 : ઓનલાઈન ગેમિંગ બિલ કાયદો બનવાથી એક ડગલું દૂર છે. આ બિલ રાજ્યસભામાં ભારે બહુમતીથી પસાર થયું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ તે કાયદો બની જશે. આ બિલ હેઠળ તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જોકે, ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ બિલનો ઉદ્દેશ્ય સારા પાસાઓનો પ્રચાર અને પ્રોત્સાહન આપવાનો છે. તેનો ઉદ્દેશ્ય ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT) જેવી સંસ્થાઓ દ્વારા ભારતને રમતગમત વિકાસનું કેન્દ્ર બનાવવાનો છે, જ્યાં ગેમિંગને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે.
ઓનલાઈન ગેમિંગ બિલ તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે. આ ઉપરાંત, ઓનલાઈન મની ગેમ્સની જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓને આવી પ્રવૃત્તિઓ માટે પૈસા ચૂકવવા અથવા ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર ૩ વર્ષની જેલ અને/અથવા ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
સરકારને કહ્યું કે પૈસાના વ્યવહારો ધરાવતી ઓનલાઈન રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદામાં જણાવાયું છે કે જે રમતોમાં પૈસા અથવા અન્ય ઇનામ જીતવાની આશામાં પૈસા જમા કરવામાં આવે છે, આવી બધી રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ડ્રીમ11, મોબાઇલ પ્રીમિયર લીગ (MPL), હોવઝેટ, SG11 ફેન્ટસી, વિન્ઝો અને પોકરબાઝી જેવી પ્રખ્યાત રમતો આ કાયદાથી પ્રભાવિત થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Online Gaming Bill 2025 : ઓનલાઈન ગેમિંગ બિલનો કાયદો