
2009માંથી શરૂ થયેલી T20 લીગ આઈપીએલ હવે મોટી બ્રાન્ડ બની ગઈ છે. IPL 2024માં તેની Brand Value 1 Lack Croreને પાર થઈ ગઈ છે. ત્યારે જોઈએ કંઈ ટીમની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ છે?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવેલી લોકપ્રિય T-20 ક્રિકેટ લીગ એટલે કે, IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 13% વધીને 12 અબજ ડોલર, એટલે કે 1.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બ્રાન્ડ વેલ્યુએશન કંપની બ્રાન્ડ ફાઇનાન્સના લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. 2023માં પહેલીવાર IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 10 બિલિયન ડોલરને પાર કરી હતી. ગયા વર્ષે એ 10.7 અબજ ડોલર હતી. જ્યારે 2009માં વેલ્યુએશન 2 બિલિયન ડોલર એટલે કે 16,943 કરોડ રૂપિયા હતું.
► BCCIએ જાહેર કર્યું IPL 2025નું Schedule, આગામી 3 સિઝનની તારીખો થઇ જાહેર !
ચાર ટીમની બ્રાન્ડ વેલ્યુ પહેલીવાર 100 મિલિયન ડોલરને પાર બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચાર IPL ટીમ- ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની બ્રાન્ડ વેલ્યુ પણ પહેલીવાર $100 મિલિયનને વટાવી ગઈ છે. IPLની 10 ટીમમાં CSK સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે IPLની 10 ટીમમાં CSK સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. ચેન્નઈનું વેલ્યુએશન 52% વધીને 1,033 કરોડ રૂપિયા થયું છે. બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં મુંબઈ બીજા સ્થાને છે, એનું વેલ્યૂએશન 36% વધીને 1,008 કરોડ રૂપિયા થયું છે. RCB રૂ. 991 કરોડ (+67%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા સ્થાને છે. KKR રૂ. 923 કરોડ (+38%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ચોથા સ્થાને છે. જ્યારે આ યાદીમાં SRH પાંચમા નંબરે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધુ વૃદ્ધિ તમામ ટીમોમાં સનરાઇઝર્સ હૈદરાબાદની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધુ વૃદ્ધિ છે. ટીમનું વેલ્યુએશન 76% વધીને રૂ. 719 કરોડ થયું છે. આ લીગના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને નાણાકીય સિદ્ધિને દર્શાવે છે.
ગુજરાત ટાઇટન્સની બ્રાન્ડ વેલ્યુમાં ઓછામાં ઓછો 5%નો વધારો થયો જ્યારે રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યુ 30%, દિલ્હી કેપિટલ્સ 24%, પંજાબ કિંગ્સ 49% અને લખનઉ સુપર જાયન્ટ્સ 29% વધી છે. ગુજરાત ટાઇટન્સની બ્રાન્ડ વેલ્યુ ઓછામાં ઓછી 5% વધી છે. ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ 2022માં IPLમાં પ્રવેશ કર્યો અને એ જ વર્ષે ટીમ ચેમ્પિયન પણ બની હતી. 2023માં ગુજરાત ફાઈનલમાં ચેન્નઈ સામે હારી ગયું હતું.
બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર, ટૉપ-5 IPL ટીમોમાં વિસ્તરણની ઘણી સંભાવનાઓ છે. આ ટીમ લોકપ્રિય ફૂટબોલ લીગ- ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL), લા લિગા, બુન્ડેસલીગા, સેરી એ અને લીગ 1ના સ્તરે તેમની બ્રાન્ડ વેલ્યુ વધારવાની ક્ષમતા ધરાવે છે.
ટૉપ-5 IPL ટીમની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ રૂ. 4,667 કરોડ ટૉપ-5 IPL ટીમની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ 551 મિલિયન ડોલર એટલે કે રૂ. 4,667 કરોડ છે, જે ફૂટબોલ લીગ કરતાં ઘણી ઓછી છે. બુન્ડેસલીગાની ટોપ-5 ટીમની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ $2.9 બિલિયન એટલે કે રૂ. 24,566 કરોડ છે. EPLની ટૉપ-5 ટીમોની બ્રાન્ડ વેલ્યુ $6.7 બિલિયન (રૂ. 56,756 કરોડ) છે.
► BCCIએ જાહેર કર્યું IPL 2025નું Schedule, આગામી 3 સિઝનની તારીખો થઇ જાહેર !
IPL એ વિશ્વભરની લીગ માટે બ્લૂપ્રિન્ટ છે બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર એઝિમોન ફ્રાન્સિસના જણાવ્યા અનુસાર, IPLનું અસરકારક બિઝનેસ માળખું અને મેચ ઓર્ગેનાઈઝેશન વિશ્વભરની લીગ માટે બ્લૂપ્રિન્ટ બની ગયું છે, જેના કારણે BCCIની સ્થિતિ મજબૂત થઈ છે અને સાથે જ ડોમેસ્ટિક ક્રિકેટના ટેલેન્ટના ડેવલપમેન્ટ માટે તકો ખૂલી છે.
વર્ષ | વેલ્યુએશન |
2009 | રૂ.16.95 હજાર કરોડ |
2010 | રૂ. 34.74 હજાર કરોડ |
2011 | રૂ. 31.35 હજાર કરોડ |
2012 | રૂ. 24.57 હજાર કરોડ |
2013 | રૂ. 27.96 હજાર કરોડ |
2014 | રૂ. 27.12 હજાર કરોડ |
2015 | રૂ. 31.35 હજાર કરોડ |
2016 | રૂ. 21.18 હજાર કરોડ |
2017 | રૂ. 32.20 હજાર કરોડ |
2018 | રૂ. 44.92 હજાર કરોડ |
2019 | રૂ. 48.31 હજાર કરોડ |
2020 | રૂ. 37.29 હજાર કરોડ |
2021 | રૂ. 39.83 હજાર કરોડ |
2022 | રૂ. 71.19 હજાર કરોડ |
2023 | રૂ. 90.68 હજાર કરોડ |
2024 | રૂ. 1.01 લાખ કરોડ |
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | IPL 2024 Valuation cross 1 lack Crore | Top 5 IPL Team Have Thousand Crore Valuation | BCCI IPL 2025 Schedule | IPL ઇકોસિસ્ટમ | ipl-brand-value-reaches-12-billion-Know-top-10-most-valuable-ipl-brands-team-2024