• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ઓસ્ટ્રેલિયાની છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડીયાનો કેપ્ટન બદલાયો, રોહિત શર્માની જગ્યાએ જસપ્રિત બુમરાહને મળી તક...

ઓસ્ટ્રેલિયાની છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડીયાનો કેપ્ટન બદલાયો, રોહિત શર્માની જગ્યાએ જસપ્રિત બુમરાહને મળી તક...

05:57 PM January 02, 2025 Gujju News Channel Share on WhatsApp

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટન બદલવામાં આવ્યા છે. રોહિત શર્માને બદલે જસપ્રીત બૂમરાહને કેપ્ટન બનાવાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ માટે આ મોટો બદલાવ છે.



ઓસ્ટ્રેલિયા સામેની સિડનીમાં રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવશે. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે કેપ્ટનશિપ કરી શકે છે.

►હાલમાં ભારતના કંગાળ પ્રદર્શનથી રોહિતની કેપ્ટનશિપ સ્કેનર હેઠળ આવી

રોહિત શર્માએ હેડ કોચ ગૌતમ ગંભીરને પાંચમી ટેસ્ટ ન રમવાના નિર્ણય વિશે જણાવી દીધું છે. ગંભીરે પણ નિર્ણયમાં હામી ભરી દીધી હતી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે વ્હાઈટવોશનો ભોગ બન્યા પછી ઓસ્ટ્રેલિયા સામેની બે હારને કારણે તેની કેપ્ટનશિપ પણ સ્કેનર હેઠળ આવી ગઈ છે. વધુમાં રોહિત પેટર્નિટી લીવ પર હતો, ત્યારે બુમરાહે પર્થ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં ભારતે 195 રનથી મેચ જીતી લીધી હતી.

►આકાશ દીપને પણ આરામ

શુક્રવારે ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવાનું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આ છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે જો હાર થઈ તો ટીમ પર ડબલ્યુટીસીમાંથી બહાર થઈ જવાનો પણ ખતરો છે. આવતીકાલે સિડનીમાં રમાનારી અંતિમ ટેસ્ટ પહેલાં ઈજા થઈ હોવાથી ટીમ ઈન્ડીયાના બોલર આકાશ દીપને આરામ આપવામાં આવ્યો છે. હેડ કોચ ગૌતમ ગંભીરે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

►2 ટેસ્ટમાં 5 વિકેટ લીધી

ઉલ્લેખનીય છે કે આકાશ દીપે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી.

► ભારત માટે કરો યા મરોની સ્થિતિ

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટમાંથી 2માં ઓસ્ટ્રેલિયાની, 1માં ભારતની અને 1 ડ્રો થઈ છે, અને હવે છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે. જો ભારત જીતે તો બન્ને ટીમ 2-2ની બરાબરી પર આવી શકે છે હારની સ્થિતિમાં ભારતને બેવડો ફટકો પડશે કારણ કે હાર તો થશે જ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાંથી પણ બહાર ફેંકાઈ જશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , indian Cricket team new captian for test match jasprit bumrah rohit sharma opts out of sydney test - ઓસ્ટ્રેલિયાની છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડીયાનો કેપ્ટન બદલાયો, રોહિત શર્માની જગ્યાએ જસપ્રિત બુમરાહને તક



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us