
ભૂવો અને પીડિત મહિલા બસમાં સાથે આવી રહ્યા હતા, ત્યારે કાળા જાદુ કરીને મહિલાને પોતાના વશમાં કરી ભૂવાએ એકથી વધુ વખત શરીર સબંધ બાંધ્યા
21મી સદીમાં પણ ભારતમાં કેટલાક લોકો અંધવિશ્વાસમાં ડૂબેલા જોવા મળશે. અંધવિશ્વાસના નામે મહિલાઓ પર અત્યાચાર, બાળકોની બલિ જેવી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ઘણી વખત તાંત્રિક વિધિના બહાને મહિલાઓ પર દુષ્કર્મના બનાવો પણ બને છે. એવામાં આવો જ વધુ એક બનાવ સુરતથી સામે આવ્યો છે. જેમાં ભાવનગરથી સુરત આવતી લક્ઝરી બસમાં ભૂવાએ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી પરિણીતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામમાં રહેતા ભૂવા ગંગારામ લશ્કરીના સંપર્કમાં આવી હતી. પીડિત મહિલાને પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી તે ભૂવાને મળવા ભાવનગર ગઈ હતી.
જ્યાં પિતૃદોષની વિધિ કરાવ્યા બાદ મહિલા ભૂવા સાથે સુરત આવવા માટે લક્ઝરી બસમાં નીકળી હતી. આ દરમિયાન ભૂવાએ કાળા જાદુ કરીને મહિલાને પોતાના વશમાં કરીને ચાલુ બસમાં એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતુ. આખરે સુરત પહોંચતા જ મહિલાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભુવાને ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Black Magic on Women and rapped in Luxury bus at Surat - Bhavnagar Road