• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • આઈપીએલ ચેમ્પિયન : 2008 થી લઇને 2024 સુધી કોણ રહ્યું છે વિજેતા, જુઓ 17 સિઝનમાં કઇ-કઇ ટીમ રહી છે ચેમ્પિયન

આઈપીએલ ચેમ્પિયન : 2008 થી લઇને 2024 સુધી કોણ રહ્યું છે વિજેતા, જુઓ 17 સિઝનમાં કઇ-કઇ ટીમ રહી છે ચેમ્પિયન

09:54 PM March 17, 2025 Gujju News Channel Share on WhatsApp

IPL Winners List : આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. આ પહેલા તમને જણાવી રહ્યા છીએ કે આઈપીએલ 2008થી અત્યાર સુધી કઇ-કઇ ટીમ ચેમ્પિયન બની છે



IPL Winners List From 2008 To 2024 : આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતામાં રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે. આઈપીએલમાં સૌથી વધારે ચેમ્પિયનની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ 5-5 વખત ચેમ્પિયન બન્યા છે. અમ તમને જણાવી રહ્યા છીએ કે આઈપીએલ 2008થી અત્યાર સુધી કઇ-કઇ ટીમ ચેમ્પિયન બની છે.


► આઈપીએલ 2008, રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન


આઈપીએલની શરૂઆત 2008માં થઇ હતી. પ્રથમ સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો. રાજસ્થાનનો 3 વિકેટે વિજય થયો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવી લીધા હતા.


► આઈપીએલ 2009, ડેક્કન ચાર્જસ ચેમ્પિયન


આઈપીએલની બીજી સિઝનમાં ડેક્કન ચાર્જસ ચેમ્પિયન બન્યું હતું. ડેક્કન ચાર્જસ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. ડેક્કને 20 ઓવરમાં 6 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. ડેક્કને 6 રને વિજય મેળવ્યો હતો.


► આઈપીએલ 2010, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન


આઈપીએલ 2010ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇનો 22 રને વિજય થયો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2011, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન


આઈપીએલ 2011ની ફાઇનલ મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઇ હતી. ચેન્નઇએ 58 રને વિજય મેળવ્યો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2012, કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન


આઈપીએલ 2012માં કોલકાતા નાઇટ રાઇડર્સ 5 વિકેટે વિજય મેળવી ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.


► આઈપીએલ 2013, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન


આઈપીએલ 2013માં મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મુકાબલો મુંબઈ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો. મુંબઈનો 23 રને વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 148 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2014, કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન


આઈપીએલ 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સ 3 વિકેટે વિજય મેળવી ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મુકાબલો કોલકાતા અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19.3 ઓવરમાં 7 વિકેટે 200 રન બનાવી લીધા હતા.


► આઈપીએલ 2015, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન


આઈપીએલ 2015ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. મુંબઈનો 41 રને વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 8 વિકેટે 161 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2016, સનરાઇઝર્સ હૈદરાબાદ ચેમ્પિયન


આઈપીએલ 2016ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થયો હતો. હૈદરાબાદનો 8 રને વિજય થયો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓરમાં 7 વિકેટે 200 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2017, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન


આઈપીએલ 2017ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. મુંબઈનો 1 રને રોમાંચક વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન બનાવ્યા હતા. જવાબમાં પૂણે 20 ઓવરમાં 6 વિકેટે 128 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2018, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન


આઈપીએલ 2018ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇનો 8 વિકેટે વિજય થયો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇએ 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.


► આઈપીએલ 2019, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન


આઈપીએલ 2019ની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. મુંબઈનો 1 રને રોમાંચક વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 7 વિકેટે 148 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2020, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન


આઈપીએલ 2020ની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. મુંબઈનો 5 વિકેટે વિજય થયો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.


► આઈપીએલ 2021, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન


આઈપીએલ 2021ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇનો 27 રને વિજય થયો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 3 વિકેટ 192 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શક્યું હતું.


► આઈપીએલ 2022, ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન


આઈપીએલ 2022ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.


► આઈપીએલ 2023, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન


આઈપીએલ 2023ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇ સુપર કિંગ્સે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં વરસાદના કારણે ચેન્નઇને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ચેન્નઇએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.


► આઈપીએલ 2024, કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન


આઈપીએલ 2024નો ફાઇનલ મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયો હતો. કોલકાતાએ 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાએ ત્રીજુ ટાઈટલ જીત્યું હતું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL Winners List From 2008 To 2024 in Gujarati - kolkatta Knight Riders - Chennai Super Kings - Gujarat Titans - Mumbai Indians - Rajsthan Royal - Royal Challengers Banglore - Kings XI Punjab - Sunrises Hydrabad - Delhi Daredevils - Lucknow Super Giants



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us