• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ICC T20 World Cup 2022: જાણો ક્યારે છે ભારત-પાકિસ્તાનની મેચ, ફાઈનલ મેચ ક્યાં રમાશે..

ICC T20 World Cup 2022: જાણો ક્યારે છે ભારત-પાકિસ્તાનની મેચ, ફાઈનલ મેચ ક્યાં રમાશે..

12:59 PM October 16, 2022 Admin Share on WhatsApp



► 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે T20 વર્લ્ડ કપ

► T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ કુલ ત્રણ તબક્કામાં રમાશે

► ટીમને જીતવા પર બે પોઈન્ટ અને હારવા પર ઝીરો પોઈન્ટ મળશે

► વિજેતા ટીમને મળશે રૂ.13 કરોડ અને રનર અપ ટીમને રૂ.6.5 કરોડ

આજથી ઓસ્ટ્રેલિયામાં ICC T20 વર્લ્ડ કપ 2022 શરૂ થઈ રહ્યો છે. ત્યારેે આ વર્લ્ડ કપમાં ક્યારે કંઈ ટીમની મેચ છે. અને ફાઈનલ મેચ અંગે ટીમો અંગે આ લેખમાં માહિતી આપવામાં આવી છે. વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે અને 16 ટીમોમાંથી કુલ 8 ટીમો એ સીધા જ ગ્રુપ-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરી લીધું છે જ્યારે બાકીની 4 ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને તેની જગ્યા વર્લ્ડ કપ મેચમાં નક્કી કરશે. જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટ કુલ ત્રણ તબક્કામાં રમાશે જેમાં રાઉન્ડ 1, સુપર-12 અને પ્લેઓફ મેચોનો સમાવેશ થાય છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા અને પોતાના જ ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર 12 સ્ટેજમાં પહોંચશે અને પછી સુપર-12માં 6-6 ટીમોના બે ગ્રૂપ હશે અને એ ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ સુધી પહોચશે.

રાઉન્ડ -1 
ગ્રુપ A: શ્રીલંકા, UAE, નેધરલેન્ડ, નામીબિયા 
ગ્રુપ B: આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ

સુપર - 12 
ગ્રુપ 1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ગ્રુપ A વિનર, ગ્રુપ B રનર અપ 
ગ્રુપ 2: ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ગ્રુપ A રનર અપ, ગ્રુપ B વિનર

શું હશે પોઈન્ટ ટેબલ સિસ્ટમ 
જણાવી દઈએ કે ICC એ આ ટી 20 વર્લ્ડ કપ માટે પોઈન્ટ ટેબલ સિસ્ટમ બહાર પાડી ચૂકી છે. એ મુજબ દરેક ટીમને જીતવા પર બે પોઈન્ટ મળશે અને હરવા પર ઝીરો પોઈન્ટ મળશે. જો મેચ ટાઈ કે રદ્દ થાય છે તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જો કોઈ ગ્રૂપમાં બે ટીમના પોઇન્ટ્સ બરાબર છે તો એ પરથી નિર્ણય લેવામાં આવશે કે એમને ટુર્નામેંટમાં કેટલા મેચ જીત્યા અને એમનું નેટ રનરેટ કેટલું હતું અને એમનું આમને-સામને શું રેકોર્ડ છે. 

કુલ સાત મેદાનમાં રમાશે મેચ 
ICC T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચો રમાશે જેમાં ક્વોલિફાઈંગ રાઉન્ડની બધી 12 મેચ હોબાર્ટ અને જીલોન્ગમાં રમાશે. જ્યારે સિડની, મેલબોર્ન, પર્થ, એડિલેડ અને બ્રિસ્બેનમાં સુપર 12 તબક્કાની મેચો રમાશે. સેમિફાઇનલ મેચો એડિલેડ ઓવલ અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે અને ફાઈનલ મેચ 13 નવેમ્બર 2022ના રોજ ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. 

ક્વોલિફાઇન્ડ મેચોનું શેડ્યુઅલ 
16 ઓક્ટોબર - શ્રીલંકા VS નામિબિયા, જીલોન્ગ સવારે 9.30 વાગ્યે 
16 ઓક્ટોબર - UAE VS નેધરલેન્ડ, જીલોન્ગ, બપોરે 1.30 વાગ્યે 
17 ઓક્ટોબર - વેસ્ટ ઈન્ડિઝ VS સ્કોટલેન્ડ, હોબાર્ટ, સવારે 9.30 વાગ્યે 
17 ઓક્ટોબર -  ઝિમ્બાબ્વે VS આયરલેન્ડ,  હોબાર્ટ, બપોરે 1.30 વાગ્યે 
18 ઓક્ટોબર - નામિબિયા VS નેધરલેન્ડ, જીલોન્ગ, સવારે 9.30 વાગ્યે 
18 ઓક્ટોબર - શ્રીલંકા vs UAE, જીલોન્ગ, બપોરે 1.30 વાગ્યે 

19 ઓક્ટોબર- સ્કોટલેન્ડ VS આયરલેન્ડ,  હોબાર્ટ, સવારે 9.30 વાગ્યે 
19 ઓક્ટોબર - વેસ્ટ ઈન્ડિઝ VS ઝિમ્બાબ્વે, હોબાર્ટ, બપોરે 1.30 વાગ્યે 
20 ઑક્ટોબર - નેધરલેન્ડ VS શ્રીલંકા, જીલોન્ગ , સવારે 9.30 વાગ્યે 
20 ઑક્ટોબર - નામિબિયા VS UAE, જીલોન્ગ , 1.30 વાગ્યે 
21 ઓક્ટોબર - વેસ્ટ ઇન્ડીઝ VS આયરલેન્ડ,  હોબાર્ટ , સવારે 9.30 વાગ્યે
21 ઓક્ટોબર - સ્કોટલેન્ડ VS ઝિમ્બાબ્વે, હોબાર્ટ, બપોરે 1.30 વાગ્યે

ટી 20 વર્લ્ડ કપમાં ભારતની મેચ 
23 ઑક્ટોબર પાકિસ્તાન સામે, બપોરે 1.30 વાગ્યે, મેલબોર્ન
27 ઑક્ટોબર ગ્રુપ-એ રનરઅપ સામે, બપોરે 12.30 વાગ્યે, સિડની
30 ઑક્ટોબર સાઉથ આફ્રિકા સામે, બપોરે 4.30 વાગ્યે, પર્થ
2 ​​નવેમ્બર બાંગ્લાદેશ સામે, બપોરે 1.30 વાગ્યે, એડિલેડ
6 નવેમ્બર ગ્રુપ-બી વિજેતા સામે, બપોરે 1.30 વાગ્યે, મેલબોર્ન

વિજેતા ટીમને કેટલી રાશિ મળશે? 
ICC અનુસાર T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ રૂપિયા અને રનર અપ ટીમને 8 લાખ મિલિયન ડોલર એટલે કે 6.5 કરોડ રૂપિયા મળશે. આ સિવાય સેમીફાઈનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને 4-4 લાખ ડોલર એટલે કે 3.26 કરોડ રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામી રકમ નક્કી કરવામાં આવી અને આ રકમ તમામ 16 ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવામાં આવશે. 

કયા જોઈ શકશે મેચ? 
ભારતમાં આ વર્લ્ડ કપનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પર કરવામાં આવશે અને સાથે જ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ પણ જોવા મળશે. આ સાથે જ દૂરદર્શન પર પણ આ મેચ બતાવવામાં આવશે. 

વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયા 
- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

ICC T20 WORLD CUP 2022 -  WORLD CUP T20  - WORLD CUP  ટી20 વર્લ્ડ કપ -  ટી20 વર્લ્ડ કપ 2022 - sports news - Gujarati Sports News - india pakistan match - gujju news channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us