• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • આવુ ચાલુ રહ્યું તો વિશ્વને સમુદ્રમાં ડુબતા વાર નહીં લાગે, 30 વર્ષમાં સમુદ્રની સપાટીમાં 3.5 ઈંચનો વધારો..

આવુ ચાલુ રહ્યું તો વિશ્વને સમુદ્રમાં ડુબતા વાર નહીં લાગે, 30 વર્ષમાં સમુદ્રની સપાટીમાં 3.5 ઈંચનો વધારો..

11:24 PM June 22, 2023 admin Share on WhatsApp



છેલ્લાં ૩૦ વર્ષમાં વિશ્વ(World)માં સમુદ્ર (ocean)ની સપાટી (level) આશરે ૩.૫ ઈંચ (rise) વધી છે. 3.5 ઈંચનો આંકડો ભલે તમને નાનો લાગે છે પરંતુ આ જ રીતે જો દરિયાની સપાટી વધતી રહી તો નજીકનાં વર્ષોમાં જ તટીય વિસ્તારો  દરિયામાં ગરકાવ થઈ જશે અને લાખો લોકોને તેની અસર પડશે. આ ભયાનક અસરો દર્શાવતું એક સાયન્ટિફિક વિઝ્યુલાઈઝેશન (NASA)નાસા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 

નાસાના સાયન્ટિફિક વિજ્યુલાઈઝેશન સ્ટુડિયોના ડેટા વિઝ્યુલાઈઝર એન્ડ્ર્યૂ જે.  ક્રિસ્ટેનસેને નાસાના ડેટાનો આધાર લઈ એનિમેશન તૈયાર કર્યું છે. ૧૯૯૩થી ૨૦૨૨ સુધીના ડેટાનો તેમાં આધાર લેવાયો છે. કેટલાય સેટેલાઈટ્સના ડેટાને સંકલિત કરીને આ વિશ્લેષણ તૈયાર કરાયું છે. એ તો જાણીતું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે. તેનું પાણી નદીઓ થકી સમુદ્રમાં ઠલવાય છે. બીજી તરફ  ઉત્તર તથા દક્ષિણ ધૂ્રવ પરનો બરફ પીગળી રહ્યો છે.  આ વધારાનું પાણી પણ સમુદ્રમાં આવતાં સમુદ્રોની સપાટી વધી રહી છે. માનવ જાત દ્વારા સર્જવાામાં આવી રહેલી ૯૦ ટકા ગરમી સમુદ્ર શોષી લે છે.

nasa ocean level increase

સંયુક્ત રાષ્ટ્ર સહિતનાં વૈશ્વિક સંગઠનોએ  ક્લાઈમેટ ચેન્જ તથા ગ્લોબલ વોર્મિંગની સંયુક્ત અસરોને લીધે સમુદ્દોનું જળસ્તર વધી રહ્યાની ચેતવણી વખતોવખત આપી છે. ચિંતાજનક વાત એ છે કે ૧૯૯૩થી ૨૦૦૨ સુધી જેટલું જળસ્તર વધ્યું હતું તેના કરતાં બમણી ઝડપે તે ૨૦૧૩થી ૨૦૨૨ વચ્ચે વધ્યું છે. હજુ તો આ સદીના અંત સુધીમાં આ જળસ્તર વધવાની ઝડપ અનેકગણી વધી શકે છે. 

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી  વર્લ્ડ મિટિરિયોલોજી ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર તાપમાનમાં વૃદ્ધિના કારણે આવું બની રહ્યું છે. ગ્લેશિયર પિગળી રહ્યાં છે. સમુદ્રની ગરમી વધી રહી છે. તેના કારણે જળસપાટી વધી રહી છે. ૨૦૧૩થી ૨૦૨૨  સુધી સમુદ્રનું જળસ્તર દર વર્ષે ૪.૬૨ મીલીમીટરની ગતિએ વધ્યું છે. ૧૯૯૩થી ૨૦૦૨ની સરખામણીએ આ ઝડપ બે ગણી વધારે છે. 

ડબલ્યુએમઓના સેક્રેટરી જનરલ પેટેરી ટાલસે કહ્યું હતું કે ગ્લેશિયર પિગળી રહ્યાં છે અને સમુદ્રી જળસ્તર એકદમ ઝડપભેર વધી રહ્યું છે તે બહુ જોખમી સ્થિતિ છે. ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્ગના કારણે આમ બની રહ્યું છે. આ સદી જ નહીં પરંતુ આવનારી સદીઓમાં પણ સમુદ્રમાં જળસ્તર વધવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 

nasa ocean level increase

સમુદ્રી જળસ્તર વધતાં તુવાલુ જેવા ટાપુઓનું અસ્તિત્વ જ નાશ પામશે. આવા તો કેટલાય ટાપુનું અસ્તિત્વ દુનિયાના નકશા પરથી ભૂંસાઈ જશે. 

ગયાં વર્ષે જૂન અને જુલાઈમાં એન્ટાર્ટિકાનો બરફ બહુ ઝડપથી પિગળ્યો હતો. જમીનની સરખામણીએ સમુદ્રી હીટવેવ ૫૮ ટકા વધારે તીવ્ર હતો. તેના કારણે ધુ્રવ પ્રદેશોમાં બહુ ઝડપભેર બરફ પીગળી રહ્યો છે. 

ગયાં  વર્ષે યુરોપમાં હીટવેવના કારણે ૧૫ હજાર લોકોનાં મોત થયાં હતાં. ટાલસના જણાવ્યા અનુસાર ૨૦૬૦ સુધી આવી ખતરનાક વિષમ હવામાનની સ્થિતિ સર્જાતી રહેશે. જો ઉત્સર્જન નહીં ઘટાડવામાં આવે તો પરિસ્થિતિ હજુ પણ વકરી શકે છે. જોકે, હજુ પણ આ પરિસ્થિતિ સુધારી ભાવિ પેઢીઓને બચાવી શકાય તેમ છે. 

જો તાપમાનનો પારો સરેરાશ દોઢ ડિગ્રી પણ ઉંચકાય તો મુસીબત આવશે એ નક્કી છે. મોસમમાં એટલા બધા  ફેરફારો થશે કે અનેક દેશો માટે ભારે ખરાબ સ્થિતિ સર્જાશે. ડબલ્યૂએમઓના જણાવ્યા અનુસાર ગયું વર્ષ એટલે કે ૨૦૨૨નું વર્ષ પાંચમું કે છઠ્ઠું સૌથી ગરમ વર્ષ હતું. પૂર્વ ઔદ્યોગિક સમયગાળાની સરખામણીએ ત્યારે વૈશ્વિક તાપમાન ૧.૧૫ ડિગ્રી વધારે હતું. એ વખતે તો સળંગ ત્રણ વર્ષ લા નીનોની પરિસ્થિતિ હતી. મતલબ કે કુદરતે પ્રાકૃતિક રીતે જ વાતાવરણ ઠંડુ રહે તેવી વ્યવસ્થા કરી હતી. તેમ છતાં પણ આટલું તાપમાન વધ્યું હતું. જોકે, હવામાન શાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ૨૦૨૩ કે ૨૦૨૪માં સરેરાશ તાપમાનનો નવો  રેકોર્ડ સર્જાઈ શકે છે. ક્લાઈમેટ ચેન્જ તથા અલ નીનો તે માટે જવાબદાર હશે.

nasa ocean level increase

ગ્લોબલ વોર્મીંગની અસરોના કારણે સમગ્ર પ્રુથ્વીનું તાપમાન વધી રહ્યુ છે, જેના કારણે બંન્ને ધ્રુવોમાં તેમજ ભારતના હિમાલય સહિતના સ્થળોએ દાયકાઓથી થીજેલા બર્ફના ગ્લેશીયર તુટીને પાણીમાં ભળી રહિ છે. જેના કારણે સમુદ્રની સપાટી સમગ્ર વિશ્વમાં ઉપર આવી રહિ છે. ક્લાઈમેટ ચેન્જની ઈન્ટરનેશનલ પેનલની રિપોર્ટ દર્શાવે છે કે સી લેવલનું વધવા સાથે ગ્લોબલ વોર્મીંગનો સીધો નાતો છે. હાલ જ્યારે આંતરાષ્ટ્રીય ધોરણે સમુદ્રની સપાટી વધવાનો ક્રમ દર વર્ષે સામાન્ય રીતે 1.8 એમએમ બની રહ્યો છે ત્યારે તેની સામે હાલમાંજ દેશના મીનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા અપાયેલા આંકડાઓ ચોંકાવનારા છે. દેશના ચાર પોર્ટમાં કરાયેલા આ એનાલીસીસ અનુસાર વેસ્ટ બંગાલમાં આવેલા ડાયમંડ હાર્બલમાં 5.16, હલ્દીયામાં 2.89, પોર્ટ બ્લેરમાં 2.20 જ્યારે કે કંડલા પોર્ટમાં સી લેવલ 3.18 એમએમ વધવા પામ્યુ છે. આ આંકડાઓ બહાર આવતાજ લોકસભામાં ઉઠેલા પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રાલયે જણાવ્યુ હતુ કે માત્ર આઈસ બ્રેકીંગથી સમુદ્રની સપાટી ઉપર નથી આવતી, તેના હિટવેવ, અતિવ્રુષ્ટી જેવા અન્ય કારણો પણ છે. ભારતીય સીમાઓમાં ગરમીનો ટ્રેન્ડ હાલે 0.6 સી છે. ગ્લોબલ કક્ષાએથી ચારેય પોર્ટમાં વધુ ઝડપે દરીયાઈ સપાટી ઉપર આવી રહિ છે, તો મુંબઈ અને ચેન્નઈમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી 0.33 એમએમની ગતી દર્શાવાઈ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે, "જે પોષતુ તે મારતું એ ક્રમ દીશે કુદરતી". 

 

nasa on ocean level increase - global sea level rise - Climate Change - sea level rise data - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, TV News, News, Gujarati News Channel - gujju news channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us