• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે

ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે

09:58 PM June 01, 2025 Gujju News Channel Share on WhatsApp

Rinku Singh Priya Saroj Engagement: ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. રિંગ સેરેમનીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. બંનેની રિંગ સેરેમની લખનૌની એક હોટલમાં યોજાશે.



Rinku Singh Priya Saroj Wedding date: તાજેતરમાં ઉત્તર પ્રદેશના રાજકારણ અને ક્રિકેટની દુનિયામાં એક ખાસ સમાચાર ચર્ચામાં છે. સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ અને ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ વચ્ચેના સંબંધો હવે સત્તાવાર બનવા જઈ રહ્યા છે. બંનેની રિંગ સેરેમની 8 જૂને લખનૌમાં યોજાશે. બંનેના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. 18 નવેમ્બરે બંને સાત ફેરા લેશે. લગ્ન પહેલા 8 જૂને લખનૌની એક હોટલમાં બંનેની રિંગ સેરેમની યોજાશે, જેમાં પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર રહેશે. જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં ક્રિકેટર રિંકુ સિંહના સમાજવાદી પાર્ટીના સાંસદ સાથેના સંબંધોની પુષ્ટિ થઈ હતી. બંનેના ગોળધાણા થઈ ચુક્યા છે અને હવે તેઓ સગાઈ કરવા જઈ રહ્યા છે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સગાઈ અને લગ્ન બંને વિધિ પરંપરાગત રીતરિવાજો અનુસાર યોજાશે અને દેશની ઘણી મોટી હસ્તીઓ તેમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના ડેશિંગ બેટ્સમેન રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજના ચાહકોમાં તેમની જોડીને લઈને ભારે ઉત્સાહ છે. લગ્ન આઈપીએલ 2025 ના અંત પછી જ થશે, જેથી રિંકુ તેની બધી જવાબદારીઓ નિભાવી શકે.


► મછલીશહર બેઠક પરથી સાંસદ છે રિંકુની મંગેતર


રિંકુની મંગેતર સમાજવાદી પાર્ટી (SP) ની સાંસદ પ્રિયા સરોજ છે. 26 વર્ષીય સરોજે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મછલીશહર બેઠક પરથી 2024 ની લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે બીપી સરોજને 35850 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1998 ના રોજ વારાણસીમાં થયો હતો.


► ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે પ્રિયાના પિતા તૂફાની સરોજ


પ્રિયાએ નવી દિલ્હીમાં એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે નોઇડાની એમિટી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ ત્રણ વાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તૂફાની સરોજ હાલમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કેરાકટ બેઠક પરથી ધારાસભ્ય છે. તૂફાની સરોજે બંને પરિવારો આ સંબંધથી ખૂબ ખુશ છે અને લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે.


► મિત્ર દ્વારા થઈ હતી રિંકુ સાથે પહેલી મુલાકાત


જણાવી દઈએ કે પ્રિયા સરોજની એક મિત્રના પિતા એક ક્રિકેટર રહ્યા છે જેઓ રિંકુને ઓળખે છે. પ્રિયાની મિત્રના પિતાએ જ તેનો રિંકુ સાથે પરિચય કરાવ્યો હતો. પ્રિયા સરોજ ભારતની સૌથી નાની વયની મહિલા સાંસદ છે. જ્યારે પ્રિયા લોકસભામાં ચૂંટાઈ આવી ત્યારે તેની ઉંમર 25 વર્ષ, 6 મહિના અને 12 દિવસ હતી. રિંકુ સિંહે IPLમાં પોતાના જોરદાર પ્રદર્શનથી લાખો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખે છે અને હવે તેઓ આ સંબંધને લગ્નના બંધનમાં પરિવર્તિત કરવા જઈ રહ્યા છે. એવા પણ અહેવાલો આવ્યા છે કે સગાઈ સમારોહ લખનૌમાં એક ભવ્ય સમારોહના રૂપમાં થશે જ્યારે લગ્ન વારાણસીની એક હોટલમાં થશે.


 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us