• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • યુવતી ન્હાવા જતી ત્યારે તેના આંતરવસ્ત્રોની ચોરી થતી, એક દિવસ યુવતીએ મોબાઈલમાં ઉતાર્યો વીડિયો અને પછી...

યુવતી ન્હાવા જતી ત્યારે તેના આંતરવસ્ત્રોની ચોરી થતી, એક દિવસ યુવતીએ મોબાઈલમાં ઉતાર્યો વીડિયો અને પછી...

06:43 PM July 04, 2023 admin Share on WhatsApp



સામાન્ય કિસ્સામાં કોઇ ગામમાં જમીન કે જૂની અદાવત કે અંગત અદાવતમાં ધિંગાણા થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. પણ અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના ધંધુકાના એક ગામમાં વિચિત્ર ઘટનામાં બે પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા. વાત એમ હતી કે, ગામમાં રહેતી એક યુવતીના ચારથી છ મહિનાથી આંતરવસ્ત્રો ગાયબ થતા હતા. આ યુવતી વહેલી સવારે જ્યારે નહાવા જાય ત્યારે તેના આંતરવસ્ત્રો ત્યાં દેખાતા, પણ જ્યારે તે બાથરૂમમાંથી બહાર નીકળે ત્યારે તેના આંતરવસ્ત્રો ગાયબ થઈ જતા હતા. આ હરકતથી કંટાળીને અંતે યુવતીએ આ કરતૂત કરનારને પકડવાનું નક્કી કર્યું અને જ્યાંથી આંતરવસ્ત્રો ગાયબ થતા હતા ત્યાં મોબાઇલ ફોન ગોઠવીને કેમેરો ચાલુ કરી દીધો હતો. જેમાં પાડોશમાં રહેતો એક યુવક જ આ આંતરવસ્ત્રો ચોરી જતા ઝડપાઈ ગયો હતો. આ વિચિત્ર ચોરીના મામલો વાત વણસી હતી અને બે પક્ષના લોકો વચ્ચે મારામારી થઇ હતી. પોલીસે બંને પક્ષના 17 લોકો સામે ક્રોસ પોલીસ ફરિયાદ(FIR) નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં પોલીસને આરોપી વિરુદ્ધના વીડિયો પણ મળી આવ્યા હતા અને તે ચાર છ મહિનાથી આવી વિકૃત હરકત કરતો હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદ ગ્રામ્યના છેલ્લા તાલુકા એવા ધંધુકાના એક ગામમાં થોડા દિવસ પહેલાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જેને લઇને પોલીસને મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં સામે આવ્યું કે, તે ગામમાં રહેતી એક પરિણીતા વહેલી સવારે સ્નાન કરવા જતી અને સ્નાન કરીને બહાર નીકળે ત્યારે તેના આંતરવસ્ત્રો ગાયબ રહેતા હતા. જેથી આ પરિણીતાએ આંતરવસ્ત્રો ગાયબ કરી દેનારને પકડવા માટે ત્યાં મોબાઇલ ફોન ગોઠવી વીડિયો રેકોર્ડીંગ શરૂ કરી દીધું હતું. જેમાં ગામમાં રહેતો 31 વર્ષીય પરિણીત યુવક જ આ વિકૃત હરકત કરતા વીડિયોમાં કેદ થયો હતો. જેથી પરિણીતાએ તે યુવકને અહીં શું કરો છો અને મારા આંતરવસ્ત્રો કેમ લઇ જઇ રહ્યા છો તેવું પૂછતા જ તે શખ્સે પરિણીતાનો હાથ પકડી લીધો હતો અને તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. જેથી ગભરાઇ ગયેલી પરિણીતાએ બૂમાબૂમ કરતા તેના સસરા આવી જતાં આરોપીએ તેમને પણ ધક્કો મારી પાડી દઇ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં પરિણીતાના પરિવારજનો આરોપીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતા અને ફરીવાર આવું ન કરવા જણાવી પરત આવી ગયા હતા. 

થોડીવાર બાદ આરોપીના પરિવારજનો લાકડી અને અન્ય હથિયાર લઇને પરિણીતાના ઘરે આવ્યા હતા અને અમારા પુત્રને બદનામ કરો છો, ખોટા આક્ષેપ મૂકો છો, તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપવા લાગતા બંને પક્ષે ઊગ્ર બોલાચાલી થઇ હતી અને બાદમાં સામાન્ય મારામારી પણ થઇ હતી. જેને લઇને બંને પક્ષના લોકોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા ધંધુકા પોલીસે 17 લોકો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

► આરોપી વિકૃત આનંદ લેવા આંતરવસ્ત્રો ચોરી કરતો હતો

ધંધુકાના પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું કે, 31 વર્ષીય આરોપી પરિણીત છે અને તેને બે પુત્રી પણ છે. આ ઘટના બનતા બંને પક્ષે ફરિયાદ નોંધી હતી અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરાઇ હતી. જેમાં આરોપી આ પરિણીતાના આંતરવસ્ત્રો ચોરી કરતો હોય તેવા વીડિયો પરિણીતા પાસેથી મળ્યા છે. ચાર છ મહિનાથી આરોપી આ રીતે વિકૃત આનંદ મેળવવા આંગણમાં દોરી પર સૂકવેલા આંતરવસ્ત્રો ચોરી કરતો હતો. બાદમાં તે ફેંકી દેતો હતો. પોલીસને  સ્થળ પરથી પણ અનેક આંતરવસ્ત્રો મળી આવ્યા હતા.  

► આ એક બીમારી ગણી શકાય
આવી તકલીફવાળા ઘણા કિસ્સા આવતા હોય છે. કોઇને આવા આંતરવસ્ત્રો જોવાની કે અન્ય જાતિના લોકોના આંતરવસ્ત્રો પહેરવાની તકલીફ હોય. જેને સેક્સુઅલ પરવર્ઝન કહેવાય છે. આવી વ્યક્તિ બીજી જાતિના ક્રોસ ડ્રેસિંગ કરતી હોય છે. આ એક માનસિક રોગ ગણી શકાય અને તેવા વ્યક્તિની સારવાર કરાવવી પણ જરૂરી હોય છે. તેવું તજજ્ઞ તબીબે જણાવ્યું છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us