• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ફળોના રાજાનું આગમન : કેરીના રસિકો માટે ખુશખબર! કેસર કેરીની આવક શરૂ, 10 કિલોનો બોલાયો આટલો ભાવ

ફળોના રાજાનું આગમન : કેરીના રસિકો માટે ખુશખબર! કેસર કેરીની આવક શરૂ, 10 કિલોનો બોલાયો આટલો ભાવ

02:11 PM April 04, 2025 Gujju News Channel Share on WhatsApp

10 દિવસ પછી માર્કેટિંગ યાર્ડમાં વધુ કેરીની આવક થશે. જો કે ગયા વર્ષની સરખામણીએ કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે.



જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઇ ગયું છે.. તાલાળા પંથકની કેસર કેરીના 200થી 300 બોક્સની આવક થઇ છે. 10 કિલો કેરીના બોક્સના ભાવ 1 હજારથી 1500 રૂપિયા બોલાઇ રહ્યા છે. અમરેલી, જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી થઈ છે. અહીં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ, જેનો ભાવ 3000 થી 5500 રૂપિયા સુધી બોલાયો, જ્યારે સરેરાશ ભાવ 4800 રૂપિયા રહ્યો.

10 દિવસ પછી માર્કેટિંગ યાર્ડમાં વધુ કેરીની આવક થશે. જો કે ગયા વર્ષની સરખામણીએ કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે. છેલ્લા 8-10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગની જે નકારાત્મક અસર થઈ રહી છે તેમાં સૌથી વધારે ગીરની કેસર કેરીના ઉત્પાદનમાં પણ જોવા મળી રહી છે. દર વર્ષે કેરીના ઉત્પાદનમાં થતો ઘટાડો તેમજ વારંવાર મોર ફૂટવા, કમોસમી વરસાદ અને રોગ જીવાતની વિપરીત પરિસ્થિતિમાં ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

સમયસર આગમન થયાનું વેપારીનું અનુમાન

માર્કેટિંગ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીનું સમયસર જ આગમન થયું છે. જો કે, નિયમીત કેરીની આવક થતા હજુ બે સપ્તાહ થાય તેવી શક્યતા છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વખતે આંબામાં મથીયો રોગે દેખા દેના સામાન્ય કરતા કેરી થોડી મોડી આવે એવી શક્યતા સેવાઈ રહી હતી પરંતુ અમુક આંબાઓ પર કેરી આવવા લાગી છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું છે.


 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us