• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજ્ય સરકારે PMJAYની નવી SOP કરી જાહેર, જાણો હોસ્પિટલોને શું અપાયા આદેશ?

રાજ્ય સરકારે PMJAYની નવી SOP કરી જાહેર, જાણો હોસ્પિટલોને શું અપાયા આદેશ?

09:42 PM December 23, 2024 Gujju News Channel Share on WhatsApp

રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકાર ઓચિંતા જાગી છે. અને નવી SOP જાહેર કરી છે.



PMJAY : રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકાર ઓચિંતા જાગી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છે.  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. નવી SOPમાં આ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં હ્રદય રોગના નિષ્ણાંત તબીબો ફૂલટાઈમ રાખવા પડશે. અગાઉ હ્રદયરોગના નિષ્ણાંત તબીબો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક સાથે ત્રણ હોસ્પિટલમાં સેવા આપી શકતા હતાં. તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે દર્દીની કરવામાં આવે તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે.

► એન્જિયોપ્લાસ્ટીની નવી SOP

આ ઉપરાંત નવી SOPમાં ઈમરજન્સી કેસમાં હોસ્પિટલને માત્ર એન્જિયોપ્લાસ્ટીની જ મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું પણ ફરજિયાત બનાવાયું છે. આ ઉપરાંત હ્રદયરોગની સારવાર માટેની હોસ્પિટલમાં ઓછામાં ઓછા બે વેન્ટિલેટર સાથેના ICU ફરજિયાત બનાવાયા છે. તો આ ICU સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સાથે કાર્યરત હોવા જોઈએ તેવી પણ જોગવાઈ નવી SOPમાં કરવામાં આવી છે.

►કાર્ડિયાક એનેસ્થેટિકની નવી માર્ગદર્શિકા

નવી માર્ગદર્શિકા અનુસાર, હોસ્પિટલોએ ફૂલટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક રાખવા પડશે. તે સિવાય હોસ્પિટલોએ ફૂલટાઈમ ફિઝીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ઈમરજન્સીમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિીની CD પ્રિ-ઓથ સમયે અપલોડ કરવી પડશે. ઈમરજન્સીના કેસમાં CD-વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. કેન્સરની વિવિધ સારવાર માટે રાજ્ય સરકારે બનાવી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્સરની સારવાર માટે TBC દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.

► ટ્યુમર અંગે પણ વિગતવાર ગાઈડલાઈન

સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઑન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઈમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી) માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ) માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.

► કેન્સરની ટ્રિટમેન્ટ માટેની SOP

કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મહીલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.

• નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર અંગેની જુદી-જુદી રજૂઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.

• NICU/SNCU (નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઇને CCTV ઇન્સટોલેશન કરવાનું રહેશે.

• THO દ્વારા સમયાંતરે NICUની મુલાકાત લઇ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ ટુંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે.

• બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિઓનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવેલ છે.

• પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.

યોજના હેઠળ TKR THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ "ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)"ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી "ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)"નાં ઓછામાં ઓછા ૩૦ ટકા “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલ છે. જેમાં ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ ૭૫ હોસ્પિટલને  ૩.૫૧ કરોડ રૂપિયાની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - PMJAYની નવી SOP ગાઈડલાઈન - PMJAY New SOP For Hospital - Gujarat Announces New Sops For Hospitals Empanelled Under PMJAY - Gujarat govt announces new SOP for PMJAY 



PMJAY - મા યોજના અન્વયે નવી SOP

✅ Cardiology
✅Cancer
✅ Neonatal pic.twitter.com/AU8z3sk8nu

— Rushikesh Patel (@irushikeshpatel) December 23, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us