• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય

રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય

09:30 PM May 07, 2025 Gujju News Channel Share on WhatsApp

Rohit Sharma Retirement : રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે વન-ડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે



Rohit Sharma Retirement - રોહિત શર્મા નિવૃત્તિ : રોહિત શર્માએ બુધવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. રોહિત શર્માની આ જાહેરાત અગાઉ ઈન્ડિયન એક્સપ્રેસે માહિતી આપી હતી કે પસંદગીકારોએ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2024માં ભારત ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું તે પછી રોહિત શર્માએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી 20માંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તે વન-ડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.


► હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું: રોહિત શર્મા



રોહિત શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની ટેસ્ટ કેપની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે હેલ્લો, હું ફક્ત એટલું જ જણાવવા માંગું છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સફેદ જર્સીમાં પોતાનું દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આટલા વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ તમારો આભાર. હું વન-ડે ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ.


► રોહિત શર્માએ કેમ જાહેર કરી નિવૃત્તિ ?


રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક પ્રવાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. છેલ્લી 11 ટેસ્ટ ઈનિંગ્સમાં રોહિત શર્માની એવરેજ 6.63ની રહી છે અને તે માત્ર 73 રન જ બનાવી શક્યો છે. રોહિતે મેલબોર્નમાં છેલ્લી ઈનિંગ રમી હતી. જેમાં 40 બોલનો સામનો કરીને 9 રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટના લેજન્ડ સુનિલ ગાવસ્કરે ભવિષ્યવાણી કરી હતી કે જો સંજોગો નહીં બદલાય તો રોહિત શર્મા ટેસ્ટને અલવિદા કહી શકે છે.


► રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી


આ નિર્ણયથી રોહિત શર્માની ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 11 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોહિત 67 ટેસ્ટ રમ્યો છે. જેમાં 12 સદી સહિત કુલ 4301 રન બનાવ્યા છે. રોહિતે 24 ટેસ્ટમાં ટીમને કેપ્ટનશિપ કરી છે. તેના નેતૃત્વમાં ભારત 12 ટેસ્ટ જીત્યું છે અને 9 મેચ હાર્યું છે. રોહિતે 2022માં વિરાટ કોહલી પાસેથી ટીમની કમાન સંભાળી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમાં ભારતનો પરાજય થયો હતો. રોહિતની કેપ્ટનશિપમાં ભારત ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હારી ગયું હતું. જે 12 વર્ષમાં પહેલી વાર ભારતે ઘરઆંગણે શ્રેણી હારનો સામનો કરવો પડ્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Sports News In Gujarati - Rohit Sharma announced Retired from India test team International Test Cricket 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us