
આગાહી અનુસાર 18થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે
હવામાન ખાતાએ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આગાહી અનુસાર 18થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. ભારે વરસાદની સંભાવનાને જોતા દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
હવામાન વિભાગે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. અને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમં સિઝનના કુલ વરસાદના 65 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 70.11 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 67.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.89 ટકા, કચ્છમાં 65.46 ટકા અને સૌરાષ્ટ્રમાં 58.32 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 207 જળાશયો સરેરાશ 72.13 ટકા પાણીનો જથ્થો છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 74.94 ટકા પાણી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.36 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.94 ટકા, કચ્છના 20 ડેમમાં 54.52 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.61 ટકા પાણીનો જથ્થો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Monsoon Over 67 Percent Rainfall in State Check Zone Wise Data - gujarat rain forecast - gujarat varsad agahi