
આગામી 14 અને 15 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. કોઈ-કોઈ ભાગમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.
Ambalal Patel Agahi : ઓગસ્ટ મહિનો શરૂ થયો તે સાથે જ મેઘરાજા વેકેશન મૂડમાં જતા રહ્યા હોય, તેમ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. જેના પરિણામે છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાનનો પારો ઉંચકાતા ઉનાળામાં પડે તેવી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપડા જરૂર પડી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં લોકો હજુ પણ સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 14 અને 15 ઓગસ્ટના બે દિવસ દરમિયાન પંચમહાલ, વડોદરા, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જામશે. આ દરમિયાન કોઈ-કોઈ ભાગમાં 1 ઈંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ સિવાય બંગાળના સાગરમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધી રહી છે. જેના કારણે આગામી 17 થી 20 ઓગસ્ટ દરમિયાન ફરીથી ગુજરાતમાં મુશળધાર વરસાદનો તોફાની રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ઈંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 15 ઓગસ્ટ સુધી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની શક્યતાને જોતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, અમદાવાદ મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતના ભરુચ, નર્મદા, સુરત ,નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ambalal Patel Agahi On Gujarat Region - Latest Gujarat Weather Forecast - અંબાલાલ પટેલ વરસાદની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી