
BCCIએ ટાટા IPL 2025નું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટની 18મી આવૃત્તિ 22 માર્ચ, 2025ના રોજ શરૂ થશે અને ફાઇનલ 25 મે, 2025ના રોજ રમાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025 Schedual)ની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સાંજે 5:30 વાગ્યે શિડ્યૂલ જાહેર કર્યું. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેનો એલ ક્લાસિકો 23 માર્ચે ચેન્નઈમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમ 20 એપ્રિલે મુંબઈમાં ફરી ટકરાશે. ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે.
IPLમાં એક પરંપરા રહી છે કે ટુર્નામેન્ટની શરૂઆત અને ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આ વખતે પણ આ બંને મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ 25 મેના રોજ યોજાશે, ક્વોલિફાયર-2 પણ 23 મેના રોજ કોલકાતામાં રમાશે. ગયા સીઝનની રનર-અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બે પ્લેઓફ મેચ પણ યોજાશે. અહીં ક્વોલિફાયર-1 20 મેના રોજ અને એલિમિનેટર 21 મેના રોજ રમાશે. 2024ની ફાઈનલમાં, KKR એ SRHને 8 વિકેટથી હરાવીને ત્રીજી વખત IPL જીત્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPLનો પહેલો મુકાબલો 22 માર્ચે રમાશે.
18મી સીઝનનો પહેલો ડબલ હેડર ટુર્નામેન્ટના બીજા દિવસે 23 માર્ચે યોજાશે. SRH અને RR હૈદરાબાદમાં બપોરે 3.30 વાગ્યે ટકરાશે. મુંબઈ અને ચેન્ના વચ્ચેની મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ પછી, 30મી માર્ચે ડબલ હેડર થશે. 5, 6, 12, 13, 19, 20 અને 27 એપ્રિલના રોજ દિવસમાં બે મેચ રમાશે. ડબલ હેડર 4, 11 અને 18 મેના રોજ રમાશે. બધા ડબલ હેડર ફક્ત શનિવાર અથવા રવિવારે જ હશે.
અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, લખનઉ, મુલ્લાનપુર (મોહાલી), દિલ્હી, જયપુર, કોલકાતા, હૈદરાબાદ 10 ટીમના હોમ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને ધર્મશાળા સહિત કુલ 13 સ્થળોએ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં 13 સ્થળોએ 65 દિવસમાં 10 ટીમ વચ્ચે 74 મેચ રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ (RR)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે, ટીમ અહીં 2 મેચ રમશે. ટીમ અહીં 26 માર્ચે કોલકાતા અને 30 માર્ચે ચેન્નઈ સામે ટકરાશે. ધર્મશાલા પંજાબ કિંગ્સ (PBKS)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે. ટીમ અહીં 3 મેચ રમશે. વિશાખાપટ્ટનમ દિલ્હી કેપિટલ્સ (DC)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે. ટીમ અહીં 2 મેચ રમશે.
ચેન્નઈ અને મુંબઈએ સૌથી વધુ ટાઇટલ જીત્યા છે IPL એ ભારતમાં રમાતી ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે દર વર્ષે માર્ચથી મે દરમિયાન T20 ફોર્મેટમાં રમાય છે. તેની શરૂઆત 2008માં 8 ટીમ સાથે થઈ હતી. રાજસ્થાને ફાઈનલમાં ચેન્નાઈને હરાવીને પ્રથમ સીઝનનો ખિતાબ જીત્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે સૌથી વધુ એટલે કે 5-5 ટાઇટલ જીત્યા છે. KKR 3 ટાઇટલ જીતનાર ત્રીજી સૌથી સફળ ટીમ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 IPL 2025 Schedual Seasone 18 Schedual -