
New zealand MP Laura Mcclureએ પોસ્ટમાં, લખ્યું કે, 'કોઈ પણ વ્યક્તિ ડીપફેકનું નિશાન ન બનવું જોઈએ.' આપણા કાયદા આ માટે તૈયાર નથી અને આ વસ્તુ બદલવી પડશે.
New zealand MP Laura Mcclure Showed Her Own Nude Picture In Parliament : ન્યુઝીલેન્ડના સાંસદ લૌરા મેકક્લુરે સંસદમાં પોતાનો એક AI-જનરેટેડ નગ્ન ફોટો બતાવ્યો. તેમનો હેતુ લોકોને જણાવવાનો હતો કે આવી નકલી તસવીર બનાવવી કેટલી સરળ છે અને તે કેટલું ખતરનાક હોઈ શકે છે. લૌરાએ સંસદમાં જણાવ્યું હતું કે તેણે ગુગલ સર્ચ દ્વારા મળેલી વેબસાઇટનો ઉપયોગ કરીને થોડીવારમાં જ પોતાનો ડીપફેક ફોટો બનાવ્યો હતો.
સાંસદ લૌરા મેકક્લુરે ડીપફેક અને એઆઈને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું- "આ મારો નિર્વસ્ત્ર ફોટો છે, પણ તે વાસ્તવિક નથી. આવા ડીપફેક ફોટા બનાવવામાં મને પાંચ મિનિટથી પણ ઓછો સમય લાગ્યો." 14 મેના રોજ લૌરાએ આ વાતો કહી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. લૌરાએ કહ્યું, "સમસ્યા ટેકનોલોજીમાં નથી, પરંતુ લોકોને હેરાન કરવા માટે તેનો દુરુપયોગ કરવામાં છે. આપણે આનો ઉકેલ શોધવો પડશે."
લૌરાએ સંસદમાં કહ્યું: મને ઊભા રહીને મારો ફોટો બતાવવામાં અણગમો લાગે છે, ભલે હું જાણું છું કે તે ખરેખર હું નથી. ડીપફેકનો સૌથી વધુ ભોગ મહિલાઓ બને છે. ન્યુઝીલેન્ડમાં હાલમાં ડીપફેક્સને સીધા નિયંત્રિત કરવા માટે કોઈ કાયદા નથી, જોકે ડિજિટલ કોમ્યુનિકેશન સંબંધિત કેટલાક નિયમો છે. લૌરા ડીપફેક ડિજિટલ હાર્મ એન્ડ એક્સપ્લોઇટેશન બિલને સમર્થન આપી રહી છે, જે રીવેન્જ પોર્ન અને ખાનગી રેકોર્ડિંગ્સ સંબંધિત હાલના કાયદાઓને અપડેટ કરશે. આ અંતર્ગત, સંમતિ વિના ડીપફેક બનાવવા અથવા શેર કરવા એ ગુનો ગણાશે. ન્યુઝીલેન્ડના નિષ્ણાતો કહે છે કે મોટાભાગના ડીપફેક પોર્ન સંમતિ વિના બનાવવામાં આવે છે અને તેમનું લક્ષ્ય મોટાભાગે મહિલાઓ હોય છે. લૌરાને આશા છે કે તેમના આ પગલાથી કાનૂની સુધારાઓ ઝડપી બનશે. તેમણે કહ્યું, "કોઈ પણ વ્યક્તિ સંમતિ વિના ડીપફેક પોર્નનું લક્ષ્ય ન બનવું જોઈએ. આ સ્પષ્ટપણે પજવણી છે. આપણા કાયદાઓને ઝડપથી અપડેટ કરવાની જરૂર છે."
લૌરા મેકક્લુરે સમજાવ્યું કે ડીપફેક ફોટો બનાવવા માટે, તમારે ફક્ત એક બોક્સ પર ટિક કરવાનું છે અને કહેવું પડશે કે તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે અને તમારી પાસે ફોટામાંની વ્યક્તિની સંમતિ છે. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં સંમતિ લેવામાં આવતી નથી. લો એસોસિએશન અનુસાર, 90થી 95% ઓનલાઈન ડીપફેક વીડિયો બિન-સહમતિપૂર્ણ પોર્નોગ્રાફિક સામગ્રી હોય છે. આમાંથી લગભગ 90% મહિલાઓને નકારાત્મક દ્રષ્ટિકોણથી દર્શાવે છે.
મેકલરે કહ્યું કે ડીપફેક્સ સંબંધિત ધમકીઓ અથવા સેક્સટોર્શનથી પ્રભાવિત ઘણા લોકોનો તેમનો સંપર્ક થયો છે. તેણીએ કહ્યું કે તેની ગંભીર માનસિક અસર પડી છે, ખાસ કરીને યુવાનો પર. મેકલર ડીપફેક બનાવવા અને શેર કરવા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદામાં ફેરફાર કરવા માંગે છે. મેકલરના બિલને સત્તાવાર સરકારી કાયદા તરીકે માન્યતા આપવામાં આવશે કે કેમ તે અંગે, એક પ્રવક્તાએ હેરાલ્ડને જણાવ્યું હતું કે સરકાર હાલમાં તેના પર વિચાર કરી રહી નથી.
🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKES
— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025
New Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.
She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o