• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ચાલુ મેચમાં ખેલાડીઓએ બાખડીયા: ભારત-કુવૈતની ફુટબોલ ટીમ વચ્ચે કેમ થઈ ઝપાઝપી ?

ચાલુ મેચમાં ખેલાડીઓએ બાખડીયા: ભારત-કુવૈતની ફુટબોલ ટીમ વચ્ચે કેમ થઈ ઝપાઝપી ?

06:27 PM June 28, 2023 admin Share on WhatsApp



  • ► SAFF Football Championship 2023ની છેલ્લી ગ્રૂપ મેચમાં મારામારી
  • ► ભારત-કુવૈતની મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી
  • ► ભારે હોબાળાથી છેલ્લી ગ્રૂપ મેચ 1-1થી ડ્રો રહી 

SAFF Championship 2023 News: રમતના મેદાન પર ખેલાડીઓ વચ્ચે અવારનવાર મિત્રતાનું વાતાવરણ જોવા મળે છે. જોકે હવે આવું જ કંઈક SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપ 2023ની છેલ્લી ગ્રૂપ મેચમાં 27 જૂન મંગળવારના રોજ જોવા મળ્યું હતું. ભારત અને કુવૈત વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન મેચની વચ્ચે જ બે ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંનેના ખેલાડીઓ ટીમો એકબીજા સાથે ઝપાઝપી કરી હતી.  જેના કારણે આ મેચ 1-1થી ડ્રો રહી હતી.

► શું હતો સમગ્ર મામલો ? 
SAFF ચેમ્પિયનશિપ 2023ની છેલ્લી ગ્રુપ મેચ બેંગલુરુમાં ભારત અને કુવૈત વચ્ચે થઈ હતી. આ દરમિયાન 88મી મિનિટે કુવૈતના હમાદ અલકલ્લાફે ભારતીય મિડફિલ્ડર સાહલ સમદને ધક્કો મારીને નીચે લાવ્યો હતો. આનાથી ભારતીય ટીમ ગુસ્સે થઈ ગઈ અને ભારતીય ખેલાડી રહીમ અલીએ હમાદને ધક્કો માર્યો. આવી સ્થિતિમાં કુવૈત અને ભારત બંનેના ખેલાડીઓ સામસામે આવી ગયા હતા અને ટક્કર થઈ હતી. સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.

How hot is it in Bengaluru?
WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd

— Akshata Shukla (@shukla_akshata) June 27, 2023

 

► મેચ 1-1થી ડ્રો થઈ 
આ પછી ભારતના રહીમ અલી અને કુવૈતના હમાદને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું અને મેચ 1-1થી ડ્રો થઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભારત અને કુવૈતના ખેલાડીઓ એકબીજા સાથે લડતા જોવા મળે છે. 

આ પણ વાંચો: ICC World Cup 2023નું શેડ્યુલ જાહેર, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાક. વચ્ચે રમાશે મેચ...

► ભારત-કુવૈત SAFF ચેમ્પિયનશિપ મેચ
ભારત અને કુવૈત વચ્ચેની SAFF ચેમ્પિયનશિપ મેચની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ પહેલા હાફમાં ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ ચેમ્પિયનશિપમાં સુનીલ છેત્રીનો આ પાંચમો અને SAFF ચેમ્પિયનશિપની 26 મેચમાં 24મો ગોલ છે. પરંતુ બીજા હાફમાં કુવૈતના અનવર અલીએ શાનદાર ગોલ કર્યો અને મેચ 1-1ની બરાબરી પર રહી.

નોંધનીય છે કે, SAFF ચેમ્પિયનશિપની 9 મેચોમાં ભારતે આ પહેલો ગોલ સ્વીકાર્યો છે. જોકે ભારતને 35મી મિનિટે લીડ લેવાની તક મળી હતી પરંતુ ભારતના અનિરુધ થાપાના કોર્નર પરથી અનવર અલીનું હેડર લક્ષ્યની બહાર ગયું હતું. SAFF ચેમ્પિયનશિપમાં ભારત અને કુવૈત બંનેના 7-7 પોઈન્ટ છે, પરંતુ ગોલની એવરેજ પ્રમાણે કુવૈત ટોપ પર છે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો લેબનોન સાથે થશે અને કુવૈતનો મુકાબલો બાંગ્લાદેશ અથવા માલદીવમાંથી થશે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news  - Sports News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us