• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Lok Sabha 2024 : વિપક્ષી ‘મહાગઠબંધન’ માટે સરળ નહીં રહે 2024ની ચૂંટણી, ભાજપે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું...

Lok Sabha 2024 : વિપક્ષી ‘મહાગઠબંધન’ માટે સરળ નહીં રહે 2024ની ચૂંટણી, ભાજપે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું...

07:08 PM June 28, 2023 admin Share on WhatsApp



2024ની લોકસભાની ચૂંટણી(Loksbha Election 2024)ને લઈને અત્યારથી જ તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે લોકસભા ચૂંટણી 2014 અને લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત મેળવીને સત્તા પર આવ્યા બાદ હવે ભારીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપને માત આપવા માટે વિપક્ષી દળ એકત્ર થતા દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ આ ચૂંટણીમાં પોતાની પીચ પર વધુ એકવાર કમળ ખીલવવા માટે તૈયારીઓ કરતી દેખાઈ રહી છે.

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષી દળો પર પરિવારવાદી અને ભ્રષ્ટ થવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે વર્ષ 2014માં પણ પીએમ પદ સંભાળ્યા બાદ કદાચ પહેલીવાર યુસીસીનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે આગામી ચૂંટણીમાં ભાજપ પહેલાથી જ વધારે સીટો ઉપર સત્તા પર પરત ફરશે.

india loksbha election 2024 modi vs. vipax

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર યુસીસી અંગે અલ્પસંખ્યકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે “અમે જોઈ રહ્યા છીએ કે સમાન નાગરિક સંહિતાના નામ પર લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે. એક ઘરમાં પરિવારના એક સભ્ય માટે એક કાયદો હોય, બીજા માટે બીજો તો શું પરિવાર ચાલી શકશે? આવી બેવડી વ્યવસ્થાથી દેશ કેવી રીતે ચાલશે?” આપણે યાદ રાખવાનું છે કે ભારતના બંધારણમાં નાગરિકોને સમાન અધિકારની વાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ પણ યુનિફોર્મ સિવિલ કોડના પક્ષમાં હતી.

►બીજેપીના એજન્ડામાં માત્ર યુસીસી બાકી

ઉલ્લેખનીય છે કે બીજેપના કોર આઇડિયોલોજિકલ એજન્ડામાં હવે માત્ર યુસીસી જ એકમાત્ર એવું વચન બાકી છે જે પુરું થયું નથી. મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિર બનાવવા અને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાનું પોતાનું વચન પુરુ કરી ચુકી છે. તાજેતરમાં જ લો કમિશને યુનિફોર્મ સિવિલ કોડને લઇને સુચનો માંગ્યા છે. વિપક્ષી દળ આને મોદી સરકારના એજન્ડાના રૂપમાં લઇ રહી છે.

loksbha election 2024 pm narendra modi

ગોવા, ગુજરાત, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં જ્યાં ભાજપની સરકારો છે ત્યાં પહેલાથી જ યુસીસી લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે લો કમીશનના રિપોર્ટ બાદ જો યુસીસી સંસદમાં લાવવામાં આવે છે તો પાર્ટીનો વિશ્વાસ છે તેઓ જરૂરી સંખ્યા એકઠી કરી લેશે. આ મુદ્દો સંસદમાં શિયાળુસત્રમાં ઉઠાવી શકાય છે.

►શું છે ભાજપની રણનીતિ

બીજેપીની અંદર કેટલાક લોકોને લાગે છે કે જો યુસીસી પર વધારે વાત થાય તો ગેર બીજેપી દળોમાં મતભેદ પેદા કરી શકે છે. વિપક્ષદળ પોતાના વચ્ચેના તમામ મતભેદ ભુલાવીને એક સાથે આવવાની કોશિશ કરી રહી છે. આમ આદમી પાર્ટી અને બીજેડી જેવી પાર્ટીઓ યુસીસીથી સમસ્યા નથી જ્યારે વિપક્ષને સાથે લાવવાનો પ્રયત્ન કરી રહેલી જેડીયુ આ વિષય પર ચર્ચા થાય તેવું ઇચ્છે છે.

આ પણ વાંચોઃ- ભોપાલમાં ચૂંટણીનો શંખનાદ કરતાં PM મોદીએ વિરોધીઓ પર કર્યો પ્રહાર, કહ્યું, “વોટબેંકની રાજનીતિ કરનારાઓએ દલિત અને મુસ્‍લિમોનું જીવન મુશ્‍કેલ બનાવ્‍યુ”

►ઉતાવળમાં નથી ભાજપ

ઉલ્લેખનીય છે કે ભાજપ આદિવાસીઓની ચિંતાને જોઈને યુસીસી પર ઉતાવળના મૂડમાં નથી. વર્ષ 2016માં રાષ્ટ્રીય આદિવાસી એક્તા પરિષદ યુસીસી પર થઈ રહેલી ચર્ચાઓને જોઈને પોતાના રીતિ-રિવાજોની સુરક્ષાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. રાષ્ટ્રીય આદિવાસી એક્તા પરિષદ 11 કરોડ આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે.

આ પણ વાંચોઃ-ભોપાલમાં ચૂંટણીનો શંખનાદ કરતાં PM મોદીએ વિરોધીઓ પર કર્યો પ્રહાર, કહ્યું, “વોટબેંકની રાજનીતિ કરનારાઓએ દલિત અને મુસ્‍લિમોનું જીવન મુશ્‍કેલ બનાવ્‍યુ”

આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં આદિવાસીઓની સારી સંખ્યા છે. મિઝોરમમાં પણ ચૂંટણી થવાના આડે ઓછો સમય બચ્યો છે. અહીં આ વર્ષની શરૂઆતમાં યુસીસીનો વિરોધમાં એક સર્વસમ્મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us