• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Flipkart આગામી 12-15 મહિનામાં IPO લોન્ચ કરશે, આ માટે કંપનીને આંતરિક મંજૂરી મળી હોવાની માહિતી...

Flipkart આગામી 12-15 મહિનામાં IPO લોન્ચ કરશે, આ માટે કંપનીને આંતરિક મંજૂરી મળી હોવાની માહિતી...

09:43 PM December 09, 2024 Gujju News Channel Share on WhatsApp

ફ્લિપકાર્ટ 2021થી IPO યોજનાઓની ચર્ચા કરી રહ્યું છે, ત્યારે તાજેતરની માહિતી પ્રમાણે કંપની ટૂંક સમયમાં IPO લાવશે અને લિસ્ટિંગ પહેલા તેના ડોમિસાઈલને ભારતમાં શિફ્ટ કરશે....



હાલ ભારતમાં IPOની સતત લિસ્ટીંગ થઈ રહી છે. ત્યારે ઓનલાઈન રિટેલર Flipkart આગામી 12-15 મહિનામાં તેની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલો અનુસાર ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની કિંમત લગભગ $36 બિલિયન એટલે કે 3.04 લાખ કરોડ રૂપિયા છે. ફ્લિપકાર્ટનો IPO દેશમાં કોઈપણ સ્ટાર્ટઅપનો અત્યાર સુધીનો સૌથી મોટો ઈશ્યુ હોઈ શકે છે. ભારતનું સ્ટાર્ટઅપ સેક્ટર વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું ક્ષેત્ર છે અને તેથી જ આ મુદ્દાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ફ્લિપકાર્ટ એ અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની વોલમાર્ટની પેટાકંપની છે.

► ફ્લિપકાર્ટને તેના ડોમિસાઇલને સિંગાપોરથી ભારતમાં ટ્રાન્સફર કરવા મંજૂરી મળી

ફ્લિપકાર્ટને તેના ડોમિસાઇલને સિંગાપોરથી ભારતમાં ટ્રાન્સફર કરવા માટે આંતરિક મંજૂરી મળી ગઈ છે. કંપનીના IPO માટે આને પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. કંપની આગામી કેલેન્ડર વર્ષના અંત સુધીમાં અથવા 2026ના પ્રથમ ક્વાર્ટરમાં IPO લોન્ચ કરી શકે છે. કંપની 12 થી 15 મહિનામાં લિસ્ટ થઈ શકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના IPOની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી 12 થી 15 મહિનામાં કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. ઝોમેટો, નાયકા અને સ્વીગી જેવી ઘણી કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓના સફળ લિસ્ટિંગ પછી સ્ટાર્ટઅપ કંપનીઓમાં રિટેલ રોકાણકારોનો રસ વધ્યો છે.

► Flipkartમા ગૂગલનું રૂ. 2,964 કરોડનું રોકાણ

કંપનીએ આ વર્ષે રૂ. 8,470 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું અગાઉ 13 મેના રોજ સમાચાર આવ્યા હતા કે, ફ્લિપકાર્ટ તેની કંપનીને ભારત પરત લાવવાની યોજના બનાવી રહી છે. આ ઓનલાઈન કોમર્સ જાયન્ટે આ વર્ષે લગભગ 1 બિલિયન ડોલર એટલે કે રૂ. 8,470 કરોડનું ભંડોળ પણ એકત્ર કર્યું છે. તેમાં ગૂગલનું $350 મિલિયન એટલે કે રૂ. 2,964 કરોડનું રોકાણ સામેલ છે.

► ફ્લિપકાર્ટ 2021થી IPO લાવવાની બનાવી રહ્યું છે યોજના

ફ્લિપકાર્ટ 2021થી IPO યોજનાઓની ચર્ચા કરી રહ્યું છે, પરંતુ 2022-23ની વચ્ચે પ્રતિકૂળ બજારની સ્થિતિને કારણે કંપનીએ આ ચર્ચાઓ અટકાવી દીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં તાજેતરમાં ઘણી કન્ઝ્યુમર કંપનીઓ લિસ્ટ થઈ છે. જે બાદ ફરી એકવાર ફ્લિપકાર્ટના શેર વેચાણમાં રસ વધ્યો છે.

► વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં લગભગ 81% હિસ્સો ધરાવે છે.

2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો 2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. આ કારણે ફ્લિપકાર્ટનું લિસ્ટિંગ વોલમાર્ટ માટે મહત્વનું રહેશે. 2018માં ફ્લિપકાર્ટના સંપાદન પછી વોલમાર્ટે આ કંપનીમાં કેટલાક તબક્કામાં $2 બિલિયન (16,942 કરોડ) કરતાં વધુનું રોકાણ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં વોલમાર્ટે કંપનીમાં રૂ. 5,082 કરોડનું રોકાણ કર્યું હતું. વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં લગભગ 81% હિસ્સો ધરાવે છે. 2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. ફ્લિપકાર્ટના રોકાણકારોમાં સોફ્ટબેંક અને જીઆઈસીના નામ પણ સામેલ છે. વિશ્લેષકોનો અંદાજ છે કે ભારતીય ઈ-કોમર્સ ઉદ્યોગે આ વર્ષે તહેવારોની સિઝનમાં રૂ. 1 લાખ કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે ફ્લિપકાર્ટ તહેવારોની સિઝનમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Flipkart Will Launch The IPO In The Next 12 15 Months



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us