
નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, શાહરૂખ ખાનને પહેલી વખત નેશનલ એવોર્ડ, જુઓ લિસ્ટ
નેશનલ એવોર્ડ મેળવવા વાળા લીસ્ટમાં આ વર્ષે રાની મુખર્જી અને વિક્રાંત મૈસી પણ શામેલ છે.બંનેને તેમની ફિલ્મ મિસેઝ ચટર્જી વર્સેસ નોર્વે અને 12th ફેલ માટે પુરસ્કાર મળ્યો છે.મોટી વાત તો એ છે કે શાહરુખ ખાને ફેંસને આ વર્ષે સરપ્રાઈઝ કરી દીધા છે.તેમને ફિલ્ન 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
National Film Award Winner List : 1 ઓગસ્ટના રોજ, ભારતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માંના એક, રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એવોર્ડના જ્યુરીએ માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગનને આ સંબંધિત અહેવાલ સુપરત કર્યો હતો. આ પછી, જ્યુરીએ સાંજે 6 વાગ્યે મીડિયા માટે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં વિજેતાઓની જાહેરાત કરી. રાષ્ટ્રીય પુરસ્કારોમાં રાની મુખર્જીએ બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ જીત્યો છે., જ્યારે શાહરુખ ખાન અને વિક્રાંત મેસીએ બેસ્ટ એક્ટ્રરનો એવોર્ડ જીત્યો. આ ઉપરાંત, ફિલ્મ '12th ફેલ' ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો.
રાની મુખર્જી અને વિક્રાંત મેસી અનુક્રમે બેસ્ટ અભિનેત્રી અને અભિનેતાની યાદીમાં આગળ હતા . જોકે, શાહરૂખ ખાને તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું. તેમને તેમની ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. શાહરૂખ ખાન, રાની મુખર્જી અને વિક્રાંત મેસી માટે આ પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર છે. આ ત્રણેય કલાકારો ઉપરાંત, સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'કથલ' ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો. રણબીર કપૂર અભિનીત દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' ને સાઉન્ડ ડિઝાઇન અને બેકગ્રાઉન્ડ સ્કોરની સીરીઝોમાં પુરસ્કારો મળ્યા. આ ઉપરાંત, દિગ્દર્શક સુદીપ્તો સેનને અદા શર્માની ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' માટે બેસ્ટ દિગ્દર્શનનો પુરસ્કાર મળ્યો. વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ 'સેમ બહાદુર' ને બેસ્ટ મેકઅપ અને કોસ્ચ્યુમનો એવોર્ડ મળ્યો.
• બેસ્ટ હીન્દી ફિલ્મ-કટરલ : અ જેકફ્રુટ મિસ્ટ્રી
• બેસ્ટ ગુજરાતી ફિલ્મ-વંશ
• બેસ્ટ કોરિયોગ્રાફી - વૈભવી મર્ચન્ટ ગીત ધીંડોરા બાજે રે (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
• બેસ્ટ મેકઅપ - શ્રીકાંત દેસાઈ (સેમ બહાદુ)
• બેસ્ટ કોસ્ટ્યૂમ - સચિન લોવાલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર (સેમ બહાદુર)
• બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - એનિમલ
• બેસ્ટ સિનેમેટોગ્રાફી - ધ કેરળ સ્ટોરી
• બેસ્ટ સપોર્ટીગ એક્ટ્રસ - જાનકી બોડીવાલા (વાશ) અને ઉર્વશી (Ullozhukku)
• બેસ્ટ સપોર્ટીગ એક્ટર:પુક્કલમ માટે વિજયરાઘવન
• બેસ્ટ એક્ટ્રસ લીડિંગ રોલ: મિસેઝ ચેટર્જી વર્સિસ નોર્વે માટે રાની મુખર્જી
• બેસ્ટ એક્ટર લીડિંગ રોલ: જવાન માટે શાહરુખ ખાન અને 12th ફેલ માટે વિક્રાંત મૈસી
• બેસ્ટ ડાયરેક્શન: સુદીપ્તો સેન (ધ કેરળ સ્ટોરી)
• બેસ્ટ ફીચર ફિલ્મ: 12th ફેલ
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓનું લીસ્ટ | National Film Award Winner List