
રાજ્યના તમામ ઝોનમાં 60 ટકાથી વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 71.12 ટકા, ઉત્તર ગુજરાતમાં 69.23 ટકા, પૂર્વ મધ્યમાં 68.70 ટકા, કચ્છમાં 67.59 ટકા અને સૌરાષ્ટ્રમાં 62.24 ટકા વરસાદ વરસ્યો છે.
Gujarat Monsoon Over 67 Percent Rainfall in State Check Zone Wise Data : ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે સિઝનનો સરેરાશ વરસાદ 67.77 ટકા થયો છે. રાજ્યના તમામ ઝોનમાં 60 ટકાથી વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 71.12 ટકા, ઉત્તર ગુજરાતમાં 69.23 ટકા, પૂર્વ મધ્યમાં 68.70 ટકા, કચ્છમાં 67.59 ટકા અને સૌરાષ્ટ્રમાં 62.24 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમ 75.72 ટકા ભરાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 71.45 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 32 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 73 ડેમ 70 થી 100 ટકા, 38 ડેમ 50થી 70 ટકા, 36 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 27 ડેમમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે. રાજ્યમાં હાલ 57 ડેમ હાઈએલર્ટ પર છે, જ્યારે 26 ડેમ એલર્ટ અને 22 ડેમ વોર્નિંગ પર છે.
ગુજરાતમાં 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 18થી 20 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ તારીખનું ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ ભારે વરસાદ થવાના મુખ્ય કારણોમાં ચાર હવામાન સિસ્ટમ છે, જે હાલમાં ગુજરાત પર સક્રિય છે. આ સિસ્ટમ્સને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વધુમાં, આગામી દિવસોમાં પાંચમી સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના છે, જેના પરિણામે વરસાદનું જોર હજી વધી શકે છે. આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના હોવાથી, લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Monsoon Over 67 Percent Rainfall in State Check Zone Wise Data