• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Solar Village Modhera: PM મોદીએ કરોડોના વિકાસ કામોના કર્યા લોકાર્પણ, કહ્યું, "ગુજરાતમાં સાયકલ નહોતી બનતી હવે ભવિષ્યમાં વિમાન પણ બનશે"

Solar Village Modhera: PM મોદીએ કરોડોના વિકાસ કામોના કર્યા લોકાર્પણ, કહ્યું, "ગુજરાતમાં સાયકલ નહોતી બનતી હવે ભવિષ્યમાં વિમાન પણ બનશે"

10:19 PM October 09, 2022 Admin Share on WhatsApp



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણાના મોઢેરામાં 3092 કરોડનાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરાને ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું હતું. આ પછી પીએમ મોદીએ અહીં એક રેલીને સંબોધતા કહ્યું કે, મોઢેરા સૂર્ય મંદિર માટે જાણીતું હતું, હવે તેને સૌર ઉર્જાથી ચાલતું ગામ પણ કહેવામાં આવશે. મહેસાણા અને મોઢેરા ગામો માટે આજનો દિવસ ગૌરવની ક્ષણ છે. આજે આપણે સૂર્યા ગામ મોઢેરામાં છીએ ત્યારે સંયોગ છે કે આજે શરદ પૂર્ણિમા પણ છે. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ PM મોદીએ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.

'દુનિયામાં સૌર ઉર્જાની વાત થશે ત્યારે મોઢેરા પહેલું નામ દેખાશે'


PM મોદીએ જણાવ્યું હતું કે, આજે શરદ પુર્ણિમા છે અને આજે મહર્ષિ વાલ્મીકિજીની જંયતી પણ છે. મહર્ષિ વાલ્મીકિજીએ આપણને ભગવાન રામના સમરસ જીવનના દર્શન કરાવ્યા અને સમાંતરનો સંદેશ આપ્યો. પહેલા લોકો મોઢેરા સૂર્ય મંદિરના કારણે જાણીતું હતું આજે મોઢેરાના સુર્ય મંદિરથી પ્રેરણા લઇ મોઢેરા સુર્યગ્રામ પણ બની શકે છે તે એક સાથે દુનિયામાં ઓળખાશે. મોઢેરાના સૂર્ય મંદિરને ધ્વસ્ત કરવા જે આંક્રાંતાઓએ ખૂબ પ્રયાસો કર્યા આજે પૌરાણિક તેમજ આધુનિકતા સાથે દુનિયા માટે એક મિશાલ બનશે. જયારે પણ દુનિયામાં સૌર ઉર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલુ નામ દેખાશે. અંહી બધુ હવે સોલર ઉર્જાથી ચાલશે.

"20-22 વર્ષના યુવાનોને ઉત્તર ગુજરાતની સમસ્યા નહીં ખબર હોય"


વધુમાં જણાવ્યું કે, 21મી સદીમાં આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઉર્જાથી જોડાયેલા આવા ઘણા પ્રયાસો કરવાના છે. ગુજરાત સહિત દેશ અને આપણી આવનાર નવી પેઢીને સુરક્ષા મળે તે માટે દિવસ રાત મહેનત કરી દેશને યોગ્ય દિશામાં લઇ જવા સતત પ્રયાસ કરી રહ્યો છું. મોઢેરામાં હવે એ દિવસ દૂર નહી હોય જ્યાં મોઢેરામાં વીજળી ફ્રી મળે ઉપરથી રૂપિયા પણ મળે. અત્યાર સુઘી એમ થતુ કે સરકાર વીજળી ઉત્પન્ન કરે અને જનતા ખરીદતી પરંતુ હું દેશને એ રસ્તે લઇ જવા માંગુ છું કે જનતા વીજળી ઉત્પન્ન કરે અને સરકાર વીજળી ખરીદે. અંહી ઉપસ્થિત 20 થી 22 વર્ષના યુવાનોને જાણ નહી હોય કે પહેલા મહેસાણાની સ્થિતિ કેવી હતી. વીજળી, પાણી માટે હાલાકી પડતી હતી તે દિવસો ઉત્તર ગુજરાતે જોયા છે.

'ગુજરાતની જનતાએ મને આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા છે'


પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ચિંતાજનક હતી. પહેલા કોઇને અમદાવાદ આવવું હોય તો ફોન કરીને સ્વજનોને પુછે કે અમદાવાદમાં શાંતિ છે ને? આવા દિવસો હતા, છાશવારે હુલ્લડ થતા. આજના 20 થી 22 વર્ષના યુવાનોએ કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી આવો કાયદો અને વ્યવસ્થા આપણે ગુજરાતમાં લાગુ કરી છે. છેલ્લા 2 દશકમાં જનતાએ ભાજપ પર જે વિશ્વાસ મુક્યો તેના કારણે આજે ગુજરાતે સમગ્ર દેશમાં પોતાની ઓળખ મજબૂત કરી છે. ગુજરાતની જનતાએ કયારેય મારા રાજનીતીક જીવનને જોયુ નથી. ગુજરાતની જનતાએ મને આંખ બંધ કરી આશીર્વાદ આપ્યા છે, ગુજરાતની જનતાએ મારા કામને જોયુ, મારી સાથે મારા સાથીઓને પણ ગુજરાતની જનતાએ આશિર્વાદ આપ્યા. જેમ ગુજરાતની જનતાના આશિર્વાદ વધે છે તેમ મારી કામ કરવાની ઇચ્છા અને તાકાત પણ વધતી જાય છે.

'એ દિવસ દૂર નથી કે જ્યારે ગુજરાતમાં વિમાન બનશે'


અમેરિકામાં લોકો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોવા જાય છે તેના કરતા વધારે આપણું સ્ટેચ્યૂ ઓફ યુનીટી જોઇ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરે છે. આ મોઢેરા ટૂંક સમયમાં ટુરિઝમનું સેન્ટર બની જશે. અંહી આવનારો ટુરિસ્ટ નિરાશ થઇને ન જાય તેનું આપ ધ્યાન રાખજો. ગુજરાતમાં ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યુ છે, જાપાન વાળા ગાડી બનાવે અને અંહી બનેલી ગાડી જાપાન મંગાવે તે રીતનું કામ આજે ગુજરાતમાં થયું છે. પહેલા ગુજરાતમાં સાયકલ બનાવવાના ફાફા હતા, આજે ગાડીઓ બની રહી છે. જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી તે ગુજરાતમાં ગાડી, મેટ્રોના કોચ બનવા માંડયા અને તે દિવસ પણ દુર નહી હોય કે વિમાન પણ ગુજરાતની ઘરતી પર બનશે. બે દશકમાં ધાર્મિક સ્થળોના ખૂબ વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે.

MODI - PM MODI AT MODHERA - gujarat politics - modhera inoguration - modhera sun temple - gujarati news chhannel - gujju news channel - gujju news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us