• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IND vs ENG ODI : ગિલ, અય્યર અને જાડેજાની શાનદાર ઈનિંગ, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય...

IND vs ENG ODI : ગિલ, અય્યર અને જાડેજાની શાનદાર ઈનિંગ, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય...

08:56 PM February 06, 2025 Gujju News Channel Share on WhatsApp

IND vs ENG ODI: નાગપુરમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે જીત મેળવી છે. ભારત તરફથી શુભમન ગિલ, અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. સાથએ જ હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેેજાએ 3-3 વિકેટ લીધી હતી.



આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત માટે આ સિરીઝ ખુબ મહત્વની છે, જેમાં ટીમે જીત સાથે શરૂઆત કરી છે. ભારતે પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. નાગપુરના VCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બીજી વન-ડે 9 ફેબ્રુઆરીએ કટકના બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત તરફથી શુભમન ગિલે 87, શ્રેયસ અય્યરે 59 અને અક્ષર પટેલે 52 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 અને જેકબ બેથેલે 51 રન બનાવ્યા. આદિલ રશીદ અને સાકિબ મહમૂદે 2-2 વિકેટ લીધી.

► ભારતના બંને ઓપનરો સસ્તામાં આઉટ

ઈંગ્લેન્ડને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. યશસ્વીએ વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. યશસ્વીએ 22 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 15 રન બનાવ્યા હતા. તે જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહેલ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. 

► અય્યર, ગિલ અને અક્ષરની શાનદાર બેટિંગ

ભારતીય ટીમે 19 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેદાનાં ઉતરેલા શ્રેયસ અય્યરે આક્રમક શરૂઆત કરી હતી. અય્યરે 36 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 59 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પણ ત્રીજા ક્રમે શાનદાર બેટિંગ કરતા 87 રન ફટકાર્યા હતા. 96 બોલની ઈનિંગમાં ગિલે 14 બાઉન્ડ્રી ફટકારી હતી.  અક્ષર પટેલ પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. અક્ષરે 47 બોલમાં 6 ફોર અને એક સિક્સ સાથે 52 રનનું યોગદાન આપ્યું હતું. જાડેજા 12 અને હાર્દિક પંડ્યા 9 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

India Vs. England ODI Match Result , india win by 4 wicket - Shubman Gill , Axar Patel , Ravindra Jadeja , Harshit Rana

► સારી શરૂઆત બાદ ઈંગ્લેન્ડનો ધબડકો

ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ અને બેન ડકેટે આક્રમક શરૂઆત કરી હતી. બંનેએ નવમી ઓવરમાં ટીમનો સ્કોર 75 રન પર પહોંચાડી દીધો હતો. ટીમ ઈન્ડિયાને રનઆઉટના રૂપમાં પ્રથમ સફળતા મળી હતી. સોલ્ટ 26 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 43 રન બનાવી આઉટ થયો હતો. 

► બ્રૂક અને ડકેટને રાણાએ કર્યાં આઉટ

75 રન પર પ્રથમ વિકેટ ગુમાવનાર ઈંગ્લેન્ડની ટીમે 77 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બેન ટકેટ 32 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ રાણાએ હેરી બ્રૂક (0) ને પણ આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. લાંબા સમય બાદ વનડે ક્રિકેટમાં વાપસી કરી રહેલા જો રૂટે 19 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન જોસ બટલરે 67 બોલમાં 4 ચોગ્ગા સાથે 52 રનનું યોગદાન આપ્યું હતું. જેકોબ બેથલ 51 રન બનાવી આઉટ થયો હતો. જોફ્રા આર્ચરે અણનમ 21 રન બનાવી ટીમનો સ્કોર 248 રન પર પહોંચાડ્યો હતો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. જાડેજાએ 9 ઓવરમાં 26 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય હર્ષિત રાણાને પણ ત્રણ સફળતા મળી હતી. એક-એક વિકેટ મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને મળી હતી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , India Vs. England ODI Match Result , india win by 4 wicket - Shubman Gill , Axar Patel , Ravindra Jadeja , Harshit Rana



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us