• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2025 : RCB માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપ 'નુકસાનદાયક' છે, આ આંકડા છે સાબિતી

IPL 2025 : RCB માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપ 'નુકસાનદાયક' છે, આ આંકડા છે સાબિતી

06:30 PM October 30, 2024 gujjunewschannel.in Share on WhatsApp

કોહલીએ આગામી સિઝનમાં ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટનશિપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સમાચાર સામે આવતા RCBના ચાહકો ખુશ થયા છે પરંતું હાલમાં આ માત્ર દાવો છે, એવામાં RCBના ફેન્સ માટે એ જાણવું જરૂરી છે કે જો આવું થાય તો ટીમને ફાયદો થશે કે નુકસાન?



IPL 2025 : વિરાટ કોહલીએ IPLની પહેલી સિઝનથી જ રમી રહ્યો છે. તેણે આ લીગમાં ઘણા રન બનાવ્યા છે, જેના કારણે તેની ગણતરી સૌથી સફળ બેટ્સમેનોમાં થાય છે. પરંતુ જ્યારે કેપ્ટનશિપની વાત આવે છે તો તે પાછળ રહી જાય છે. તેને 2013માં કેપ્ટનશિપની જવાબદારી મળી અને 9 સિઝન સુધી કેપ્ટન રહ્યા બાદ તેણે 2021માં આ પદ છોડી દીધું.

► કોહલીની જીતની ટકાવારી માત્ર 46.15 ટકા

9 વર્ષની કપ્તાની દરમિયાન વિરાટ કોહલીએ 143 મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું. તે IPLમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ત્રીજા કેપ્ટન પણ છે. જ્યારે વિરાટ કેપ્ટન હતો, ત્યારે RCBએ 143માંથી 66 મેચ જીતી હતી, જ્યારે 70માં હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમની જીતની ટકાવારી માત્ર 46.15 ટકા હતી. તેની કપ્તાનીમાં 9 સિઝન દરમિયાન RCBએ 4 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું, એક વખત ફાઈનલ રમી, પણ ચેમ્પિયન ન બની શકી. એટલે કે તેના નામે એક પણ ટ્રોફી નથી.

► ધોની સૌથી સફળ કેપ્ટન, જીતની ટકાવારી 58.84 અને CSKને 5 વાર ચેમ્પિયન બનાવ્યુંં

જો આપણે IPLમાં સૌથી વધુ કેપ્ટનશિપ કરનાર ટોપ-5 કેપ્ટનો સાથે વિરાટ કોહલીની સરખામણી કરીએ તો તે ઘણો પાછળ લાગે છે. IPLમાં સૌથી વધુ કેપ્ટન્સી કરવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તેણે કુલ 226 મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરી છે. આમાં તેણે 133 મેચ જીતી છે, જ્યારે 99માં તેને હારનો સામનો કરવો પડ્યો છે અને તેની જીતની ટકાવારી 58.84 છે, જે અન્ય કેપ્ટન કરતા વધારે છે. આ સિવાય તેણે પોતાની ટીમને 5 વખત ટ્રોફી પણ જીતાડી છે.

► રોહીત શર્માની જીતની ટકાવારી 55.06 અને મુંબઈને 5 વાર ચેમ્પિયન બનાવ્યુંં

ધોની પછી રોહિત શર્માનો વારો આવે છે. 158 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે તેણે 87 મેચ જીતી છે અને 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની જીતની ટકાવારી 55.06 છે અને તેણે આ ટ્રોફી પણ 5 વખત જીતી છે.

► ગૌતમ ગંભીરની જીતની ટકાવારી 55.03 અને KKRને 2 વાર ચેમ્પિયન બનાવ્યુંં

જ્યારે ગૌતમ ગંભીરે 129 મેચમાં સુકાની તરીકે 71 મેચ જીતી છે અને 57માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની જીતની ટકાવારી 55.03 હતી અને ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલ વિજેતા પણ બનાવ્યું હતું.

► ડેવિડ વોર્નરની જીતની ટકાવારી 48.19 અને હૈદરાબાદને એકવાર બનાવ્યું ચેમ્પિયન

આ સિવાય ડેવિડ વોર્નરે 83 IPL મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને 40માં જીત અને 41માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 48.19ની જીતની ટકાવારી સાથે સનરાઈઝર્સ હૈદરાબાદને એકવાર ચેમ્પિયન બનાવ્યું.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2025 : RCB માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપ 'નુકસાનદાયક' છે - ipl-retention-2025-rcb-captain-virat-kohli-is-most-unsuccessful-captain-in-ipl



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us