
ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી શુભમન ગિલે સદી ફટકારી IND Vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ(IND Vs BAN)ને 6 વિકેટથી હરાવ્યું.આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.જેમાં...
Champions Trophy 2025 : ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વિજય સાથે કરી છે. ગુરુવારે દુબઈમાં ટીમે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા. ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારત તરફથી શુભમન ગિલે સદી ફટકારી. આ તેની ICC ટુર્નામેન્ટમાં પહેલી સદી છે. રોહિત શર્માએ 41, કેએલ રાહુલે 38 અને વિરાટ કોહલીએ 22 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 5 વિકેટ, હર્ષિત રાણાએ 3 વિકેટ અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ તરફથી તૌહીદ હૃદયોએ સદી ફટકારી.
47મી ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલે તંજિમ હસન સાકિબ સામે સિક્સર ફટકારી. આ સાથે તેણે ટીમને જીત અપાવી. રાહુલે 47 બોલમાં 41 રન બનાવ્યા. તેની સામે શુભમન ગિલ 101 રન બનાવીને નોટઆઉટ રહ્યો.
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને 9.5 ઓવરમાં 69 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 36 બોલમાં 41 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી. શ્રેયસ ઐયર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે 15 રન બનાવીને મુસ્તફિઝુર રહેમાનનો શિકાર બન્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં બાંગ્લાદેશે ભારત સામે 228 રન બનાવ્યા. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ દુબઈમાં રમાઈ. બાંગ્લાદેશ બહુ મોટો સ્કોર બનાવી શક્યું નહીં, પરંતુ તૌહીદ હૃદયોયની સદી અને જાકીર અલીની અડધી સદીની ઈનિંગ્સને કારણે બાંગ્લાદેશ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. હૃદયોયે 100 રનની સદીની ઈનિંગ રમી હતી.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Champions Trophy 2025 India Vs Bangladesh - India Win by 6 Wicket - Shubhman Gill Hit Century - Live Score Of Champions Trophy 2025