
અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો મોડાસાના ભાજપ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી શક્યા નહોતા. ભાજપની રકાસ સ્થિતિનો તાગ ગ્રામપંચાયતમાંથી જ મેળવી શકો છો.
Bhikhusinh Parmar loose election : કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપને આઘાત લાગ્યો હતો. કારણ કે જેમા તેણે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી તે વિસાવદર સીટ હારી ગયું હતું. ત્યારે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.
અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો મોડાસાના ભાજપ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી શક્યા નહોતા. ભાજપની રકાસ સ્થિતિનો તાગ ગ્રામપંચાયતમાંથી જ મેળવી શકો છો. મોડાસાના જીતપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળસિંહ પરમારની 598 મતે જીત થઇ છે. સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ભીખુસિંહ પરમાર ન માત્ર ભાજપનાં ધારાસભ્ય છે પરંતુ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠ્ઠાના મંત્રી પણ છે. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારની આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
• કિરણસિંહ પરમારને મળેલ મત - 751
• વિજેતા ઉમેદવાર મંગળસિંહને મળેલ મત - 1374
અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલઢુંઢા પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા હતા. અહીં લડનારા બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી.
ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. જ્યાં પિતા પુત્ર સામસામે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. જો કે બાપ તો બાપ હોતા હે કહેવતને સાચી ઠેરવતા પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ સરપંચ બન્યા હતા. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને હરાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગલકુંડ ગામ આહ્વામાં આવેલું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel