• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • સોરાયસીસથી છુટકારો મેળવવાનો અકસીર આયુર્વેદિક ઉપચાર...

સોરાયસીસથી છુટકારો મેળવવાનો અકસીર આયુર્વેદિક ઉપચાર...

11:43 AM July 05, 2023 admin Share on WhatsApp



સોરિયાસીસ (Psoriasis Skin Disease) ને એક કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સ્કીન ડીસીઝ છે. આજ-કાલ ઘણાં બધાં વ્યક્તિઓ કોઇને કોઇ રીતે આ સ્કીન ડીસીઝનો શિકાર હોય છે. સોરાયસીસ (એકકુષ્ઠ) એ એક જટિલ રોગ છે. જે મુશ્કેલીથી મટે છે, તથા આહાર-વિહારમાં ધ્યાન ન રાખવામાં આવે તો, તે ઉથલો મારીને વારંવાર થાય છે. આ રોગનાં દર્દીઓ રોજ-બરોજ વધતા જ રહે છે. એલોપેથીમાં ડોક્ટરો આ રોગ માટે સ્ટીરોઇડસ તથા એન્ટી હિસ્ટામીન વર્ગની દવાઓ ખાવા તથા લગાવવા માટે આપે છે. જેથી ધોડાક સમય માટે રાહત રહ્યા બાદ, ફરીવાર આ રોગ ઘણા દર્દીઓમાં રીપીટેડલી થતો જોઈ શકાય છે.

આયુર્વેદના મતાનુસાર કુષ્ઠરોગની અંદર ક્ષુદ્રકુષ્ઠના ૧૨ પ્રકાર પૈકી એક કુષ્ઠના શાસ્ત્રીય લક્ષણો સાથે સોરિયાસીસ લક્ષણોની સામ્યતા જોવા મળે છે. સોસિયાસીસ જેવા ચામડીનાં રોગમાં શરીરના માથા, ઘુંટણ, પીઠ, પગ તથા કમરમાં વિકૃત્તિ આવીને ચામડી પર રતાશ પડતાં સફેદ રંગનાં પોપડા બાઝીને ઉખડે છે. તથા ખૂબ ખંજવાળ તથા બળતરા અને પાક પણ થાય છે. વ્યવહારમાં પણ એલોપેથી ટ્રીટમેન્ટ લઇને આવેલા દર્દીઓમાં આયુર્વેદ સારવાર દરમ્યાન એકકુષ્ઠ રોગમાં પંચકર્મથી શરીરશુધ્ધિ કર્યા પછી નિયત સારવાર ાપવાથી ખૂબ સુંદર અને યોગ્ય પરિણામ મેળવી શકાય છે.

કારણો : આ રોગ થવા માટેનાં મુખ્ય કારણોની જો વાત કરીએ તો સ્પષ્ટરૂપમાં આ કારણોનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. તેમ છતાં આ રોગને વારસાગત તથા Saycosometic disorder માનસિક તણાવ જેવા કારણો જવાબદાર ગણેલા છે. ઘણીવાર વ્યક્તિને ચામડી પર વાગ્યા પછી આ રોગ થતો જોવા મળે છે. તો કેટલીકવાર શરીરમાં ચેપ લાગવાથી દારૂ કે ધૂમ્રપાનનાં સેવનથી કે મેલેરિયા જેવા રોગની સારવાર પછી કોઈ રોગમાં સ્ટીરોઇડસ જેવા ઔષધોના અધિક સેવન પછી પણ આરોગ થતો જોવા મળે છે.

આ ઉપરાંત ખોરાકમાં ખાટાં-તીખાં-ખારાં તથા અભિષ્યંદી-દહીં જેવા પદાર્થોના વધુ સેવનથી ખાસ કરીને મીઠાઈ, બેકરીની બનાવટો, દૂધ, છાશ જેવા પદાર્થોનું વધુ સેવન, અડદ-મૂળાં-તેલથી જેવા પપદાર્થોનું વધુ સેવન, વિરુધ્ધ આહાર એટલે કે દૂધ સાથે ડુંગળી કે ખાટા ફળોનું અવાર-નવાર સેવન કરવાથી રોગ થાય છે. માછલી, ઇંડા કે માંસાહારનુંદૂધ સાથે વધુ સેવન કરવાથી પણ આ રોગ થઇ શકે છે. આ સિવાય મળ-મૂત્ર-ઉલટી જેવા સહજ વર્ગોને વારંવાર રોકવાથી, A.C.રૂમમાંથી બહારના ગરમ વાતાવરણમાં અચાનક જવાથી, દિવસની ઊંઘ ભય તથા વિવિધ પાપકર્મને પણ આ રોગ માટે આયુર્વેદમાં જવાબદાર માનવામાં આવેલ છે.

► સોરિયાસિસના લક્ષણો :

શરીરનાં વિવિધ ભાગ જેવા કે, માથાની ચામડી, કોણી, ઘુંટણ, કમર તથા પગની ચામડી પર રતાશ પડતાં ચકામાં થાય, જેની પર ચાંદી જેવી ચમકતી ફોતરી જામે છે, જે ખંજવાળ વખતે ખરીને સહેજ લોહી નીકળતું જોવા મળે છે.

 

RELATED POSTS


► એનર્જી બુસ્ટર અને સ્કિન હેલ્ધી રાખવા ખાલી પેટે પીઓ ગોળનું પાણી, ડાયાબિટીસ સહિતના અનેક રોગમાં આપશે રાહત...

►જીવનભર યુવાન અને સ્વસ્થ રહેવું છે? કરો આ પાંચ યોગાસન...

 

• આધુનિક દ્રષ્ટિએ સોરિયાસીસનાં નીચે પ્રમાણે પ્રકારો છે :

(૧) ક્લાસિક પ્લેક સોરિયાસીસ : જેમાં કોણી, ઘુંટણ, માથુ, તથા કમર અને પગ પરની ચામડીમાં રતાશ પડતાં સફેદ રંગના ચાંદી જેવા ચમકતાં ચકામા થાય છે.

(૨) ફ્લેકસ્યુરલ સોસિયાસીસ : જાંઘ, બગલ અને સ્તનપ્રદેશની ચામડી પર લાલાશ પડતી ફોતરી બાઝે છે.

(૩) ગટ્ટા સોરિયાસીસ : નાના બાળકો તથા યુવાનોમાં સ્ટ્રેપોકોકલ જેવા બેક્ટેરીયાનાં ચેપથી ગળામાં ગુલાબી રંગની નાની ફોલ્લીઓ થાય છે, પછીચામડી પર તે દેખાય છે.

(૪) પરચ્યુરલ તથા પામસોરિયાસીસ : ડોક, પીઠ, કમર, આંગળીઓ તથા ઢીંચણના સાંધામાં રોગની ગંભીર અસર થવાથી સંધિવાત જેવી તકલીફ શરૂ થવા લાગે છે.

આયુર્વેદ મુજબ જો વાત કરીએ તો, આયુર્વેદમાં કુષ્ઠનાં ૧૮ પ્રકાર બતાવેલ છે. જેમાં ૧૧ પ્રકારનાં ક્ષુદ્રકુષ્ઠ પૈકી એકકુષ્ઠનાં લક્ષણ સોરિયાસીસ જેવા છે. જેમાં ચામડીમાં પરસેવો થતો નથી તથા શરીરનાં રોગગ્રસ્ત ભાગમાં માછલીનાં ભીંગડા જેવી ચામડી દેખાય છે. તથા અમુકના પડની જેમ ખોપડી ઉખડે છે. આ રોગમાં ખંજવાળ, પાક તથા બળતરા પણ થતી હોય છે.

► સોરિયાસીસના આયુર્વેદિક ઉપચાર :

1) આરોગમાં રોગીને શોધન એટલે કે, પંચકર્મમાં જેને વમન-વિરેચન તરીકે ઓળખવામાં આવે છે. તોકરાવીને ઔષધ-પ્રયોગ કરવામાં આવે તો સુંદર પરિણામો મળે છે. શરીરનાં દોષોને બહાર કાઢવા માટે શોધન પ્રક્રિયામાં દીપન-પાવન, સ્નેહપાન તથા વમન (ઉલટી દ્વારા દોષ કાઢવા) જેવી પ્રક્રિયાઓ નિયત સમય સુધી નિષ્ણાત વૈદ્યનાં માર્ગદર્શન હેઠળ કરાય છે. ઔષધોમાં ખદિર, નિમ્બ મંજીષ્ઠા, ગળો, વગેરે જેવા ઔષધો તેમજ જાત્યાદિ તૈલ, નિમ્બતૈલ વગેરે જેવી દવાઓ લોકલ એપ્લિકેશન માટે વપરાય છે.

2) પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.

3) સમભાગે ટર્પેન્ટાઈન અને કપુર લેવાં. ટર્પેન્ટાઈન ગરમ કરી તેમાં કપુર મેળવી શીશીમાં બંધ કરી રાખી મુકવું. દરરોજ સવાર-સાંજ આ તેલ સોરાઈસીસવાળા ભાગ પર ઘસવું.

4) સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે.

5) સમાન ભાગે અરડુસીના પાનનું ચુર્ણ અને હળદરને ગૌમુત્રમાં મેળવી દીવસમાં બે વખત લગાડવાથી સોરાયસીસની તકલીફ મટે છે.

6) લીમડાનાં પાન જેટલી વાર અને જેટલાં ચાવીને ખવાય તેટલાં ખાતા રહેવાથી સોરાયસીસ મટે છે.

7) મજીઠ, લીમડાનાં પાન, ચોપચીની, વાવડીંગ અને આમળાનું સરખે ભાગે ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ નીયમીત લેવાથી સોરાયસીસની બીમારી મટે છે.

 

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજ્જુ ન્યુઝ ચેનલ આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)  

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Health news

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us