
શું સ્વરા ભાસ્કર બાયસેક્સ્યુઅલ છે ? : પતિની હાજરીમાં કહ્યું, મને ડિમ્પલ યાદવ પર જબરો ક્રશ છે...
સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યૂમાં એક રાજકારણીને પોતાનો ક્રશ કહી અને સેક્સ્યુઅલિટી અંગે નિવેદન આપ્યું છે. જેને લઈ ભારે ટ્રોલ થઈ. જાણો શું છે ઘટના?
સ્વરા ભાસ્કર અવારનવાર પોતાના નિવેદનોને કારણે ભારે ચર્ચામાં રહે છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયામાં પોતાના મંતવ્યો રજૂ કરે છે. જોકે ઘણી વાર તેમના જ બોલેલા શબ્દોને કારણે તેઓ વિવાદમાં ફસાઈ જાય છે. આ વખતે પણ એવું જ બન્યું છે. ફરી એકવાર તેઓ ઇન્ટરનેટ પર લોકોની ટ્રોલિંગનો ભોગ બની રહ્યા છે. આ વખતે તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અંગે વાત કરી છે.જાણો શું કહ્યું સ્વરા ભાસ્કરએ?
સ્વરાનું સેક્સ્યુઅલિટી અને ઓળખ સંબંધિત એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, પણ લોકોને આ વાત બિલકુલ પસંદ આવી નથી. જેના કારણે તે ભારે વિવાદનો વિષય બન્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સ્વરા ભાસ્કરએ કહ્યું કે, “જો લોકોને પોતાની મરજી મુજબ જીવવા દેવામાં આવે તો બધા જ Bisexual હોય, પરંતુ છોકરા-છોકરીના સંબંધને એક વિચાર તરીકે આપણા પર હજારો વર્ષોથી લાદવામાં આવ્યો છે.” આટલું જ નહીં, સ્વરાએ આગળ કહ્યું, “કારણ કે માનવજાતનો વંશ માત્ર એ રીતે આગળ વધી શકે છે, એટલે તેને સામાન્ય નિયમ બનાવી દેવામાં આવ્યો.” જ્યારે સ્વરાએ આ નિવેદન આપ્યું ત્યારે તેમના પતિ ફહાદ અહમદ પણ તેમની સાથે હાજર હતા.
આ ઇન્ટરવ્યુમાં જ્યારે સ્વરાને તેમના ક્રશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનું નામ લીધું. પોતાના ક્રશનો ખુલાસો કર્યા પછી સ્વરાએ કહ્યું કે તેમના આ નિવેદન બાદ ચોક્કસ તેમના પતિનું રાજકીય કરિયર યુપીમાં અસરગ્રસ્ત થઈ શકે છે.
સ્વરા ભાસ્કરનું આ નિવેદન લોકોને બિલકુલ પસંદ આવ્યું નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કેટલાક લોકોએ તેમનો મજાક ઉડાવ્યો છે તો કેટલાકે તેમને કડક શબ્દોમાં ખરી ખોટી સંભળાવી છે. એક યુઝરે લખ્યું “આ લોકોનું સંપૂર્ણ બ્રેઇનવોશ થઈ ગયું છે. એમને લાગે છે કે પુરુષો જ હેટેરોસેક્સ્યુઅલ હોઈ શકે, પરંતુ સ્ત્રીઓને એ હક નથી. આ નાસમજ થઈ ગઈ છે.” બીજા એક યુઝરે લખ્યું – “આખરે આ આવું કહી જ કેમ રહી છે? અમે તો Bisexual નથી. મને તો નથી લાગતું કે હેટેરોસેક્સ્યુઅલ સંબંધ માત્ર જનરેશન વધારવા માટે જ હોય છે. શું કહી રહી છે?”
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Swara Bhaskar on Bisexuality and Crush On Dimple Yadav
We all are bisexuals !!!
— Mohit Gulati (@desimojito) August 18, 2025
Yeh kaunse nashe hai bhai, matlab kuch bhi 🤷🏻♂️😂🤣🤣🤣 pic.twitter.com/eAgl5AD90w